મૃત્યુ મળવું એ સમયની વાત છે, પણ સારા કર્મો થકી મૃત્યુ બાદ પણ જીવિત રહી શકો, મૃત્યુ જેટલું મોટું પૂર્ણ વિરામ કોઇ નથી
મૃત્યુ સમયે ગરૂડ પુરાણમાં જણાવ્યા મુજબ બે આંખ, નાકના બે છેદ, બે કાનના છેદ, મોં તેમજ મળ-મુત્ર વિસર્જન દ્વારા જેવા છિદ્રોમાંથી જીવ નિકળે છે
જન્મ અને મૃત્યુ સંસાર યાત્રાના બે પડાવ છે, અને આ વચ્ચેનો ગાળો એટલે આપણું જીવન આ વચ્ચેના ગાળામાં જ માણસ સુખ કે દુ:ખ, મોહ-માયા વિગેરેમાં ગુચવાઇને સમય વ્યતિત કરે છે. જો મનુષ્યને જન્મ અને મૃત્યુ નિશ્ર્ચિત છે એ વાત અમનીય તો જીવનનાં બધા રહસ્યો
સમજાય જાય છે. સિકંદરે કહ્યું હતું કે મારા મૃત્યુ બાદ અંતિમ યાત્રા મારા હાથ બહાર લટકતા રાખજો, આ પ્રસંગનો એટલો જ સંદેશ કે મૃત્યુ બાદ જ સાથે આવતું નથી કે લઇ જઇ શકાતું નથી. અંતિમ સમયે આંતરિક તત્વો, આત્મજ્ઞાન, પ્રસન્નતા અને શાંતિ જ સાથે રહે છે.
અમેરિકાના મશહુર કોમેડીયન વુડી એલને કહેલું કે જીંદગી અને મોત વચ્ચે લાંબો તફાવત નથી. માણસે જો લાંબુ જીવન જીવવું હોય તો આ તફાવત સ્વીકારી લેવો જોઇએ, જૈન ધર્મ પ્રમાણે આત્માએ અમર છે અને કયારેય મૃત્યુ પામતો નથી. આ શાસ્ત્રોમાં મૃત્યુના ૧૭ વિવિધ પ્રકારો વર્ણવાથી છે જેમાં આ કામ મરણ અને સકામ મરણને મહત્વના ગણ્યા છે.
મૃત્યુ સમયની ક્ષણ સમયે આપણી પાસે આ દુનિયા પર આપણે વિતાવેલો સમય જ હોય છે. મૃત શૈયાએ પડેલો માણસ ભૂતકાળની વાતો યાદ કરીને ખડખડાટ હસી શકે તો સમજવું કે તેનું જીવન સાર્થક છે, આપણાં સુકર્મોની પ્રત્યેક ક્ષણો મૃત્યુના અંતિમ શ્ર્વાસ સુધી આપણને યાદ રહે છે, માનવ અવતાર ધારણ ધારણ કરીને ખુદ કૃષ્ણ આટલું શ્રેષ્ઠ જીવન જીવ્યા હોય તો એ જ પૃથ્વી પર આપણી જીવન વાર્તા પણ શ્રેષ્ઠ હોવી જોઇએ.
હાલના કોરોના મહામારી આપણે કે આસપાસ ઘણા મૃત્યુ જોયા હશે. એઇડસ, કેન્સર, ટી.બી. જેવા અસાઘ્ય રોગોમાં લાંબો સમય તડફડતા મૃત્યુ પણ જોયા છે. કયારેય પ્રશ્ર્ન થાય કે આખા શરીરમાં નળીઓ ખોસીને જી બચાવવાની યાતના કરતા તો ‘હાર્ટ એટેક’ સારૂન એક સેક્ધડમાં ફટાકડો ફૂટી જાય એવું લગભગ બધા વિચારતા થયા છે. ચાલુ સાલે વૈશ્ર્વિક મૃત્યુ આંકમાં હ્રદય રોગ, રોડ એકસીડન્ટ જેવા મૃત્યુ ટોપ-પમાં સમાવેશ થઇ ગયો છે. સારા કર્મો કરવાથી સારૂ મૃત્યુ પણ આપણે ઘણીવાર જોયા હશે. પણ જયારે આપણે આપણાં જ પરિવારનાં જ કર્મનિષ્ઠનું મૃત્યુમાં પણ ખાટી ગયો અમુક કિસ્સામાં તો પારાવાર મુશ્કેલીમાં હિંમત હારી ગયેલા આપઘાત પણ કરે છે. ઘણા કિસ્સાઓમાં આપણે પણ તેનું કમો તે મોત થયું તેવો શબ્દ બોલીએ છીએ.
