Screenshot 7 18જેતલસરમાં બે વર્ષ પહેલા સરાજાહેર છરીના 34 ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી તેના ભાઈ પર હુમલો કર્યો ’તો

જેતપુરની અદાલતે દિલ્હીના નિર્ભયાકાંડ જેવી ઘટના ગણાવી ફાંસીનો હુકમ કર્યો

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ચકચાર મચાવનાર જેતપુર તાલુકાના જેતલસર ગામે એક તરફી પ્રેમમાં પગલે સગીરાને છરીના 36 ઘા ઝીંકી કરપીણ હત્યા નિપજાવી અને તેને બચાવવા વચ્ચે પડેલા ભાઇ પર હુમલાના ગુનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલી જતા  જેતપુરની  ભરી અદાલતે આરોપીને તકસીરવાન ઠેરવી સાંજે જયેશ પરમાર ને ફાંસીનો હુકમ કર્યો હતો

વધુ વિગત મુજબ જેતપુર તાલુકાના જેતલસર ગામે તા. 16-3-21 ના ધોળે દિવસે એક તરફી પ્રેમમાં પાગલ જયેશ સરવૈયા નામના શખ્સે સૃષ્ટિ રૈયાણી નામની 16 વર્ષીય સગીરા પર છરી વડે તૂટી  34 ઘા ઝીંકીને સગીરાની હત્યા કરવા ઉપરાંત તેણીના ભાઈને પણ છરીના ઘા ઝીંકી દીધી હતી.

પોલીસે હત્યા અને હત્યાની કોશિષનો ગુનો નોંધી જયેશ સરવૈયાની ધરપકડ કરી. પ્રાથમિક પૂછપરછમાં જયેશ ગિરધર સરવૈયાનું હત્યા માટેનું પૂર્વયોજિત કાવતરું રચી ચોટીલા જઈને  છરી ખરીદી લાવ્યો હતો. આ ગુનેગારે છ વર્ષ પહેલા ગામનાજ એક યુવાન ઉપર છરી વડે હુમલો કર્યો હતો. જેની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી. એ.સી.પી. ની નિગરાનીમાં સીટની રચના કરવામાં આવી હતી. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા તપાસના અંતે 216 પેજની આરોપી વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરી હતી.ખાસ પી.પી. તરીકે જનકભાઇ પટેલની નિમણુંક કરી હતી.

ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બન્ને પક્ષોની રજુઆત બાદ  સ્પે.પીપી દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલમાં નિર્ભયા કેશ કરતાં પણ વધુ ભયાનક ઉપસી આવી છે. એક-બે નહીં પણ લગાતાર છરીના 34 ઘા ઝીંકીને સગીરાની હત્યા કરવા ઉપરાંત તેણીના ભાઈને પણ છરીના ઘા ઝીંકી દેતા જો તે કિશોર ભાગી ગયો ન હોત તો તેમની પણ હત્યા કરી નાખી હોત, એ જોતાં આરોપી કોઈ દયા દાખવી ન શકાય. એટલું જ નહીંહતી જ્યારે કેસ પેપરોને ધ્યાને લેતા બનાવ વખત આરોપી તેના માતા-પિતા સાથે રહેતો ન હતો.

પરંતુ તેના મામા ભનુભાઈ સાથે રહેતો હતો. અને  આ કેસમાં 51 સાક્ષીઓને તપાસવામાં આવ્યાં હતાં. જેમાંથી એક પણ સાક્ષી હોસ્ટાઇલ થયો ન હતો  આરોપીની જ્ઞાતિના 2 સાહેદો કરણ અને દિપકે  ફરિયાદ પક્ષને સમર્થન આપતી સંપૂર્ણ જુબાની આપીને કેશ સાબિત કરેલ હોવાથી કોઈ જ્ઞાતિને દબાવી દેવાનો પ્રશ્ન નથી તેવું સ્પેશિયલ પીપી દલીલમાં જણાવ્યું હતું.    દસ્તાવેજી પુરાવા અને હાઇકોર્ટૈ અને સુપ્રિમ કોર્ટની ટાંકેલા ચુકાદા અને સ્પે. પી.પી.. જનકભાઇ પટેલે નરાધમની દેહાંત દંડની સજાની કોર્ટ સમક્ષ રજુઆત કરી હતી.જેતપુર સેશન્સ કોર્ટના જજ આર.આર.ચૌધરીએ આરોપીને તમામ કલમ હેઠળ દોષિત જાહેર કર્યો હતો .

