વીજ કર્મીના મોત પાછળ બેદરકારી કોની ? તપાસ ચલાવવાની માંગ
ચુડાના ગોખરવાળા ગામે ખેતીવાડી ફિડરમાં ખામી સર્જાતા બીટી કપાસના પાકને પીયતની જરૂર પડતા ખેડૂતોએ કચેરીમાં જાણ કરી હતી. જેના રિેપરિંગ માટે ઈલેક્ટ્રીકલ આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા રણજીતભાઈ એમ.ગેલડીયાએ વીજ કર્મચારીઓ સો આવી મુખ્ય વીજ કચેરીી એલ.સી લઈ રિપેરીંગની કામગીરી શરૂ કરી હતી.વીજ કર્મચારીઓ વીજ પોલ પર ચડી રિપેરીંગની કામગીરી કરી રહ્યા હતા ત્યારે અચાનક જ વીજ પુરવઠો શરૂ ઈ ગયો હતો. વીજ શોક લાગતા ઈ.આસીસ્ટન્ટ આર.એમ.ગેલડીયા વીજ પોલ ઉપરી નીચે પટકાતા તેમનું મોત યું હતું.
ઉલ્લેખનીય છે કે તા.૨મેના રોજ ચુડા-સાયલાની હદ વચ્ચે ટીસી ફેરવતાં ખાનગી કોન્ટ્રાક્ટરના મજૂર પણ વીજ પ્રવાહ શરૂ તા મોત નીપજ્યું હતું. બે મહિનામાં એલસી લેવા છતા અચાનક વીજ પ્રવાહ શરૂ વાી ૨ કર્મીના મોત નિપજતાં વીજ લાઈન પર કામ કરતા વીજ કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.
એલસી લીધી તો પ્રવાહ કેવી રીતે ચાલુ થયો?
વીજ કર્મીઓ રિપેરીંગ વખતે તે લાઈનમાં એલસી લઈ બંધ કરી દેતા હોય છે.કામ પૂર્ણ યા બાદ ફોન કરી કચેરીમાં જાણ કર્યાં પછી જ તે લાઈનમાં વીજ પાવર શરૂ કરે છે.આ અંગે ચુડા પીજીવીસીએલના નાયબ કાર્યપાલક ઈજનેર જે.જી.મકવાણા સો ટેલીફોનીક વાતચીત કરવાનો પ્રયાસ કરાયો છતાં ફોન રિસીવ કરવાની તસ્દી લીધી નહોતી.