દેશના પૂર્વ વડાપ્રધાન અને પ્રખર અર્થશાસ્ત્રી મનમોહનસિંહ આજે અમદાવાદના મહેમાન બન્યા છે. જ્યાં તેમણે કેન્દ્ર સરકાર નિષ્ફળ ગઈ હોવાનો સીધો આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે નોટબંધીના મુદ્દે લીધેલો નિર્ણય માત્ર રાજકીય જ હતો. નોટબંધીના દિવસને કાળા દિવસ તરીકે મનાવવો જોઈએ. વર્તમાન કેન્દ્ર સરકાર ઘણાબધા ખોટા નિર્ણય લઈને જનતાને મુશ્કેલીમાં મુકી રહી છે.
નોટબંધીનો નિર્ણય કેન્દ્ર સરકારનો સંદતર નિષ્ફળ ગયો હોવાથી 8 નવેમ્બરને નોટબંધીના દિવસને કાળા દિવસ તરીકે મનાવવો
પૂર્વ વડાપ્રધાને કહ્યું..
– ગુજરાતે દેશને બે મહાનુભાવો ગાંધીજી અને સરદાર આપ્યા છે
– વડાપ્રધાને નોટબંધીની જાહેરાત કરી ત્યારે હું સ્તબ્ધ થઇ ગયો હતો
– સરકારના ઘણાબધા નિર્ણયો ખોટા ઠર્યા છે
– વડાપ્રધાનને નોટબંધી કરવાની સલાહ કોણે આપી હતી ?
– કાળાનાણાના ગુનેગારો હજુ પકડાયા નથી
– હુ નોટબંધીના વિરોધમાં હતો રાજકીય ફાયદા માટે નોટબંધી
– મગજમાં દવાનું રિએક્શન આવ્યાથી હાલત બગડી
– GST નો ઉતાવળીયો નિર્ણય, નોટબંધીથી જીડીપી ઘટ્યો
– નોટબંધી નિષ્ફળ રહી, નોટબંધી એ સંગઠિત લૂંટ હતી
– બુલેટ ટ્રેન માટે કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવશે
– જીએસટીના કારણે નાના વેપારીઓના ધંધા બંધ થઈ ગયા