આપણાં હિન્દુ કેલેન્ડરના તમામ ગુજરાતી મહિનાઓનું કંઇકને કંઇક મહત્વ છે. શ્રાવણ પછી આવતાં ભાદરવા માસનો મહિમા પણ અપરંપરા છે. આપણાં પૌરાણિક ગ્રંથો, વેદો, પુરાણોમાં આ માસનો મહિમા સાથે 16 શ્રાઘ્ધનલ ઉલ્લેખ કરાયો છે. શ્રાઘ્ધ શ્રઘ્ધાપૂર્વક કરાય કે સમજપૂર્વક પણ આજે તેનો મહિમા જળવાયો છે. આ માસમાં ખીરનું પણ વૈજ્ઞાનિક મહત્વ છે, આપણે ઘણીવાર વડિલો પાસેથી ભાદરવાના ‘લાડવા’ની વાતો સાંભળી હશે. આ માસ પછી અધિક માસ અને આસો મહિનામાં નવરાત્રી, દિવાળી, દશેરા જેવા વિવિધ તહેવારો આવશે.

અત્યારે ચાલી રહેલો ભાદરવો માસ હિન્દુ વૈદિક પંચાગ વિક્રમ સવંતનો અગિયારમો મહિનો છે. શ્રાવણ અને આસો માસ વચ્ચે આવતાં આ માસનું વિશેષ મહત્વ છે. શક સંવતનો 6ઠ્ઠો મહિનો છે. આ માસમાં કેવડાત્રીજ, ગણેશ ચોથ, સામા પાંચમ, ઘરો આઠમ, અનંત ચૌદશ સાથે ભાદરવા સુદ પૂનમથી શ્રાઘ્ધ પ થી આરંભ થાય છે. અને અમાસે 16 શ્રાઘ્ધ પૂર્ણ થાય છે. મહિનોએ સમય ગણતરીનું એક પરિણામ છે. સામાન્ય રીતે જોઇએ તો એક વર્ષના 1રમાં ભાગને મહિનો કહેવાય છે. શિયાળો, ઉનાળો ને ચોમાસુ વરસની ઋણ ઋતુઓ આવે છે, એક ઋતુના 4 માસથી ઋણ ઋતુના 1રમાં કે વરસ થાય છે.

આપણી ધાર્મિક પરંપરામાં હિન્દુ ધર્મ અને વૈદિક જયોતિષ વિદ્યામાં ઉપવાસ, પર્વ, તહેવારો, પંચાગ અને શુભ મુહુર્ત વિશે મ મહત્વ ધરાવે છે. તેના વગર આપણા હિન્દુ ધર્મમાં કોઇ ઉજવણી શકય નથી. આપણે શુભ પ્રસંગે માસિક પંચાગમાં વાર, તિથિ, નક્ષત્ર, યોગ, સૂર્યોદય, સૂર્યાસ્ત વિગેરે તમામ વસ્તુ જોઇને જ પ્રસંગો ઉત્સવો ઉજવીએ છીએ. આપણા ધર્મમાં પંચાગનું ખાસ મહત્વ છે. તેના દ્વાર જ બધા તહેવારો અને શુભ દિવસો આપણે જાણી શકીએ છીએ. દરેકમાં શુભ સમય અને ચોકકસ પૂજા પઘ્ધતિ છે.

ભાદરવો મહિનો ખાસ પિતૃઓના શ્રાઘ્ધનો મહિનો છે. આ માસમાં જ લોકો પિતૃઓના મોક્ષાર્થે ધાર્મિક વિધી કરાવતાં હોય છે. આપણાં ગુજરાતમાં મોરબી જિલ્લાનું રફાળેશ્ર્વર મંદિર ખુબ જ જાણીતું છે. માતૃ તેમજ પિતૃ શ્રાઘ્ધ કરવાથી સર્વ પિતૃઓને મોક્ષ મળી જાય છે. શ્રાઘ્ધનો મહિમા વિશેષ છે આપણા શાસ્ત્રોમાં પણ ભગવાન રામ, કૃષ્ણ અને ઇન્દ્રે પણ પિતૃશ્રાઘ્ધ કર્યુ હોવાનો ઉલ્લેખ જોવા મળે છે.

ભાદરવા સુદ પુનમથી અમાસ સુધી 16 દિવસ એટલે શ્રાઘ્ધના દિવસો, આ 16 દિવસ શ્રધા5ૂર્વક પિતૃઓનું ઋણ ચુકવવાનો અવસર આવે છે. તેના મોક્ષાર્થે ઋણમાંથી મુકત થવા પિંડદાન – વસ્ત્રદાન – બ્રહ્મ ભોજન કરાવાય છે. આદિકાળથી ચાલતી આપણી ધાર્મિક પરંપરા આજે પણ જળવાઇ રહી છે.

પૌરાણિક ગ્રંથોમાં જોઇએ તો ગરૂડ પુરાણમાં ગરૂડ અને ભગવાન વિષ્ણુ વચ્ચે શ્રાઘ્ધ વચ્ચે શ્રાઘ્ધના સંવાદનો ઉલ્લેખ છે. વિષ્ણુ ભગવાન કહે છે કે િ5તૃઓનું શ્રાઘ્ધ અવશ્ય કરવું જ જોઇએ, એક કથા અનુસાર સૌથી પહેલું શ્રાઘ્ધ મહાભારત કાળમાં મહાઋષિ દત્તાત્રેય ના તપસ્વી, પુત્રી નિમિએ કર્યા નો દાખલો પૂરાણોમાં જોવા મળે છે. શ્રાઘ્ધ બાદ વિવિધ ચીજવસ્તુનું દાન કરેલ, જો કે આ વિધી તેમને અજાણતા કરી હોવાનું તો એથી પહેલા દશરથ રાજાના અવસાન બાદ 14 વર્ષના વનવાસ દરમ્યાન ભગવાન રામે કંદ મૂળથી પિતૃશ્રઘ્ધા કર્યુ હતું.

