કેબિનેટની બેઠકમાં બાહેધરી પત્રક રદ કરવા નિર્ણય લેવાશે

પોલીસ ભથ્થાનો મુદ્દો હાલ ચૂંટણીનો મુદ્દો બન્યો હોય તેમ અને ઉથલપાથલો સામે આવી રહી છે.પ્રથમ પોલીસ કર્મચારીઓને પગાર વધારો મેળવવા માટે બાંહેધરી પત્ર લખી આપવાનું કહ્યું હતું પરંતુ તે હવે નહિ દેવું પડે અને સરકારી નમુનાના એફિડેવિટમાં સહી કરવી નહિ પડે. એક સપ્તાહથી પોલીસ કર્મીઓમાં ચાલતા વિરોધ વચ્ચે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર.પાટીલે મંગળવારે કહ્યુ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી સાથે ગઈકાલે જ ચર્ચા થઈ છે.અને તેના પર આજ સાંજ સુધીમાં નિર્ણય થઈ જશે તેમ જણાવ્યું હતું.

વિગતો મુજબ ગૃહ વિભાગના 29 ઓગસ્ટ 2022ના ઠરાવ હેઠળ પગાર વધારો મેળવવા સહમતિ, કોઈ વાંધો- વિરોધ નથી અને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારના ભથ્થા માંગીશું નહી’ એવી શરતો સાથેનું બાંહેધરી પત્ર ફરજિયાત કરવામાં આવ્યું હતો. જેથી પોલીસ તંત્રમાં ચૌમેરથી વિરોધ ફાટી નિકળ્યો હતો. જેના પગલે છેવટે સરકારને આ ઠરાવમાં પીછેહટ કરવી પડી છે. આક્રોશને પગલે રાજ્ય પોલીસ વડા- ઉૠઙએ મંગળવારે તમામ જિલ્લાઓ, જછઙઋ જુથો અને કમિશનરેટમાં સ્થાનિક કક્ષાની દાદ ફરિયાદ સમિતિની બેઠકો યોજીને રિપોર્ટ માંગ્યો હતો. જેના આધારે રાજ્યકક્ષાની સમિતિની બેઠક યોજીને આ શરતો રદ્દ કરવાની ભલામણનો રિપોર્ટ સરકારને સોંપ્યો છે. જેના આધારે આજે નવો સુધારા ઠરાવ પ્રસિધ્ધ થશે તેવું જાણવા મળ્યું છે.

ઉપરાંત પગાર વધારા સામે વાંધા- વિરોધ વગર સ્વિકાર સંદર્ભે એફિડેવિટ કરીને તેમાં સહી નહિ કરનારને રજા નહિ મળે એવી ચેતવણી આપવામાં આવી હતી.પરંતુ તેમાં પણ ફેરબદલી થવાનું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.