દામનગરનાં નૃર્સિંહ મંદિર, મોવિયાધામ-ગોંડલ, ઠોઠાવાળા આશ્રમ તેમજ જાળિયા શિવકુંજ આશ્રમનાં સંતો-મહંતોની ભાવિકોને ઘરે રહી ગુરૂપૂજનની અપીલ
કોવિડ-૧૯ના વધતા જતા કેસોને ધ્યાને લઇ, તેમજ જનહિતાર્થે સંક્રમણ વધુ ન ફેલાય તે અર્થે આગામી અગિયારસ સુદ-૧૫ પ જૂલાઇ રવિવારે પૂનમના રોજ ઉજવાતો ગુરૂપૂર્ણિમા મહોત્સવ આ વર્ષે બંધ રાખવાનો જે તે મંદિરના સંતો મહંતોએ લોકહિતમાં નિર્ણય લીધો છે.
ગુજરાત સરકારના આદેશ તથા સાવચેતીના પગલા સ્વરૂપે આ વખતે ગુરુપૂર્ણિમા નિમિતેના તમામ ધાર્મિક કાર્યાક્રમો બંધ રહેશે. સર્વે સેવક સમાજ તેમજ ધર્મપ્રેમી જનતાને આ વખતે ગુરુપૂજન પોતા પોતાના ઘરે કરીને ઉત્સવ ઉજવવાનો રહેશે. વૈશ્ર્વિક મહામારીમાં વધતા જતા સંકમણને ફેલાતો અટકાવવા સ્વયં અનુસાસનજ પાલન ૃંતો મહંતોની લોકોને અપીલ કરવામાં આવી છે.
દામનગર
દામનગર નૂરસિંહ મંદિર ષડદર્શના ચાર્ય વિદ્વાન ભગવતાચાર્ય કપિલભાઇ જોશી દ્વારા વ્યાસ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી સંપૂર્ણ બંધ રાખેલ છે. તેમજ સર્વે ભાવિકોને ઘરેજ ગુરુપૂજન કરવા અનુરોધ કરવા અનુરોધ કરાયો છે.
જાળીયા શિવકુંજ આશ્રમ
ભાવનગર જિલ્લા ના જાળિયા ગામે શિવકુંજ આશ્રમમાં ગુરુપૂર્ણિમા પ્રસંગે મહોત્સવ સંપૂર્ણ બંધ રહેશે પૂજ્ય વિશ્વાનંદમયીદેવીજી દ્વારા જણાવાયું છે કે જાળિયા ગામે આવેલા શિવકુંજ આશ્રમમાં રવિવાર વ્યાસ પૂર્ણિમા મહોત્સવ ઉજવવામાં આવશે નહિ.
વૈશ્વિક મહામારી કોવિડ ૧૯ ના વધતા સંક્રમણ થી નામદાર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ના આદેશ અને સૌના હિતમાં આશ્રમમાં ગુરુપૂર્ણિમા પ્રસંગ ઉત્સવ . આ વર્ષે સંપૂર્ણ બંધ રહેશેેે. આશ્રમ પરિવારના બહોળો સેવકો વર્ગ જાળિયા ભાવનગર, અમદાવાદ, રાજકોટ, સુરત સૌરાષ્ટ્ર ગુજરાત વગેરે વિસ્તારના ભાવિકો એ મનવંદન કરવા ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવણી સંપૂર્ણ બંધ રાખેલ છે સોશ્યલ ડિસ્ટન્ટ માસ્ક સેનિટાઈઝ સહિત આરોગ્ય વિભાગ ની ચૂસના ઓ નું પાલન કરો ઘર માં રહો ભય માં નહિ નો સંદેશ આપતા પૂજ્ય શ્રી વિશ્વાનંદીમૈયાજી એ સંદેશ આપ્યો હતો.
દયારામબાપુ ઠોડાવાળા આશ્રમ
દામનગર શહેર માં સીતારામ આશ્રમ ગુરુમુખી સંત દયારામબાપુ ઠોડાવાળા દ્વારા વ્યાસ પૂર્ણિમા ઉત્સવ સંપૂર્ણ બંધ રાખેલ છે ખૂબ મોટો સેવક વર્ગ ધરાવતા ગુરુમુખી સંત દયારામબાપુ ની નિશ્રા માં ઉજવતા ગુરુ પૂર્ણિમા મહોત્સવ ની વર્ષો ની પરંપરા પહેલી વખત જન હિતાર્થ મોકૂફ રાખી ભજન ભોજન ની મહત્તા માટે ખૂબ મોટો સેવક વર્ગ ધરાવતા સીતારામ આશ્રમ આગામી તા૫ ને રવિવારે વ્યાસ પૂર્ણિમા ઉત્સવ સંપૂર્ણ બંધ રાખેલ છે
ગોંડલ
સંતશ્રી ખીમદાસબાપુ ચૈતન્ય સમાધિ મંદિર વડવાળી જગ્યા મા આ વખતે સરકાર ના કોરોના વાયરસ પરીપત્રના અનસંધાને સર્વ ધર્મપ્રેમી જનતા ને તેમજ સેવક સમાજને જણાવાનુ કે આગામી અષાઢ સુદ ૧૫(પુનમ)૫-૭-૨૦ રવિવાર ના રોજ ઉજવાતો ગુરુપૂર્ણિમા મહોત્સવ હાલના સમયે રાજ્ય સરકાર નો પ્રતિબંધ હોવાને કારણે તેમજ વધુ સંક્રમણ ફેલાય નહીં તે માટે ગુજરાત સરકારના આદેશ તથા સાવચેતી ના પગલાં સ્વરૂપે સંપૂર્ણ પણે બંધ રાખવામાં આવેલ છે. તેવી અપીલ જગ્યા ના ગાદીપતી પુ. મહંત ભરતબાપુ તથા અલ્પેશ બાપુ દ્વારા કરવામાં આવી હતી.