જૂનાગઢના એક એક કાર્યકર્તાએ ભાજપ નહીં પોતે લડે છે એ ભાવનાથી કામ કર્યું છે ત્યારે આ પરિણામ મળ્યું છે: વિજય રૂપાણી
જુનાગઢ મહાનગરપાલિકા ની ચૂંટણી ના પરિણામો બહાર આવતા પરિણામોએ ભાજપ ને પ્રચંડ બહુમત આપી સત્તા નું શુંકાન સોંપ્યું હતું જવલંત વિજય બાદ આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી એ જૂનાગઢ ખાતે એક ઋણ સ્વીકાર સભા સંબોધી હતી પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કાર્યકર્તાઓની મહેનતને બિરદાવી હતી સાથે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને પ્રચંડ બહુમત મળયૌ હતૌ ૬૦ સીટમાંથી ૫૪ સીટ મળતા આ જીતને વધારવવા અને કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કરવા અને જનતા જનાર્દનનો આભાર માનવા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સાથે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે જુનાગઢ બાઉદીન કોલેજ ખાતે આવી પહોંચ્યા હતા ઉપસ્થિત ભાજપના આગેવાનોએ ફૂલહાર અને મોમેન્ટો આપી તેમનું સ્વાગત કર્યું હતું સ્વાગત બાદ જીતુભાઈ વાઘાણી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઋણ સવિકાર સભા સંબોધી હતી જીતુભાઈ વાઘાણી પોતાના વક્તવ્યમાં કહ્યું કે જુનાગઢ છેલ્લા શ્વાસ લેતી કોંગ્રેસને એનું સ્થાન બતાવ્યું છે વિધાનસભા ચૂંટણી વખતે ભાજપથી નારાજ જનતાએ લોકસભા અને મહાનગરપાલિકા ચૂંટણીમાં સાટુવાળી દીધું છે મુખ્યમંત્રીએ પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે કોંગ્રેસની હાર એ એમની માનસિકતા ની હાર છે પ્રજાએ ગંદી રાજનીતિ ને જાકારો આપી વિકાસ પસંદ કર્યો છે ચૂંટણીમાં પસંદગી વખતે પક્ષના ટિકિટ વાંછુઔ ચોક્કસ નારાજ થયા હશે પરંતુ પ્રચાર વખતે પોતે ચૂંટણી લડે છે તેવું જૌમ બતાવ્યું છે ચૂંટણીમાં જીત અપાવી પ્રજાએ તેમની ફરજ અદા કરી છે હવે આપણો વારો છે પ્રજાએ મુકેલા વિશ્વાસ પંર ખરા ઉતરી જૂનાગઢનો વિકાસ કરવાનો છે દરેક જ્ઞાતિ જાતિ ના ભેદભાવ ભૂલી સૌનો સાથ સૌનો વિકાસ ના મંત્ર ને સાર્થક કરવાનો પ્રજાએ કોંગ્રેસને સમ ખાવા એક સીટ આપી છે તે જોઈ સુધરે તો સારું વોર્ડ નંબર આઠમાં ચોક્કસ અમારી ભૂલો રહી હશે જેને સુધારવા અમે પ્રયત્ન કરીશું જીતેલા તમામ ઉમેદવારોને અભિનંદન સાથે સન્માનિત કરી કાફલો સરદાર પટેલની પ્રતિમા પાસે પહોંચ્યો હતો ત્યાં સરદાર પટેલની પ્રતિમાને હારતોરા કરી તમામ જીતેલા ઉમેદવારોને નગરસેવક તરીકેના શપથ લેવડાવ્યા હતા