સહકાર સેલના નવનિયુકત પદાધિકારીઓએ ભાજપના ઐતિહાસિક વિજયનો આત્મવિશ્વાસ વ્યકત કર્યો
રાજકોટ ન્યૂઝ
રાજકોટ શહેર ભાજપ સહકાર સેલ ની સાત સભ્યોની કારોબારીની રચના કરવામાં આવી છે, અબતકની મુલાકાતમાં શહેર ભાજપ સહકાર સેલના સંયોજક અશોકભાઈ ડાંગરે જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 400 પ્લસ ના સંકલ્પને સિદ્ધ કરવા ભાજપ પરિવાર સંકલ્પબધબન્યું છે.રાજકોટ શહેર ભાજપ દ્વારા સહકાર સેલની રચના કરવામાં આવી છે,
સહકાર સેલમાં સંયોજક અશોકભાઈ ડાંગર સહસંયોજક યશભાઈ સોજીત્રા, કારોબારી સભ્ય હર્ષિલભાઈ શાહ , જેનીશભાઈ પટેલ, રામાનુજ ભાઈ સાપરા ,રઘુભાઈ સોહલા, ચિરાગભાઈ પાણખણીયા, વિજયભાઈ રાઠોડ, અને દિગ્વિજયસિંહરાણા ની વરણી કરવામાં આવી છે.અબ તકની મુલાકાતમાં સહકાર સેલના સંયોજક અશોકભાઈ ડાંગર એ જણાવ્યું હતું કે શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી એ સહકાર સેલના સાત સભ્યોની કારોબારીની રચના કરી છે, ભાજપ સહકાર સેલના નવયુક્ત હોદ્દેદારોએ ભાજપના ઉમેદવાર પરસોતમભાઈ રૂપાલાના નિશ્ચિત વિજયને સાત લાખથી વધુ ની લીડનું ગૌરવ અપાવવાનો સંકલ્પ કર્યો છે.
અશોકભાઈ ડાંગરે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના શાસનમાં સહકારી ક્ષેત્ર એ વિકાસ કર્યો છે, ત્યારે સહકાર મંત્રી અમિતભાઈ શાહ ના માર્ગદર્શનમાં સહકારી ક્ષેત્રના આઠ લાખથી વધુ સભ્યો દેશના નિર્માણ માટે નિમિત બની રહ્યા છે, સહકાર સેલ દ્વારા વડાપ્રધાનના વિકાસના સંકલ્પને ઘેર ઘેર પહોંચાડી રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોતમભાઈ રૂપાલા સાત લાખથી વધુની લીડ થી વિજય બનાવવા સંકલ્પ કર્યો હતો