ઇજાગ્રસ્તો માટે બચાવ કામગીરી શરૂ: નજીકની હોસ્પિટલમાં ખસેડાયા
નાસિક જીલ્લામાં સર્જાયેલા કમકમાટી ભર્યા ગમખ્વાર અકસ્માતમાં પુરપાટ ઝડપે આવેલી એસ.ટી. બસ ઓટો રીક્ષા સાથે ધડાકાભેર ભટકાઇ ને બન્ને વાહનો રસ્તાની બાજુમાં આવેલા કુવામાં ખાબકતા ર૦ના ઘટના સ્થળે મોત અને ૧૮ ને ઘાયલ કરનાર આ અકસ્માતે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચાવી દીધો હતો.
નાસિક જીલ્લા વહીવટી તંત્ર દ્વારા મંગળવારે સર્જાયેલા અકસ્માતની જાહેર થયેલ વિગતો મુજબ ઉત્તર મહારાષ્ટ્રના માલેગાંગ દિયોલા ધોરી માર્ગ પર નાસીકથી ર૦૦ કી.મી. દુર ફાટા નજીક આ કરુણ અકસ્માત સર્જાયો હતો.
પુરપાટ ઝડપે ધસી આવેલી એસ.ટી. બસે ઓટો રીક્ષાનો કચ્ચર ધાણવાળી દેતા રીક્ષામાં બેઠેલા તમામ સાત લોકોના ઘટના સ્થળે જ મોટત નિપજયા હતા ઘવાયેલા મોટાભાગના લોકો બસમાં બેઠા હતા.
રીક્ષાને ટકકર મારીને બન્ને વાહનો રસ્તા નજીકના કુવામાં ખાબકયા હતા. આ અકસ્માતમાં ઓછામાં ઓછા ર૦ લોકોના મૃત્ય નિપજયા ની દહેશત વ્યકત કરવામાં આવી છે. કુવામાંથી બન્ને વાહનોના ભંગાર અને ફસાયેલા લોકો અને મૃતદેહ બહાર નીકળે ત્યારબાદ તારાજીનો સાચો આંકડો બહાર આવશે.
અકસ્માતનો જોરદાર ધડાકો સાંભળીને રસ્તે નીકળતા વાહનો રોકાઇ ગયા હતા. અને આસપાસના લોકોએ તાત્કાલીક બચાવ રાહત કામગીરી શરુ કરી હતી. બસે રિક્ષાને એટલી જોરદાર ટકકર મારી હતી કે બન્ને વાહનો ઉંડા કુવામાં તળીયે સુધી ફસાય ગયા હતા. બસની પાછળ બેઠેલા કેટલાંક મુસાફરો ચમત્કારથી બચી ગયા હોવાનું જાણવા મળ્યું છે આ મૃત્યુ આંક ર૦ થી પણ વધુ થાય તેવી દહેશત વ્યકત કરવામાં આવી છે.