અબતક, નવી દિલ્હી
ખેડૂતોની આવક બમણી કરવા તરફ સરકાર કમર કસી રહી છે. પરંતુ આ પ્રયાસને સફળતા ન મળી રહી હોય તેમ તાજેતરમાં નેશનલ સ્ટેટસ્ટીકલ ઓફીસ દ્વારા જારી થયેલા રિપોર્ટમાં વર્તાઈ રહ્યું છે. કારણકે આ રિપોર્ટમાં એવો ઘટસ્ફોટ થયો છે કે દરેક ખેડૂત ઉપર સરેરાશ વાર્ષિક માથાદીઠ ૭૪,૪૬૦ રૂ પિયાનું દેવું છે. એટલું જ નહીં દેશના અડધોઅડધ ખેડૂતો કર્જામાં ડૂબેલા હોવાની વિગતો સામે આવી છે.
નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફીસ- એન.એસ.ઓ દ્વારા વર્ષ ૨૦૧૯માં સમગ્ર દેશમાં દેવું અને રોકાણ અંગે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીના સમયગાળાનો સર્વે કરવામાં આવ્યો હતો. જે મુજબ, દેશમાં ગ્રામ્ય વિસ્તારમાં વસતા દરેક વ્યક્તિ પર સરેરાશ ૬૦ હજારનું જ્યારે શહેરી વિસ્તારમાં વસતા દરેક વ્યક્તિ પર સરેરાશ ૧.૩ લાખ રૂ પિયાનું દેવું છે.
વર્ષ ર૦૧૯માં કરાયેલા એનએસઓના સર્વે અનુસાર ગ્રામીણ
વ્યક્તિ પર સરેરાશ ૬૦ હજાર જ્યારે શહેરીજન ઉપર સરેરાશરૂ ૧.ર લાખનું દેવું
ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂત પરિવારો પર સરેરાશ દેવું ૭૪,૪૬૦ રૂ પિયા અને બિન-ખેડૂત પરિવારો પર ૪૦,૪૩૨ રૂ પિયા દેવું છે. શહેરી વિસ્તારોમાં, સ્વરોજગાર ધરાવતા પરિવાર માટે ૧.૮ લાખ રૂ પિયા અને આ સિવાયના અન્ય પરિવાર પર આશરે ૯૯,૩૫૩ રૂ પિયા દેવું છે. વર્ષ ૨૦૧૯ના ડેટા પ્રમાણે ગ્રામીણ ભારતમાં ૬૬% બાકી રોકડ દેવું સંસ્થાકીય ધિરાણ એજન્સીઓનું જ્યારે બાકીનું ૩૪% બિન-સંસ્થાકીય ધિરાણ એજન્સીઓનું હતું. શહેરી વિસ્તારોમાં, બિન-સંસ્થાકીય ધિરાણકર્તાઓ બાકી રોકડ દેવાના માત્ર ૧૩% હિસ્સો ધરાવે છે
ખેડૂતોની આવક બે ગણી કરવાના પ્રયાસ વચ્ચે હજુ અડધોઅડધ ધરતીપુત્રો દેવામાં ડુબેલા: NSO સર્વે
જ્યારે ૮૭% સંસ્થાકીય ધિરાણ એજન્સીઓમાંથી છે. સંપત્તિ-મિલકતની વાત કરીએ તો, ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂત પરિવાર પાસે રહેલી સંપત્તિની સરેરાશ કિંમતરૂ ૨૨ લાખ અંકાઈ જ્યારે બિનખેતી કરનારાઓ માટે તે લગભગ ૭.૮ લાખની ત્રીજા ભાગની કિંમતની છે. શહેરી વિસ્તારોમાં, સ્વ રોજગારી ધરાવતા પરિવારો માટે સરેરાશ મૂલ્ય ૪૧.૫ લાખ રૂ પિયા છે જે અન્ય પરિવારની સરેરાશ ૨૨.૧ લાખ રૂ પિયા કરતા બમણી છે. ગ્રામીણ વિસ્તારના ૧૮ વર્ષ અને તેનાથી ઉપરની વસ્તીના લગભગ ૮૪.૪% લોકોનું (૮૮.૧% પુરૂ ષ અને ૮૦.૭% સ્ત્રી) બેન્કોમા ખાતું છે. જે પ્રમાણ શહેરી વિસ્તારોમાં ૮૫.૨% (૮૯.૦% પુરૂ ષ અને ૮૧.૩% સ્ત્રી) છે.