ફિલ્મજગત માટે આજે એક દુઃખદ સમાચાર આવ્યા. બી આર ચોપડાની મહાભારતમાં ઇન્દ્રદેવની ભૂમિકા ભજવનારા સતિષ કૌલનું 73 વર્ષની ઉંમરે લુધિયાણામાં નિધન થયું. અહેવાલો અનુસાર, તે લાંબા સમયથી માંદગી અને આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેને ભૂતકાળમાં પણ કોરોના ચેપ લાગ્યો હતો. ગુરુવારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને શનિવારે તેમનું અવસાન થયું હતું.

સતિષ કૌલ આર્થિક રીતે પરેશાન હતા

સતિષને છેલ્લા કેટલાક દિવસોથી તાવ હતો. એક અહેવાલ મુજબ, સતિષની બહેન સત્યા દેવીએ જણાવ્યું કે, તેમને છેલ્લા 5-6 દિવસથી તાવ હતો. ગુરુવારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા. તેને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો. ગયા વર્ષે PTIને આપેલા ઇન્ટરવ્યુમાં સતીષે કહ્યું હતું કે, “એક કલાકાર તરીકે તેમને ઘણો પ્રેમ મળ્યો છે, પણ અત્યારે મારે લોકોની મદદની જરૂર છે.” એક એવા પણ અહેવાલો છે જેમાં સતિષ કૌલ વૃદ્ધાશ્રમમાં રહે છે, તેવું જણાવ્યું છે. જોકે તે સમયે સતિષ કૌલ પોતે જ કહ્યું હતું કે આવા અહેવાલો એક ફક્ત અફવા જ છે અને તે લુધિયાણામાં ભાડે મકાનમાં રહે છે. જણાવી દઈએ કે 2011માં તે મુંબઇથી પંજાબ પાછા ફર્યા હતા, અને તેની આર્થિક સ્થિતિ સારી ન હતી. સતિષ કૌલે કહ્યું હતું કે, “લોકડાઉનને કારણે તેની આર્થિક સ્થિતિ કથળી છે.” ઇન્ટરવ્યુ દરમિયાન સતીશે કહ્યું હતું કે દવાઓ અને રેશન જેવી સામાન્ય જરૂરિયાતો માટે તેની પાસે પૈસા નથી.

વર્ષ 2015 માં, સતિષ કૌલને પાછળના હાડકામાં ફ્રેક્ચર થયું હતું, જેના કારણે તે લગભગ અઢી વર્ષ પથારીમાં રહ્યા હતા. આવી સ્થિતિમાં તેની આર્થિકપરીસ્થિતિ ખરાબ હતી. સતિષ કૌલની કારકિર્દી વિશે વાત કરીએ તો તેણે ‘પ્યાર તો હોના હી થા’, ‘આન્ટી નંબર 1’ સહિત 300 જેટલી હિન્દી અને પંજાબી ફિલ્મોમાં કામ કર્યું હતું. સતિષ કૌલને ‘મહાભારત’માં ભગવાન ઇન્દ્રના પાત્ર દ્વારા લોકપ્રિયતા મળી હતી. આ સાથે, તેને ‘વિક્રમ અને વેતાળ’મા પણ કામ કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.