૨૬ નવેમ્બર ૨૦૦૫માં સોહરાબુદ્દીનના એન્કાઉન્ટરના ત્રણ દિવસ બાદ જ તેની પત્ની કૌશર બીની હત્યા થઈ’તી
મુંબઈમાં આજરોજ સીબીઆઈની સ્પેશ્યલ કોર્ટ દ્વારા રાજયભરના પોલીસ મોરલને અસર કરતા સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસનો આજે મહત્વનો ફેંસલો રહેશે. સોહરાબુદ્દીન શેખ તુલસીરામ પ્રજાપતિની ૨૦૦૫માં ફેક એન્કાઉન્ટરમાં હત્યા કરવામાં આવી હતી. જેમાં મોટાભાગના પોલીસ અધિકારીઓ સામેલ હતા.
સોહરાબુદ્દીન કેસ ભાજપના અમીત શાહને વધુ અસરકર્તા છે કારણ કે તેઓ સોહરાબુદ્દીન એન્કાઉન્ટર સમયે રાજયના ગૃહમંત્રી હતા. ૨૦૦૪માં આ કેસને તેના દ્વારા ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યો હતો. આ કેસ અંગે કેટલાક મતભેદો અને ચર્ચાઓ બાદ તેને ફરી ખોલવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સીબીઆઈ કેસના સ્પેશ્યલ જજ એસ.જે.શર્માએ કહ્યું હતું કે, તેઓ ૨૧ ડિસેમ્બરના રોજ સોહરાબુદ્દીન કેસ અંગે સુનાવણી કરશે. આ કેસમાં મોટાભાગના રાજસ્થાન અને ગુજરાતના જુનીયર લેવલના પોલીસ અધિકારીઓની સંડોવણી હોવાના તારણો છે.
પહેલા આ કેસમાં પુરાવા ન હોવાના કારણે ૩૮ માંથી માત્ર ૧૬ લોકો સામે જ ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી. જેમાં અમિત શાહ, રાજસ્થાનના ગૃહમંત્રી ગુલાબચંદ કટારીયા, પૂર્વ ગુજરાત પોલીસ ચિફ પી.સી.પાંન્ડે અને ગુજરાત પોલીસના પૂર્વ વરિષ્ઠ અધિકારી ડી.જી.વણઝારાના નામ સામે આવ્યા હતા. સીબીઆઈના કહ્યાં મુજબ સોહરાબુદ્દીન આતંકી સંગઠન સાથે જોડાયેલો હતો. જેમાં તેની પત્ની કૌશર બીએ પણ સાથ આપ્યો હોવાનું તારણ છે. પરંતુ પ્રજાપતિને ગુજરાત પોલીસ દ્વારા ફેક એન્કાઉન્ટરમાં મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો જેના ત્રણ દિવસ બાદ તેની પત્નીની હત્યા થઈ હતી. આજે ૧૩ વર્ષ જૂના કેસનો મહત્વનો ફેંસલાની સુનાવણી થશે.