રાજકોટના મેટોડામાં અઠવાડિયા પૂર્વે એક રૂમમાં સાથે રહેતા મિત્ર એ ભાઈ રાત્રિના સમયે રસોઈ બનાવી રહ્યા હતા તે વેળાએ ગેસના બાટલા માંથી લીકેજ થતા બંને દાઝી ગયા હતા.જેમાં બંનેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જેમાં ગઈકાલે એક યુવાનનું મોતની નીપજતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.જ્યારે બીજા બનાવમાં રાજકોટમાં રહેતા અને જામનગર તેના પુત્રના ઘરે વેકેશન કરવા માટે ગયેલા મહિલાને ગઈકાલે દીવો કરતી વેળાએ દાઝી જતા તેમને સારવાર માટે રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા મોતની નિપજ્યું હતું. જેથી હાલ પોલીસ બંને અકસ્માતની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
જામનગરમાં પુત્રના ઘરે વેકેશનમાં ગયેલા મહિલા દીવો કરતી વેળાએ દાઝી જતાં મોત
પ્રથમ બનાવની મૂર્તિ માહિતી મુજબ મેટોડા જીઆઇડીસીમાં આવેલા ગેટ નંબર ત્રણમાં સીમ કાસ્ટિંગમાં કામકાજ કરતા અને ત્યાંના જ રૂમમાં ભાડે રહેતા મૂળ એમ.પી ના અને હાલ રાજકોટ રહી કામ કાજ કરતા ગોરેલાલ હિરેનભાઈ કોલ અને તેના પિતરાઈ ભાઈ અંકિતભાઈ સુરેશભાઈ કોલ ગત તા.૧૮ ના રૂમમાં રાત્રીના રસોઈ બનાવી રહ્યા હતા તે સમયે ગેસના બાટલામાં અકસ્માતે લીકેજ થતા હોવાના કારણે આગ લાગતાં બંને દાઝી ગયા હતા.જેથી બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જેમાં ગઈકાલે અંકિતભાઈ સુરેશભાઈ કોલનું સારવાર દરમિયાન મોતની નિપજ્યું છે. જ્યારે ગોરેલાલભાઈ હાલ સારવાર માં છે.બનાવ મામલે પોલીસે મોઢ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.
અન્ય બનાવની વિગતો મુજબ રાજકોટમાં શાસ્ત્રીનગરમાં રહેતા નયનાબેન ભરતભાઈ ખાણદર નામના ૪૪ વર્ષીય મહિલા તેમના જામનગર રહેતા પુત્રને ત્યાં વેકેશન કરવા માટે ગયા હતા.ત્યારે ગઈકાલે દીવો કરતી વેળાએ તે દાઝી જ્યાં તેણીને સારવાર માટે જામનગર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.બનાવથી પરિવારમાં હાલ શોકનું મોજું ફળી વળ્યુ છે.