કઈ કંપની ઉપર કેટલું દેણું તે અંગે નાણાં મંત્રાલયે જાહેર કર્યા આંકડા,
દેવામાં રૂ. 2.1 ટકાનો વધારો નોંધાયો
અબતક, નવી દિલ્હી : ભારતીય કંપનીઓનું બાહ્ય વ્યાપારી દેવું ઓગસ્ટ 2021માં 2.1 ટકા વધીને 42 લાખ કરોડે પહોંચી ગયું છે. રિઝર્વ બેંકના ડેટા પરથી આ માહિતી મળી છે. સ્થાનિક કંપનીઓએ ઓગસ્ટ 2020માં ઓવરસીજ બોરોઈંગ દ્વારા 14.57 કરોડ ડોલર જ એકત્રિત કર્યા હતા. ડેટા અનુસાર કુલ વિદેશી દેવામાંથી 2.25 બિલીયન ડોલર સ્વયંસંચાલિત માર્ગ દ્વારા અને 60 કરોડ ડોલર મંજૂરી માર્ગ દ્વારા એકત્ર કરવામાં આવ્યા હતા.
જાહેર ક્ષેત્રની આરઈસી લિમિટેડે મંજૂરી માર્ગ દ્વારા 60 કરોડ ડોલર એકત્રિત કર્યા હતા. આ કંપની દેશમાં પાવર પ્રોજેક્ટ્સ માટે ધિરાણ પૂરું પાડે છે. બીજી બાજુ ટેલિકોમ કંપની સમિટ ડિજિટલ ઈન્ફ્રાએ 50 કરોડ ડોલર, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશને 45 કરોડ ડોલર, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સે 27.5 કરોડ ડોલર, એફએસ ઈન્ડિયા સોલર વેન્ચર્સે 20.7 કરોડ ડોલર અને હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઈનાન્સ કોર્પોરેશને 200 કરોડ ડોલર ઓટોમેટિક રૂટ દ્વારા એકત્રીત કર્યા છે.
કઈ કંપનીના માથે કેટલું વિદેશી દેવું છે તેની વિગતો જોઈએ તો ફ્લેક્સટ્રોનિક્સ ટેક્નોલોજી – ઈન્ડિયા ઉપર 10 કરોડ ડોલર, એટીસી ટાયર્સ એપી ઉપર 9.6 કરોડ ડોલર, યુફ્લેક્સ લિમીટેડ ઉપર 5.17 કરોડ ડોલર છે. વિસ્ટ્રોન ઈન્ફોકોમ મેન્યુફેક્ચરિંગ (ઇન્ડિયા) ઉપર 4.5 કરોડ ડોલર અને આઈએમપીએસ એજ્યુકેશનલ ટ્રસ્ટ 4.04 કરોડ ડોલર છે.નાણાં મંત્રાલયના અન્ય અહેવાલ મુજબ ભારત પર કુલ વિદેશી દેવું વાર્ષિક ધોરણે 2.1 ટકા વધીને 570 બિલીયન પર પહોંચી ગયું છે. તે જીડીપીની સામે 21.10 ટકા સુધી પહોંચી ગયું છે, જે માર્ચ 2020માં 20.60 ટકા હતું. આ આંકડો માર્ચ 2021 પર આધારિત છે.
કુલ દેવામાં સૉવરેન ડેટમાં વાર્ષિક ધોરણે 6.20 ટકાનો વધારો જોવા મળ્યો હતો અને તે 107.20 બિલીયન ડોલર પર રહ્યું હતું. એવું માનવામાં આવી રહ્યું છે કે FPIમાં આવેલા ઘટાડાને કારણે તેમાં વધારો જોવા મળી રહ્યો છે. નોન-સૉવરેન ડેટમાં વાર્ષિક ધોરણે 1.2 ટકાની તેજી આવી છે અને તે 462.80 બીલિયન ડોલર પર રહ્યું છે.
