ગાંડી ડાહીને શિખામણ આપે તેવો ઘાટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જે વારાનસી ચૂંટણી લડયા હતા તેને એક બિનલાયકાત વ્યકિતએ વારાનસી ચૂંટણીને પડકારતી અરજી દાખલ કરી હતી ત્યારે આજે સુપ્રીમ કોર્ટ દ્વારા અરજી અંગે ફેસલો સંભળાવવામાં આવશે.
અલ્લાહાબાદ હાઈકોર્ટએ આ મુદા પર પોતાનો ચુકાદો આપતા જણાવ્યું હતુ કે ડીસેમ્બર ૨૦૧૯માં તેજ બહાદૂર દ્વારા જે વારાનસી ચૂંટણીને પડકારતી જે અરજી કરી હતી તેમાં કોઈ તથ્ય સામે આવ્યું નથી વધુમાં અલ્લાહાબાદ હાઈકોર્ટે જણાવતા કહ્યું હતુ કે અરજી કરનાર અરજદાર ઈલેકશન કમીશનમાં તેની મતદાર તરીકે ઓળખપણ નથી જેથી તે અરજી કરવા સહેજપણ હકકદાર નથી કહેવાય છે કે તેજ બહાદૂર યાદવે વડાપ્રધાન મોદી સામે બીએસપી તરફથીચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ તેમનું નોમીનેશન રીટરનીંગ અધિકારી દ્વારા નામંજૂર કરવામાં આવ્યું હતુ જેનું મુખ્ય કારણએ છેકે તે પોતાના પર લાગેલા આરોપ અંગે સફાઈ આપતો પૂરાવો રજુ કરવામાં નિષ્ફળ નિવડયો હતો. બીએસએફમાં ફરજ બજાવનાર તેજબહાદૂર યાદવે એ ૨૦૧૭માં વીડીયો બનાવી ભારત પાકિસ્તાન બોર્ડર પર ફરજ બજાવતા સૈનિકોને નબળી ગુણવતા વાળો ખોરાક આપવાનું વીડીયોમાં જણાવ્યું હતુત્યારબાદ તે વડાપ્રધાન મોદીસામે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો. ત્યારે બીન લાયકાત ધરાવતા વ્યકિતની આ અરજીનો ફેસલો આજે સુપ્રીમ કોર્ટ દ્વારા લેવામાં આવશે. હાલની સ્થિતિને ધ્યાને લઈ જાણે ગાંડી ડાયને સીખામણ આપે તેવો ઘાટ ઘડાણો છે.