- સોમવારે સાંજે છ કલાકે એસ.એસ.જી.હોસ્પિટલના બિછાને અંતિમ શ્વાસ લીધો
- બાળકી સાથે નરાધમે અમાનવીય કૃરતા આચરતા બાળકીની હાલત નાજુક બની હતી
ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે દુષ્કર્મનો ભોગ બનેલી માસૂમ દીકરી સાત દિવસની સારવાર બાદ જિંદગી હારી ગઈ છે. ત્યારે વડોદરાની સયાજી હોસ્પિટલમાં સોમવારે સાંજે તેને અંતિમ શ્વાસ લીધો હતો. અને બીજી તરફ ચકચારી દુ-ષ્કર્મના મામલામાં નરાધમ આરોપીને સોમવારે કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે આરોપીના વધુ સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ભરુચના ઝઘડિયા વિસ્તારમાં દુ-ષ્કર્મનો ભોગ બનેલી 10 વર્ષીય બાળકીનું સયાજી હોસ્પિટલમાં સારવાર બાદ 2 કાર્ડિયાક એરેસ્ટ થતા મો*ત થયું હતું. તેમજ બાળકી સાથે જધન્ય ઘટના બની હોય અને સારવાર માટે લવાય હોય તેવો સયાજી હોસ્પિટલના ઇતિહાસમાં પ્રથમ કિસ્સો હતો.
બાળકીનું મો*ત થયું
ઝઘડિયા GIDC માં આઠ દિવસ પહેલા દુ-ષ્કર્મનો ભોગ બનેલી 10 વર્ષીય બાળકીનું વડોદરાની SSG હોસ્પિટલમાં સોમવારે તારીખ 23 ડિસેમ્બરની સાંજે સારવાર પછી 2 કાર્ડિયાક એરેસ્ટ થતા મૃત્યુ નીપજ્યું હતું. ત્યારબાદ મધ્યરાત્રે સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. ત્યારબાદમાં 1.58 કલાકે 108 એમ્બ્યુલન્સ મારફતે તેમના દે-હને મૂળ વતન ઝારખંડ ખાતે લઈ જવામાં આવ્યો હતો.
પડોશીએ હવસનો શિકાર બનાવી હતી
ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDCમાં 10 વર્ષની બાળકી સાથે પાડોશીએ જ હેવનિયતની હદ વટાવી દુષ્કર્મ આચાર્ય હતું.
સારવાર દરમિયાન મો*ત થયું
શિકાર બનેલી બાળકીને સૌ પ્રથમ બે ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યાં 10 નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા તેની સારવાર કરવામાં આવી હતી. આ દરમિયાન સોમવારે બાળકીની હાલત નાજુક થઈ હતી અને બે વખત કાર્ડિયાક એરેસ્ટ આવતા બાળકી મૃ-ત્યુ પામી હતી.
રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા
દુ-ષ્કર્મના સમય અન્ય કોઈની મદદ લીધી હતી કે કેમ, તેણે રેકી માટે કોઈને સાથે રાખ્યો હતો કે કેમ, તેણે ઘટના પહેલા અને બાદમાં તેના મોબાઈલથી કોની કોની સાથે વાતચીત કરી, કયા પ્રકારની વાતચીત કરી, તે સહિતની વિગતો મેળવવા તેના CDR મેળવી તેના આધારે તપાસ કરવા માટે 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા.
કડક સજા કરવામાં આવશે
સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને કોર્ટે આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યા છે. હાલ તો પોલીસ દ્વારા પણ આ નરાધમને કડકમાં કડક સજા થાય તે દિશામાં તમામ પાસાઓની તપાસ અને પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.