ચૌધરીએ જીવનપર્યત સામાજીક સમરસતા માટે કામ કર્યું: મોદી
વડાપ્રધાન મોદી, મુખ્યમંત્રી યોગીએ વ્યકત કર્યો શોક
વારાણસી લોકસભા બેઠકનાં સાંસદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રસ્તાવક ડોમ રાજા જગદીશ ચૌધરીનું ૪૫ વર્ષની વયે અવસાન થયું છે. તેમના મણીકણીકા મહા સ્મશાન ઘાટ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.વડાપ્રધાન નરનેદ્ર મોદી તથા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ શોક વ્યકત કર્યો હતો. જગદીશ ચૌધરી ૨૦૧૯ની લોકસભા ચૂંટણી વારાણસી બેઠક પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રસ્તાવક હતા.
વડાપ્રધાન મોદીએ જગદીશ ચૌધરીના અવસાન અંગે શોક વ્યકત કરી જણાવ્યું કે વારાણસીના ડોમ રાજા જગદીશ ચૌધરીના અવસાનથી મને બહુ દુ:ખ થયું છે. તેઓ કાશીની સંસ્કૃતિમાં રચ્યા પચ્યા હતા અને ત્યાંની સનાતન પરંપરાના સંવાદ્ક હતા
તેમણે જીવન પર્યત સામાજીક સમરસતા માટે કામ કર્યું હતુ ભગવાન તેમના આત્માને ચીર શાંતિ અર્પે અને તેમના પરિવારજનોને આ દુ:ખ સહન કરવાની શકિત આપે.
જગદીશ ચૌધરીના અવસાન અંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ જણાવ્યું હતુ કે ડોમ રાજા માત્ર બનારસ માટે જ નહીં આધ્યાત્મિકની દ્રષ્ટિએ પણ ખૂબજ મહત્વના હતા હિન્દુ ધર્મમાં છૂત અછૂત સમાપ્ત કરવાના ઉદેશથી મહંત અવૈધનાથજીએ ડોમ રાજાના ઘરે સાધુઓ સાથે ભોજન કરી સહભોજનની શરૂઆત કરી હતી.
તમને એ જણાવીએ કે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના ચાર પ્રસ્તાવક હતા તેના ડોમ રાજા જગદીશ ચૌધરી, બીએચયુના મહિલા મહાવિદ્યાલયનાં પૂર્વ આચાર્ય ડો. અન્નપૂર્ણા શુકલા, જનસંઘના સમયથી જોડાયેલા ભાજપના વરિષ્ઠ કાર્યકર સુભાષ ગુપ્તા અને કૃષિ વૈજ્ઞાનિક ડો. રામશંકર પટેલ હતા.
પ્રસ્તાવક બાદ જગદીશ ચૌધરીએ શું કહેલું?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રસ્તાવક બન્યા બાદ ડોમરાજા જગદીશ ચૌધરીએ જણાવ્યું હતુ કે પહેલી વખત કોઈ રાજકીય પક્ષે અમારી ઓળખ કરી છે. અમને મહત્વ આપ્યું છે. અને એ પણ વડાપ્રધાને અમે વર્ષોથી સહન કરતા આવ્યા છીએ જો કે હવે અમારી હાલત હવે સુધરી છે. પણ સમાજમાં અમારી ઓળખ થઈ નહતી હવે વડાપ્રધાન ઈચ્છશે તો અમારા દશાદીશા બે જરૂર સુધરશે.