સગીર નાહવા ગયો ત્યારે આચકી ઉપાડતા પાણી માથે પડતા દુર્ઘટના સર્જાઈ
રાજકોટમાં ચુનારાવાડ વિસ્તારમાં રહેતો સગીર ગઈકાલે મેટોડા ખાતે તેના મામાના ઘરે ગયો હતો ત્યારે તે નાહવા માટે બાથરૂમ માં ગયો તે સમયે ગરમ પાણી નળમાંથી ચાલુ કર્યા બાદ તેને આંચકી બીમારી હોવાથી તે સમયે આંચકી ઉપાડી જ્યાં બેભાન થઈ ગયો હતો અને ગરમ પાણી તેના પેટમાં ભાગે પડતા તે ગંભીર રીતે ઘવાયો હતો.જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં અરેરાટી પ્રસરી જવા પામી છે.
બનાવની મળતી મુજબ ચુનારાવાડમાં આવેલા લાખાજી રાજનગરમાં રહેતા વિશેષ વિજયભાઈ ચોહાણ નામનો 16 વર્ષીય સગીર ગઈકાલે તેના મામા બાબુભાઇને ત્યાં મેટોડા ખાતે ગયો હતો
ત્યારે તે લાવવા માટે બાથરૂમમાં ગયો તે સમયે તેને ગરમ પાણી માટે નળ ચાલુ કર્યો હતો અને તેને આંચકીની બીમારી હોવાથી તે સમયે તેને આંચકી આવી જતા તે બેભાન થઈ બાથરૂમમાં જ ઢળી પડ્યો હતો તે સમયે ગરમ પાણી તેના શરીર પણ પડતા તે ગંભીર રીતે દાઝી ગયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં અરેરાટી પ્રસરી જવા પામી છે. બનાવી પોલીસને થતા લોધીકા પોલીસ હોસ્પિટલે દોડી જઈ પ્રાથમિક કરતા જાણવા મળ્યું હતું કે મૃતકે ધોરણ 10 નો અભ્યાસ કર્યા બાદ મજૂરી કામ કરવા લાગ્યો હતો. હાલ તેના મોતથી પરિવારમાં અરેરાટી પ્રસરી જવા પામી છે.