અબતક, રાજકોટ
લીંબડી તાલુકાના ચોકી ગામે જૂના ગામે જૂના મન દુ:ખના કારણે કોળી પરિવાર પર જાખણ ગામના દરબાર જૂથ અને કોળી જૂથ વચ્ચે હુમલો કર્યાની પોલીસમાં સામ-સામી ફરિયાદ નોંધાઇ છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ લીંબડી નજીક ચોકી ગામે રહેતા નાગરભાઇ કાળાભાઇ ભડીયાદરા નામના કર્મચારીએ જાખણ ગામે રહેતા મહાવિરસિંહ મહેન્દ્રસિંહ, રવિરાજસિંહ, ભુપી અને બે અજાણ્યા શખ્સોએ મારમાર્યાની ફરિયાદ નોંધાવી છે.
જૂની અદાલતમાં ખેલાયું ધિંગાણું : પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયું
પોલીસની પ્રાથમિક તપાસમાં નાગરભાઇ ભડીયાદરા ઘરે પરિવાર સાથે હતા ત્યારે તારો હાર્દિક ક્યાં છે તેમ કહી તમામ શખ્સો ઘરે ઘસી આવી મહાવિરસિંહએ પિસ્તોલ કાઢીને કહેલ કે મારી નાખીશ તેમ કરી અન્ય શખ્સે લાકડી અને ધોકા વડે મારમારતા બચાવવા પડેલા પત્નિ હંસાબેન, ભાઇ વિનોદ, અને તેના ભાઇ ભુપતની પત્ની રેખાબેનને માર મારતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.જ્યારે સામાપક્ષે જાખણ ગામના મહાવીરસિંહ ઝાલા, બિરેન્દ્રસિંહ ઝાલા અને મયુરસિંહ ઝાલાને ઘવાયું હતું.
જૂની અદાવતમાં હુમલો કર્યાનું ખૂલતા પોલીસે બંને પક્ષે ગુંનો નોંધી તમામની ધરપકડ કરવા પી.એસ.આઇ. એન.એચ.સોલંકી સહિતના સ્ટાફે તજવીજ હાથધરી છે.