પી.સી.અને પી.એન.ડી.ટી. એકટ 1994 અંતર્ગત ગર્ભધારણ પછી અને જન્મ પહેલા પરીક્ષણ તકનીકો તથા જાતી પસંદગી પર પ્રતિબંધ અન્વયે બી.એ.શાહ, જિલ્લા એપ્રોપ્રીએટ ઓથોરિટી અને જિલ્લા કલેક્ટર જામનગરના માર્ગદર્શન હેઠળ કલેક્ટર કચેરી ખાતે સલાહકાર સમિતિની બેઠક મળી હતી. બેઠકમાં સલાહકાર સમિતિના અધ્યક્ષ તરીકે તૃપ્તિબેન રાઠોડની નિમણૂક કરવામાં આવેલ. તેમજ જિલ્લામાં નવી મળેલ બે અરજીઓના કલીનીકોનાં ફાયર એન.ઓ.સી.બાકી હોય રજીસ્ટ્રેશન હાલ પેન્ડીગ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ.આ સિવાય એક કંપની દ્વારા રજીસ્ટ્રેશન માટે અરજી કરેલ જેને મંજૂરી આપવામાં આવેલ. બેઠકમાં જિલ્લામાં છેલ્લા બે વર્ષના જાતી પ્રમાણદર(સેક્સ રેશિયો)ની સમીક્ષા કરવામાં આવેલ.
પી.સી. એન્ડ પી.એન. ડી.ટી. એકટ અન્વયે કલેકટરના અઘ્યક્ષ સ્થાને સલાહકાર સમિતિની બેઠક યોજાઇ
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી એચ.એચ.ભાયાએ વિગતો આપતા જણાવ્યું હતુ કે છેલ્લા 3 માસમાં 97 કલીનીકોનું ઇન્સ્પેકશન કરવામાં આવેલ છે. વર્ષ 2018માં પીસી અને પીએનડીટી એક્ટનાં ભંગ બદલ દાખલ કરવામાં કોર્ટ કેસમાં ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા નિયમ મુજબ હિરેન કણજારીયાનું મેડિકલ રજીસ્ટ્રેશન કોર્ટના આખરી ચુકાદા સુધી સસ્પેન્ડ કરવામાં આવેલ છે.
જિલ્લામાં કોઈ પણ જગ્યાએ સેક્સ ડીટરમીનેશન દ્વારા એક્ટનો ભંગ થતો હોય તેની માહિતી મેળવવા અને કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવા પણ બેઠકમાં નિર્ણય લેવામાં આવેલ આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, અધિક નિવાસિ કલેક્ટર ભાવેશ ખેર, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.એન.કન્નર, જિલ્લા આરસીએચ અધિકારી ડો.એન.એમ.પ્રસાદ, ડો.વિધિ પરમાર, સમિતિના સભ્યો તૃપ્તિબેન રાઠોડ, રોટરી ક્લબ, જામનગર, હેતલબેન અમેઠીયા, સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળ જામનગર ડો.તૃપ્તિબેન નાયક ગાયનેક વિભાગ, ડો.નમ્રતા મકવાણા, બાળ વિભાગ, ડો.એમ.ટી માકડા, રેડિયોલોજી વિભાગ, ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ જામનગર, એડવોકેટ ભારતીબેન વાદી, કોર્પોરેશન વિભાગ તથા તમામ તાલુકા હેલ્થ ઓફિસરઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.