તમીલ સુપરસ્ટાર રજનીકાંતની ૩૫૦ કરોડની ફિલ્મ ‘રોબોટ-૨.૦’ઓકટોમ્બરમાં થશે રીલીઝ
તમિલ સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘રોબોટ-૨.૦’ ૩૫૦ કરાષહના ખર્ચે તૈયાર થઈ ચૂકી છે. ‘રોબોટ-૨.૦’ ફિલ્મમાં મુખ્ય બાબત એ છેકે આ ફિલ્મને ‘મેક ઈન ઈન્ડીયા’ થીમ પર બનાવાઈ છે. એટલે કે સંપૂર્ણ પણે તેના તમામ શોટ ભારતમાં જ થયા છે. આ પરથી કહી શકાય કે, રજનીકાંતે સૌથી મોટી ખર્ચાળ ભારતીય ફિલ્મ ‘રોબોટ-૨.૦’ દ્વારા મોદી સરકારના ‘મેક ઈન ઈન્ડીયા’ પ્રોજેકટમાં પદાપર્ણ કર્યંુ છે.
ભારતની મોટા બજેટ વાળી ખર્ચાળ ફિલ્મો ‘ફોરેન’ થીમના આધારે જ તૈયાર થઈ છે. એટલે કે ફિલ્મમાં જગ્યાઓ, યેકનીકલ પર્સોનલ, લોકેશન ફોરેનના હોય ફિલ્મમાં ફોરેન વીઝયુઅલઈફેકટ (વીએફએકસ) હોય પરંતુ હવે રજનીકાંતની રોબોટ-૨.૦ ફિલ્મ સંપૂર્ણ પણે ભારતનાં જ લોકેશન વીએફએકસ અને તમામ ટેકનોલોજીકલ પર્સોનલને આધારે તૈયાર થઈ છે.
આ રોબોટ-૨.૦ ફિલ્મ ઓકટોમ્બરમાં જાપાનીઝ, કોરીયન અને મંદારીન સહિતની જુદી જુદી આઠ ભાષાઓમાં રીલીઝ થશે.
મેક ઈન ઈન્ડીયા પ્રોજેકટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચાવી‚પ પોલીસી માટેનો પ્રોજકેટ છે. જે હેઠળ ભારતમાં જ ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જેના ભાગ‚પે તમીલ સુપરસ્ટારની રોબોટ-૨.૦ફિલ્મ ભારતમાં જ બની છે. જેમાં કોઈ ફોરેન લોકેશન કે વીએફએકસનો ઉપયોગ થયો નથી.
રોબોટ-૨.૦ મેકર્સ અને લાયકા પ્રોડકશનના સીઓએ રાજુ મહાપીંગમે જણાવ્યું કે, આ ફિલ્મના શોટ દિલ્હી અને ચેન્નઈમાં લેવાયા છે. આ ફિલ્મનું શોટ ૩ડી ટેકનીકસનો ઉપયોગથી કરાયું છે. જે ભારતમાં જ સંપૂર્ણ પણે શુટીંગ થનારી પ્રથમ ફિલ્મ છે.