મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને કરવામાં આવેલી રજુઆતનો ફકત ૪પ દિવસમાં નવી જી.આઇ.ડી.સી.ની ફાળવણી
૧૯૮૮ પછી પ્રથમ વખત સૌરાષ્ટ્રને ઓદ્યોગિક વસાહત મળશે
ગઇકાલે ગુજરાત સરકાર દ્વારા કલેકટરશ્રી રાહુલ ગુપ્તા દ્વારા રાજકોટને ખીરસરા નજીક નવી જી.આઇ.ડી.સી. ફાળવવામાં અને તેનો બેઝીક ભાવ નકકી કરવામાં આવેલ તેની જાહેરાત કરવામાં આવી કોઇપણ જી.આઇ.ડી.સી. ના ભાવ ત્રણ સ્તરે નકકી થતાં હોય છે અને ડીસ્ટ્રીકટ લેવલ અને સ્ટેટ લેવલ સુધી પહોચતા જમીનના ભાવ આસમાને આંબે છે અને જે ભાવ સ્ટેટ લેવલે નકકી કરી કેબીનેટમાં પસાર થતાં હોય છે તે જ રીતે ખીરસરા જી.આઇ.ડી.સી. નો ભાવ રૂપિયા ૬૦૭૪ નકકી થયો હતો તે કોઇપણ હિસાબે વ્યાજબી ન હતો તથા હાલની હયાત જી.આઇ.ડી.સી. ના ભાવ કરતાં પણ પ ગણો વધારે હતો.
જેથી કોઇપણ ઉઘોગ સાહસિક અને મર્યાદિત મૂડીમાં ઉઘોગ સ્થાપવો હોય તો તે નવી ઉઘોગ સ્થાયી શકે નહીં. ૧૦૦૦ હજાર વાર જમીનના ૧ કરોડ બાંધકામના ૧ કરોડ પ્લાન્ટ મશીનરીના ૧ થી ર કરોડ તથા વકીંગ પેન્યોર શીપને પ કરોડ હોય તો જ આંત પેન્યોર શીપને પ કરોડ હોય તો જ આ હરીફાઇના જમાનામાં ધંધો ચાલુ કરી શકે. પણ સરકારના આ નિર્ણયથી રાજકોટને. નવા ઉઘોગો તથા નવા રોજગારી અને અન્ય ધંધાકીય તકો મળશે.
તારીખ ૧૯-૧૨-૨૦૧૮ ના રોજ રાજકોટ ચેમ્બરના તે વખતના મંત્રી તરીકે મારા સહીત પ્રમુખશ્રી ગૌતમભાઇ ધમસાણીયા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને આ બાબત આંકડા સહિત જણાવી ત્યારે તુરત જ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી એ આ અંગેના તમામ સચિવશ્રીઓ, અધિકારીશ્રી અને રાજકોટ કલેકટરશ્રી રાહુલ ગુપ્તાનો સંપર્ક કરી અને ફરીથી ભાવ રિવ્યુ કમીટીમાં મોકલવા જણાવેલ આ તકે ઉલ્લેખનીય છે કે રાજકોટ ચેમ્બરના છેલ્લા ત્રણ વર્ષના તમામ હોદેદારોએ શ્રી શિવલાલ બારસીયા, શ્રી વી.પી. વૈશ્નવ તથા શ્રી પાર્થ ગણાત્રા, ગૌતમભાઇ ધમસાણીયા અને શ્રી ઉપેનભાઇ મોદીએ કરેલ રજુઆતો આજે સફળ થયેલ છે અને રાજકોટને ૩૦ વર્ષ પછી નવી જી.આઇ.ડી.સી. મળી છે તે માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને એક વેપાર ઉઘોગનાં પ્રતિનિધિ તરીકે અભિનંદન પાઠવું છું.
અને રાજકોટ ચેમ્બરને પણ સુંદર કામગીરી બદલ અભિનંદન પાઠવું છું હવે ઇગ્લેન્ડ ક્ન્ટેર ડેપોની જમીન ફાળવણીના નિર્ણય ફાઇનલ થવામાં છે. ત્યારે રાજકોટને એક નવી ભેટ આપવા મુખ્યમંત્રીને વિંનંતી કરીયે છીએ. જયારે વિશ્વન્ય દેશો નવા નવા ઉઘોગને પ્રોત્સાહીત કરવા ઘણી રાહતો અને સવલતો આપે ત્યારે આંતરરાષ્ટ્રીય હરીફાઇમાં ટકીરહેવામાં સરકારશ્રીએ તાત્કાલીક આઇ.સી.ડી. રાજકોટ ને મળે તેવા પ્રયત્નો કરવા જોઇએ. જેથી છેલ્લા બે વર્ષમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ રાજકોટ અમદાવાદ સીકસલેન રાજકોટ-જેતપુર સીકસલેન રાજકોટને વિશ્વ એઇમ્સની ફાળવણી અને નવી જી.આઇ.ડી.સી. મળ્યાની રાજકોટ તમામ ક્ષેત્રે હરણફાળ ભરશે. તેમ ઉઘોગપતિ ઉપેનભાઇ મોદીએ જણાવેલ છે.