શ્રાઘ્ધ સાથે ધર્મકથા જોડાયેલી છે તો વિજ્ઞાન પણ જોડાયેલું છે. ભાદરવો મહિનો સામાન્ય રીતે પિત્તનો વ્યાધિ વધુ જોવા મળે છે. એટલે જ આ માસમાં ‘ખીર’ જેવી ખાદ્ય વસ્તુનો મહિમા છે. કારણ કે પિત્ત પ્રકોપનું શમન કરે છે. બીજી એક વાત એમ પણ છે કે ભાદરવા માસમાં પૃથ્વી ચંદ્રની નજીક આવે છે, અને ચંદ્રલોકની બાજુમાં જ પિતૃલોક છે. તેથી આપણે પિતૃ તર્પણ કરીએ છીએ, આ વિધિમાં કાગડાને વાશ નાંખવામાં આવે છે. કાગડા કયારે એકલા ખાતા નથી, ઝગડતા નથી તેમજ જમતી વખતે કા…. કા…. કરીને તેના પુરા પરિવારને બોલાવે છે. આમ તેનો પ્રેમ માનવ જાતને પ્રેરણા આપે છે. પૌરાણિક શાસ્ત્રોમાં જોઇએ તો ભગવાન શ્રીરામના દર્શન કરવા ઋષિ રાજે ‘કાગ ભૂશંડજી’ રૂપ ધારણ કરેલ હતું.

પુરૂષોના શ્રાઘ્ધ માટે ભારતમાં ગયાજી (બિહાર) સૌરાષ્ટ્રમાં પ્રભાસ પાટણ શ્રેષ્ઠ ગણાય છે તો માતૃશ્રાઘ્ધ માટે ઉત્તમ ગુજરાતમાં સિઘ્ધપુર શ્રેષ્ઠ સ્થળ ગણાય છે. જો કે આ ઉપરાંત નર્મદા કાંઠે, માલસર, નાસિક, ત્ર્યંબક, હરદ્વાર, પુષ્કર અને ચાણોદ જેવા સ્થળોએ પણ લોકો શ્રઘ્ધાપૂર્વક શ્રાઘ્ધવિધી કરે છે.

એક વાયકા મુજબ શ્રાઘ્ધ હમેંશા ઘરે કરવું જો બહાર કરો તો પિતૃને મુકિત મળતી નથી. આ ઉપરાંત તે મઘ્યાહન કાળે કરવું, રાત્રેનો કરાય, જો કોઇ શસ્ત્રઘાત મૃત્યુ પામ્યા હોય તેને માટે ચતુર્થીનું શ્રાઘ્ધ શુભ ગણાય છે. સામાન્ય રીતે જે દિ અવસાન થયું હોય તે દિવસની તિથી જયારે ભાદરવામાં આવે ત્યારે શ્રાઘ્ધ કરાય છે. જો કોઇને યાદ ન હોય તો નોમના શ્રાઘ્ધ કરવાનો રિવાજ છે. પૃથ્વી પર વસતાં માનવા માત્ર ઉપર દેવઋણ, પિતૃઋણ અને મનુષ્ય ઋણ એમ ત્રણ પ્રકારનાં ઋણ હોય છે. ભારદવા માસમાં આપણું પાલન પોષણ કરનાર, વિદ્યા અને સંસ્કાર આપનાર પિતૃઓના પિતૃઋણમાંથી મુકત થવા શ્રાઘ્ધ કરવું જરુરી છે.

પિતા અને માતા દેવ તુલ્ય છે

પિતૃઓને પસંદ કરવા માટે ભાદરવો માસ ઉત્તમ છે. આપણાં અઢારે પુરાણોમાં પિતૃપુજન, તર્પણ અને સમર્પણનો મહિમા બતાવવામાં આવ્યો છે. આદિ અનાદિ કાળથી શ્રાઘ્ધ વિધિ કરવામાં આવી રહી છે. ભગવાન રામ, કૃષ્ણ અને ઇન્દ્રે પણ પિતૃ શ્રાઘ્ધ કર્યુ હતું. જયારે વાત શ્રઘ્ધા અને સાબિતીની આવે ત્યારે ઉદારણ જોઇએ તો વિદ્યુત પ્રવાહ આપણને દેખાતો નથી છતાં તે આપણને પ્રકાશ આપે જ છે. તેમ પિતૃ  અને ઇશ્ર્વરમાં શ્રઘ્ધા રાખીને શ્રાઘ્ધ કે ધાર્મિક કાર્યો કરવામાં આવે તો તેનું ફળ અવશ્ય મળે જ છે. આ દિવસે દીન, દુ:ખિયાને અન્ન, વસ્ત્ર, દાન, દક્ષિણા આપવાથી પિતૃઓ તૃપ્ત થાય છે, અને જો એ સંતુષ્ટ થાય તો અવશ્ય તેનો લાભ મળે છે. તેથી જ કહેવાય છે કે િ5તા-માતા, દેવ તુલ્ય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.