કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીનાં અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં વિધાનસભાની પેટાચૂંટણી,  નવું સંગઠન માળખું અને મંત્રીમંડળનાં વિસ્તરણની વિસ્તૃત ચર્ચા: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિ

પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં આજે સવારથી ગાંધીનગર સ્થિત કમલમ ખાતે બેઠકનો ધમધમાટ ચાલી રહ્યો છે જેમાં નવા સંગઠન માળખું, મંત્રીમંડળનું વિસ્તરણ અને પેટાચુંટણી સહિતનાં મુદ્દે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. પ્રમુખ માટે હાલ પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડફીયા, શંકરભાઈ ચૌધરી અને પ્રફુલભાઈ પટેલનાં નામોની ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી ૧૦ બેઠકો માટે આગામી સપ્ટેમ્બર માસમાં સંભવિત પેટાચુંટણી યોજાય તેવા સંકેતો રાજય ચુંટણી પંચ દ્વારા આપી દેવામાં આવ્યા છે. ભાજપે ચુંટણીની તૈયારીઓ પણ આરંભી દીધી છે. ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે આજે યોજાયેલી બેઠકમાં પેટાચુંટણી સહિતનાં મુદ્દે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. ભાજપે ચુંટણીની તૈયારીઓ જોરશોરથી આરંભી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. આગામી દિવસોમાં પક્ષનાં વિવિધ કાર્યક્રમો અને ચુંટણીલક્ષી કાર્યવાહીની પણ જાહેરાત કરવામાં આવશે. પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ઉપરાંત પ્રદેશ ભાજપ મહામંત્રીઓ, કોર કમિટીના સભ્યો અને પ્રદેશ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાજયસભાની ચુંટણી પૂર્વે કોંગ્રેસનાં ૮ ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા હતા જે પૈકી ૫ ધારાસભ્યોએ શનિવારે વિધિવત રીતે કેસરીયો ખેસ ધારણ કરી લીધો છે. સોમા ગાંડા, પ્રવિણ મારૂ ‚અને મંગળગાવિતે કેસરીયા કર્યા નથી. ગત સપ્તાહે રાજય ચુંટણીપંચ દ્વારા એવા નિર્દેશ આપી દેવામાં આવ્યા છે કે, રાજયમાં ખાલી પડેલી વિધાનસભાની ૧૦ બેઠકો માટે આગામી સપ્ટેમ્બર માસમાં પેટાચુંટણી યોજાશે જયારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાની ચુંટણી પણ સમયસર જ યોજાશે. સત્તાધારી પક્ષ ભાજપે ચુંટણીની તૈયારીઓ આરંભી દીધી છે.

IMG 20200629 WA0146

આજે સવારે ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ ‚રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વિધાનસભાની ૧૦ બેઠકો માટે આગામી દિવસોમાં યોજાનારી પેટાચુંટણી તથા ભારતીય જનતા પાર્ટી દ્વારા અપાનાર વિવિધ કાર્યક્રમો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી ભાજપનાં સંગઠન માળખાની નવી રચના કરવા માટેનો ધમધમાટ પણ ચાલી રહ્યો છે પરંતુ એક યા બીજા કારણોસર નવા સંગઠન માળખાની નિમણુક સતત પાછી ઠેલાઈ રહી છે. પેટાચુંટણીની ચર્ચા સાથે નવા સંગઠન માળખાની પણ ચર્ચાઓ કરવામાં આવે હોવાનું જાણવા મળી રહ્યું છે. પેટાચુંટણીનાં આડે હવે ગણતરીનાં જ મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે એક શકયતા એ પણ ચાલી રહી છે કે, વર્તમાન સંગઠન માળખાને પેટાચુંટણી અને ત્યારબાદ સ્થાનિક સ્વરાજયની ચુંટણી સુધી યથાવત રાખવામાં આવે જો સંગઠન માળખામાં ફેરફાર કરવામાં આવશે તો તે આગામી એકાદ પખવાડિયામાં જાહેર કરી દેવામાં આવે તેવી પણ શકયતા પણ વ્યકત કરાઈ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજયસભાની ચુંટણી પૂર્વે કોંગ્રેસનો સાથ છોડી ધારાસભ્યપદેથી રાજીનામું આપી દેનાર ૮ પૈકી ૫ ધારાસભ્યોએ શનિવારે વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ કરી લીધો છે જેમાં બ્રિજેશ મેરજા, પ્રદ્યુમનસિંહ જાડેજા, જે. વી. કાકડીયા, અક્ષય પટેલ, જીતુભાઈ ચૌધરીએ ભાજપમાં જોડાઈ ગયા છે તો બીજી તરફ પક્ષમાં જ આંતરીક અસંતોષ હોવાનાં કારણે સોમા ગાંડા, પ્રવિણ મારુ અને મંગળ ગાવિતને ભાજપે હાલ કેસરીયા કરાવ્યા નથી. પેટાચુંટણીમાં જો કોંગ્રેસમાંથી આવેલા પૂર્વ ધારાસભ્યને ટીકીટ આપવામાં આવશે તો પક્ષમાં અસંતોષની આગ ચરમસીમાએ પહોંચી જાય તેવી પણ સંભાવના હાલ નકારી શકાતી નથી. હાલ આ તમામ મુદાઓ પર આજે કોર કમિટીની બેઠકમાં ચર્ચા કરાઈ હતી.

નવા સંગઠન માળખાને લઈને પણ લાંબાસમયથી ચાલી આવતી ખેંચતાણનો નજીકનાં દિવસોમાં અંત આવે તેવું લાગી રહ્યું છે જો સંગઠન માળખામાં હાલ કોઈ ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં નહીં આવે તો સ્થાનિક સ્વરાજયની ચુંટણીનાં પરીણામ બાદ નવા હોદેદારોની વરણી કરવામાં આવશે બીજી તરફ મંત્રી મંડળનાં વિસ્તરણની વાતો પણ ચાલી રહી છે જેની પણ આજની બેઠકમાં ચર્ચા થઈ હતી. આગામી દિવસોમાં પેટાચુંટણી, પક્ષનાં વિવિધ કાર્યક્રમો, સ્થાનિક સ્વરાજયની ચુંટણી આવી રહી છે ત્યારે ભાજપની આજની બેઠક ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.