સરકારે નિકાસકારો અને બેંકોને વેગ આપવા ECGCમાં રૂ. 4400 કરોડના રોકાણને મંજૂરી આપી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સમર્થ નેતૃત્વમાં સરકારે નિકાસ ક્ષેત્રને વધારે વેગવાન બનાવવા માટે સંખ્યાબંધ પગલાં લીધા છે. આ પ્રયાસોને આગળ ધપાવતા સરકારે ECGC લિમિટેડમાં વધુ રૂપિયા 4,400 કરોડના મૂડી ઉમેરાની મંજૂરી આપી દીધી છે. આવનારા પાંચ વર્ષના સમયગાળા દરમિયાન એટલે કે, નાણાકીય વર્ષ 2021-2022થી નાણાકીય વર્ષ 2025-2026 સુધીમાં આ મૂડી ઉમેરો કરવામાં આવશે.
મંજૂરી આપવામાં આવેલા મૂડી ઉમેરાની સાથે સાથે, ઇનિશિઅલ પબ્લિક ઓફરના માધ્યમથી ECGCની લિસ્ટિંગની પ્રક્રિયા સાથે યોગ્ય તાલમેલ બેસાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં હોવાથી તેના કારણે નિકાસને વધારે સહકાર આપવા માટે ECGCની સ્વીકૃત ક્ષમતામાં વધારો થશે.તેમણે એ પણ કહ્યું કે 500 કરોડ રૂપિયા તાત્કાલિક નાખવામાં આવશે અને કંપની આગામી વર્ષે લિસ્ટેડ થઇ શકે છે. મંત્રીએ એ પણ કહ્યું કે ચાલુ નાણાકીય વર્ષમાં 21 સપ્ટેમ્બર સુધી નિર્યાત 185 અરબ ડોલરનું હતું.
એક્સપોર્ટ ક્રેડિટ ગેરેન્ટી કોર્પોરેશનની રચના કોર્પોરેટ અને રાજકીય કારણોથી વિદેશી ખરીદદારો તરફથી ચૂકવણી ન થવાની સ્થિતિમાં નિર્યાતકોને લોન વિમા સેવાઓ પુરી પાડીને નિર્યાતને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવ્યું હતું. આ લોન લેનાર નિર્યાતકોના મામલે જોખમથી બચવાને લઇને બેંકોને પણ વિમો પુરો પાડવામાં આવે છે.
વ્યાપારી અને રાજકીય કારણોસર નિકાસકારોને વિદેશી ખરીદદારો દ્વારા બિન-ચુકવણીના જોખમો સામે નિકાસકારોને ધીરાણ વીમા સેવાઓ પ્રદાન કરીને નિકાસને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકાર દ્વારા 1957માં કંપની એક્ટ હેઠળ ECGCની સ્થાપના કરવામાં આવી હતી. તે નિકાસકાર ધીરાણ લેનારાઓને કરવામાં આવતા નિકાસ ધીરાણના જોખમો સામે બેંકોને વીમા કવચ પણ પૂરું પાડે છે. ECGCનો પ્રયાસ ભારતીય નિકાસ ઉદ્યોગને તેના અનુભવ, નિપુણતા અને ભારતની નિકાસની પ્રગતિ તેમજ આધુનિકતા માટેની પ્રતિબદ્ધતા સાથે સમર્થન પૂરું પાડવાનો છે
ભારત અને અમેરિકા વચ્ચેનો વ્યાપાર 10 વર્ષમાં 74 લાખ કરોડે પહોંચાડવાનો લક્ષ્યાંક
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે બુધવારે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા આગામી દસ વર્ષમાં 75 લાખ કરોડના દ્વિપક્ષીય વેપારનું લક્ષ્ય રાખે છે. તેઓએ વધુમાં કહ્યું કે ભારત આર્થિક ભાગીદારીને વિસ્તૃત કરવા માટે જઈ રહ્યું છે. ક્વાડના ચારેય સભ્યો એકબીજા સાથે ખૂબ જ મજબૂત આર્થિક સંબંધો ધરાવે છે. તેઓએ આ 10 વર્ષનો લક્ષ્યાંક જાહેર કર્યો હતો. અને આ અરસામાં તેઓએ નિકાસને પણ વધુમાં વધુ પ્રોત્સાહન આપવા ઉપર ભાર મુક્યો હતો. વધુમાં અમેરિકન કંપનીઓ માટે પણ ભારતનું માર્કેટ એકદમ પરફેક્ટ હોય આ લક્ષ્યમાં તેનો પણ સિંહફાળો હોવાનું તેઓએ ઉમેર્યું હતું.