કોંગ્રેસ સહિતના અનેક વિપક્ષી પાર્ટીઓએ વડાપ્રધાન મોદીની બેઠકનો વિરોધ કરતા આ મુદે તમામ રાજકીય પક્ષોની સંમતિ સાધવા કરાયેલો નિર્ણય
આઝાદી બાદ દેશના લોકતંત્રની સાડાસાત દાયકાની સફરમાં પ્રથમવાર દેશને અનેક દિશામાં પરિવર્તન માટેના પ્રયાસો તરફ આગળ વધારવા માટે મોદી સરકાર પ્રયત્નશીલ છે. તાજેતરમાં ફરી સતારૂડ વડાપધાન નરેન્દ્ર મોદીની સરકારે દેશમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી માટે પ્રતિબધ્ધ બની છે. આ મુદે સરકારનો અને રાજકીય પક્ષો દ્વારા રાજકીયરીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ મુદાના ઉકેલ માટે વડાપ્રધાન મોદી દ્વારા એક સમિતિની રચના કરવાનો નિર્ણય કરાયો છે. સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે ગઈકાલે સર્વપક્ષીય બેઠક બાદ જણાવ્યું હતુ કે ‘એક દેશ એક ચૂંટણી’ના મુદે યોજાયેલી સર્વપક્ષીય બેઠક બાદ રાજનાથસિંહે માહિતી આપી હતી કે આ મુદાના ઉકેલ માટે અકે ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવામાં આવશે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજવાની વ્યવસ્થાને વ્યવહારૂ બનાવવા માટે મળેલી બેઠકમાં આમંત્રીત ૪૦ રાજકીય પક્ષના વડાઓમાંથી ૨૧ પક્ષોએ હાજરી આપી હતી જયારે ત્રણ પક્ષશેએ પોતાના અભિપ્રાય લેખીતમાં મોકલ્યા હતા આ બેઠક બાદ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે માધ્યમો સામે દાવો કર્યો હતો કે મોટાભાગના પક્ષો ‘એક દેશ એક ચૂંટણી’ના વિચાર સાથે સહમત છે. તેમ છતાય સીપીઆઈ અને સીપીએમ જેવા ડાબેરીઓ અભિપ્રાયથી અલગ મત ધરાવે છે. આ વિચાર કેવી રીતે વ્યવહાર બનાવવુ તે અંગે દ્વિઘામાં છે.
આ બેઠકમાં રાહુલગાંધી મમતા બેનર્જી માયાવતી, અખિલેશ યાદવ, ડીએમકેના સ્ટાલીન, ચંદ્રશેખર રાવ, શિવસેનાના ઉધ્ધવ ઠાકરે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગેરહાજર રહ્યા હતા. ટીઆરએસના કાર્યકારી પ્રમુખ કેટી રામારાવ હાજર રહ્યા હતા. મોટાભાગના પક્ષો આ વિચારને સમર્થન આપી રહ્યા છે. ડાબેરીઓ તેના અમલ અંગે દ્વિઘામા છે. વડાપ્રધાને સ્પષ્ટતા કરી છે કે એક રાષ્ટ્ર એક ચૂંટણીએ સરકારનો રાજકીય નહિ પરંતુ રાષ્ટ્રીય મુદો છે. તેમણે જણાવ્યું હતુ કે કોઈપણ પક્ષના પ્રમુખને આ મુદે તેમના અલગમત હોય તો તે પણ ધ્યાને લેવાશે
વડાપ્રધાન રાજયસભા અને લોકસભમાં માત્ર એક જ સભ્ય ધરાવતી જુનામાં નાની પાર્ટીને પણ આ બેઠકમાં નિમંત્રીત કર્યા હતા. સાથે સાથે ૨૦૨૨માં ૭૫મી આઝાદીની વર્ષગાંઠ અને આ વર્ષે મહાત્માગાંધી ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી માટેની પણ ચર્ચા કરવામાં આવી હતી.
રાજનાથસિંઘે જણાવ્યું હતુ કે આ બેઠકમાં મોટાભાગના નેતાઓએ સકારાત્મક વલણ અપનાવ્યું હતુ આ બેઠકમાં હાજર શરદપવાર સીતારામ યેચુરી, સુધાકર રેડી, નિતિશકુમાર, સુખબીરસિંહ બાદ, નવીન પટ્ટનાયક, સંગમા, મહેબુબ મુફતીક, ફારૂક અબ્દુલ્લા અને ઓવેશી ઉપસ્થિત રહ્યા હતા. સરકાર વતી નરેન્દ્ર મોદી રાજનાથસિંહ, અમિતશાહ, નિતિન ગડકરી, પહલાદ જોષી અને ભાજપના કાર્યકારી પ્રમુખ જેપી નડ્ડા હાજર રહ્યા હતા.