ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિ દ્વારા તા. ર8 ને શનિવારે અડાલજમાં આવેલા ત્રિ-મંદિર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા નાણા અને ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઇનો ઋણ સ્વીકાર અને અભિવાદન સમારોહ યોજવાનો છે જે અંગે વિસ્તૃત વિગતો આપવા જે.યુ. ભટ્ટ, પી.પી. ભારદ્વાજ, મહેશભાઇ દેસાણી, ડી.એસ. ધોળકીયા, ઘનશ્યામભાઇ વાધમશી અને શંભુભાઇ પોકરે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
ઉર્જા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓના હિતમાં નિર્ણયો લેવા બદલ બન્ને નેતાઓનું ત્રિ મંદિર ખાતે કરાશે અભિવાદન: કાર્યક્રમમાં અંદાજે 10 હજાર અધિકારીઓ અને કર્મચારીઓ રહેશે ઉ5સ્થિત: જીબીઆ અને એજીવીકેએસની ટીમ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
ગુજ 2ાત રાજ્ય સરકારે દ્વારા ઊર્જા વિભાગના કર્મચારીઓ અધિકારીઓના લાભો હક્કો અને હિતો જેવા કે સાતમા પગારપંચ મુજબ બેઝિકમાં સુધારો કરી તેની અમલવારીથી એરિયર્સ , સાતમાં પગાર પંચના બાકી રહેલ એલાઉન્સ એરિયર્સ, વિદ્યુત સહાયક કેડરનો સમયગાળો પાંચ વર્ષથી ઘટાડી ત્રણ બે વર્ષ ઈંન્ટર કંપની મ્યુચ્યુઅલ અને રિકવેસ્ટ ટ્રાન્સફર પોલિસીથી વાળમાં બદલીનો લાભ, કંપનીમાં ફરજ બજાવતા કર્મચારીઓ / અધિકારીઓ તથા તેમના આશ્રિત માટે મેડિકલ પોલિસીમાં સુધારો અને જેટકોમાં કામના ભારણ મુજબ સ્ટાફ સેટઅપ મંજૂર કરી નવી જગ્યાઓનું સર્જન કરી નવી ભરતી જેવા અનેક કર્મચારી અને અધિકારીના હિતોમાં નિર્ણય લેવામાં આવેલ હોય ત્યારે ઊર્જા વિભાગના સૌથી મોટા યુનિયન અખિલ ગુજરાત વિધુત કામદાર સંઘ અને જીઇબી એન્જીનીયર એશોશીએશનની પણ સરકારની અભિવાદન અને ઋણ ચૂકવાની નૈતિક ફરજ બનતી હોય બંને યુનિયન / એશોશિએશન દ્વારા સંકલન સમિતિના અધ્યક્ષ ગોરધનભાઇ ઝડફિયા અને બંને યુનિયન એસોસિએશનના પ્રમુખોની હાજરીમાં ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાણાં અને ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈ નો આશરે દરા હજાર જેટલા કર્મચારીઓ / અધિકારીઓની હાજરીમાં તા . 28,10,2023 શનિવારના રોજ અડાલજ ખાતે આવેલ દાદા ભગવાન , ત્રિમંદિર ખાતે ઋણ સ્વીકાર અને અભિવાદન કાર્યક્રમનું સંકલન સમિતિ દ્વારા આયોજન કરવામાં આવેલ છે કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે વાસણભાઇ આહીર, સીનીયર કાર્યકારી પ્રમુખ એજીવીકેએસ, મમતા વર્મા (આઇ.એ.એસ), પ્રિન્સીપાલ સેક્રેટરી ઉર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગ, જયપ્રકાશ શિવહરે (આઇ.એ.એસ.) મેનેજીંગ ડિરેકટર જીયુવીએનેઅલ કેતનભાઇ ઇમાનદાર, કાર્યકારી પ્રમુખ એજીવીકેએ અને મનુભાઇ પટેલ, કાર્યકારી પ્રમુખ એજીવીકેએસ તેમજ ગોરધનભાઇ ઝડફીયા, અઘ્યક્ષ ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમીતી અને ભરતભાઇ પંડયા, પ્રમુખ એજીવીકેએસ ઉ5સ્થિત રહેશે.