જેમ ગાર્ડીયન તરીકે સુપ્રીમ કોર્ટ સમયાંતરે ચુકાદા આપે છે  .જેતલસરની સગીરાનાના પરિવારજનો માટે ગાર્ડીયન બની છે. સજા બાબતે તેઓએ જણાવેલ કે, સૃષ્ટિની હત્યાના આરોપી જયેશ ગિરધર સરવૈયાને આઇપીસી  302 માં ફાંસી અને રૂ.5 હજાર દંડ, આઇપીસી  449માં 5 વર્ષની સજા અને રૂ.5 હજારનો દંડ, ગુજરાત પોલીસ કલમ 135 અન્વયે 1 માસની સજા રૂ.500નો દંડ. પોકસો એક્ટ અન્વયે 3 વર્ષની સજા અને રૂ.2500 દંડ ફટકાર્યો છે. આ કેસમાં મૂળ ફરિયાદી તરફે એડવોકેટ તરીકે જેતપુર વકીલ મંડળના પ્રમુખ મહાવીર પટેલ માનદ સેવા આપી રહ્યા છે. જ્યારે સ્પેસિયલ પીપી તરીકે જનકભાઈ પટેલ નિમાયેલા હતા.

સજા વિશે મારે કાંઇ કહેવું નથી : આરોપી

આરોપીને કોર્ટે પૂછેલું કે તમારો ગુનો સાબિત માનીએ છીએ તો તમારે સજા વિષે કાઇ કહેવું છે ? ત્યારે આરોપી બિન્દાસ્ત જણાવેલ કે, મારે કાઇ કહેવું નથી. આથી આ ગુનેગારના ચહેરા કે વર્તનમાં ક્યાંય લેશ માત્ર પસ્તાવો દેખાતો ન હતો. પરંતુ તેના વકીલે 2 પેજની મર્સીપિટિશન જેવુ લખી આપેલ છે.  કોર્ટ આ અરજી સાંભળીને અંતિમ ચુકાદો આપવા ઉપર મુકરર કરેલ છે.

પરિવારજનોને ન્યાય મળ્યો, પણ પુત્રી ખોયાનો વસવસો

કોર્ટમાં પોતાની દીકરીની હત્યાના આરોપીને કોર્ટે ફાંસીની સજા ફટકારી ત્યારે મૃતક સગીરાના માતા-પિતા, સ્વજનો અને ગામના મોટા રાજકીય, બિનરાજ્કીય લોકોએ કહ્યું હતું કે, સૃષ્ટિના હત્યારાને ફાંસી મળી તે ન્યાયિક અને રાજીપો થાય તેવી સજા અને વાત છે પણ સમસ્ત ગામે એક દીકરી ખોયાનો રંજ, વસવસો કાયમ રહેશે.

રાજકોટ શહેર-જિલ્લામાં ફાંસીની સજાનો ચોથો હુકમ

શશીકાંત માળીને ફાંસી અપાઈ, એકને સુપ્રીમે આજીવનમાં ક્ધવર્ડ કરી અને એકની અપીલ હાઈકોર્ટમાં પેન્ડીંગ રાજકોટ શહેર-જિલ્લામાં અત્યાર સુધીમાં  ફાંસીની  સજાના  ચાર હુકમો થયા છે.જેમાં શહેરના  ગાયકવાડીમાં ભારતીય મજદૂર સંઘના  હસુભાઈ  દવેના પરિવારના ત્રણ વ્યકિતની હત્યા 1980માં શશીકાંતમાળીએ કરી હતી જેમાં સુપ્રિમ કોર્ટે ફાંસીનો હુકમ  યથાવત રાખતા ફાંસી આપી હતી. કોઠારીયા રોડ વિસ્તારમાં પત્ની અને સંતાનો સહિત પાંચને જીવતા જલાવી દેવાનાં કેસમાં 1999માા વશરામ નરશી રાજપરાને ફાંસીની સજાનો હુકમ કર્યો હતો. જે હુકમ સામે  કરાયેલી અપીલ હાઈકોર્ટે યથાવત રાખી હતી.

જેની સામે સુપ્રિમમાં દાદ માંગતા સર્વોચ્ચ અદાલતે ફાંસીની સજાને આજીવનમાં ક્ધવર્ડ કરી હતી. વર્ષ 2020માં રાજકોટની અદાલતે માસુમ બાળકી પર રેપ કરી મોતને ઘાટ ઉતારનાર શખ્સને ફાંસીની સજા કરી છે.તેની સામેહાઈકોર્ટમાં અપીલ કરી છે. જયારે ચોથી સૃષ્ટી રૈયાણીની હત્યામાં ફાંસીનો હુકમ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.