વિશ્વ સુપ્રસિધ્ધ સોમનાથ મંદિર કરોડો લોકોનું આસ્થાનુ પ્રતીક છે . બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ એવા સોમનાથ મહાદેવને 400 કિલો કેરીના રસનો અભિષેક તથા કેરીનો શણગાર કરવામાં આવ્યો હતો. અમદાવાદના ઈસનપુરમાં રહેતા અને સોમનાથ મહાદેવના ભક્ત અવનીશભાઇ નાગોરીએ ગીરની મશહુર કેસર કેરીનો મનોરથ કર્યો હતો. પોતાની કરોડરજ્જુની સર્જરી સફળ રહેતા અવનીશભાઇએ પોતાની માનતા પૂરી કરવા માટે આ મનોરથ કર્યો હતો. કેરીના અભિષેકના આ અદભુત દ્રશ્યો જોઈને ભક્તો ભાવવિભોર બન્યા હતા.

અવનીશભાઇ અને તેનો પરિવાર વર્ષમાં ચાર-પાંચ વાર સોમનાથ દર્શને આવે છે. વર્ષ 2013માં તેની કરોડરજ્જુની સર્જરી કરવામાં આવી હતી. તે સર્જરી સુખરૂપ પાર ઉતરવા માટે તેઓએ સોમનાથ મહાદેવની માનતા માની હતી. અગાઉ સોમનાથ મહાદેવની આરતી દરમિયાન તેમણે મનોમન સંકલ્પ કર્યો હતો કે, હું સોમનાથ મહાદેવની કેરી મનોરથની પૂજા કરીશ. જે અંતર્ગત સવારે 11 વાગ્યે કેસર કેરીના રસનો અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 12 વાગ્યા પછી ભક્તો માટે દર્શન ખુલ્લા મુકવામાં આવ્યા હતા.

4 51

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.