ઉત્તરપ્રદેશ સરકાર ખેડૂતો પાસેી ૮૦ લાખ મેટ્રીક ટન ઘઉં ખરીદશે
ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી બન્યા બાદ આદિત્યના યોગીએ હવે ખેડૂતો ઉપર મહેરબાન છે. યુપીમાં યોગીએ ૧.૫ કરોડ ખેડૂતોના દેવા માફ કરવાનો નિર્ણય લીધો છે. આ માટે યુપીના કૃષિ મંત્રી સૂર્યપ્રતાપસિંઘને યોગીએ પ્રમ બેઠકમાં જ આદેશ આપી દીધા હતા.
ઉત્તરપ્રદેશમાં સત્તા હાંસલ કરવા ભાજપ દ્વારા ખેડૂતોને દેવુ માફ કરવાનું વચન આપ્યું હતું. આ ચૂંટણી ઢંઢેરાનો સૌી મહત્વનો મુદ્દો હતો. લોક કલ્યાણ સંકલ્પ પત્રમાં ભાજપે નાના અને માર્જીનર ખેડૂતોને તમામ દેણું માફ કરવાનું વચન આપ્યું હતું.
સરકારે આ વચન પૂરું કરવા લાર્ભાીઓની યાદી તૈયાર કરી છે અને તત્કાલ કામગીરી કરવા આદેશ આપ્યો છે. આ ઉપરાંત ખેડૂતોની મદદ માટે ૮૦ લાખ મેટ્રીક ટન ઘઉં ખરીદવાનો નિર્ણય પણ સરકારે લીધો છે.
આ મામલે કૃષિ મંત્રી સૂર્યપ્રતાપસિંઘએ જણાવ્યું હતું કે, અગાઉ સમાજવાદી સરકારે ૪૦ લાખ મેટ્રીક ટન ઘઉં ખરીદવાનો નિર્ણય લીધો હતો પરંતુ યોગી સરકારે આ મર્યાદાને બે ગણી વધારી દીધી છે. આ ઉપરાંત તેમણે ઉમેર્યું હતું કે, ઘઉં ખરીદીના લઘુતમ ટેકાના ભાવ પણ ૧૬૨૫ કરવામાં આવ્યા છે.