ભગવત ગીતામાં પણ મૃત્યુનો શોક નકામો છે તેવી વાત કરી છે, નરસિંહ ભગતે સ્ત્રીને પુત્રના મૃત્યુ વખતે ઇશ્ર્વરની ઇચ્છામાં આનંદ માનીને ગાયું કે ‘ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાલ! ’ મૃત્યુ બાદ રોવાને કુટવાની પ્રથા આપણે ત્યાં સર્વ સાધારણ છે. મૃત્યુ બાદ ૧ર દિવસની વિધિ જેવી વિવિધ પરંપરાઓ આપણે નિભાવીએ જ છીએ, દરેક માનવી કોઇને કોઇ મરણના સાક્ષી બન્યા હોય જ છે, પૃથ્વી પર એક પણ ઘર એવું ન મળે કે જયાં કદી કોઇ રહ્યું ના હોય, મૃત્યુનું રહસ્ય સમજતાં જ મૃત્યુનો ભય ઉડી જાય છે. આપણી ટીકા થાય તો આપણે જીવતાં છીએ, બાકી મરણ પછી વખાણ જ થવાના છે.
એક વાયકા અનુસાર યમરાજ આપણને મૃત્યુ પહેલા ચાર સંકેતો આપીને ચેતવણી આપે છે કે તારો અંત નજીક છે. આ સંદેશામાં વાળ સફેદ થવા, દાંત પડી જવા, શરીરના અંગોમાં નબળાઇ આવવી અને કમરથી શરીર લચી જવું, આજની સદીમાં અંતિમ સંસ્કારમાં હાજર ન રહેનાર ટેકસ મેસેજથી સાંત્વના પાઠવે છે. હાલ કોરોનાને કારણે ટેલીફોનીક બેસણાંનો નવો યુગ શરૂ થયો છે. મૃત્યુ બાદ પરિવાર પર આવી પડેલી મુશ્કેલીમાં સાંત્વના, સથિયારોના શબ્દો વ્યકિતને દુ:ખ સહન કરવાની શકિત આપે છે.
આજની ર૧મી સદીમાં મૃત્યુનું વિજ્ઞાન સાથે આત્મ અને પુર્નજન્મ જેવી વાતો પણ થાય છે. મૃત્યુ શું છે, પછીશું, અનેા અનુભવો કોણ કહે કે મૃત્યુ સમયે શું હોય જેવા અનુત્તર પ્રશ્ર્નો દરેકના મનમાં ઉદભવતા હોય છે. ખાસ સ્મશાન કે આપણાં પરિવાર મૃત્યુ થાય તે ગાળામાં વધુ થાય પછી રૂટીંગ કાર્યમાં જોડાતા બધુ જ ભૂલી જવાય છે. ૧૯૮૦ના ગાળામાં વિશ્ર્વના ઘણા દેશોએ મૃત્યુ પર સંશોધન કરાયા હતા. મનોવિજ્ઞાન પ્રોફેસર શેલ્ડને જણાવેલ કે ‘આપણે બાકી જીવોની જેમ જ શ્ર્વાસ લેતા, ભોજન લેતા, મળ ત્યાગ કરતા અને પોતાના વિશે જાણનારા માંસના લોચાજ છીએ, જે ગમે ત્યારે ખતમ થઇ શકે છે’
આપણાં વિચારો મૃત્યુની સચ્ચાઇ પર કેવો પ્રભાવ પાડે છે તે વિષયક હજારો પ્રયોગો થયા છે. આના તારણોમાં આપણને તેની અનુભૂતિ થાય છે પણ આપણે ગભરાય ને એ તથ્યોનો સહારે લઇએ છીએ જે આપણને ગળથૂથીમાં મળ્યા છે. આજે આપણે રોજબરોજના જીવનમાં રોજ માણસોને મરતા જોઇએ છીએ કેટલાક તો વર્ષોથી પથારીએ પડેલાને બ્રેઇન ડેડ કે કોમાવાળા માત્ર નળીઓના સહારે દિવસો ગણતા પણ જોયા છે. સાથો સાથ સવારે જ મળ્યા હોયને સાંજે સમાચાર મળે ભાઇ દેવ થઇ ગયા, આપણે કેવું મૃત્યુ ઇચ્છીએ છીએ કે આપણને મળે તે બધુ આપણા કર્મો થકી છે. એટલે જ કહેવાય છે ને ‘કરમની પીડા તો ભોગવવા જ પડે છે’આ પૃથ્વી પર જયારે પણ કોઇ મનુષ્ય કે જીવ જન્મ છે તો તેના જીવનનું સૌથી મોટું સત્ય હોય છે તેનું મૃત્યુ જે આવે છે તે જાય છે, એ સનાતન વાકય છે, કોઇ અમર તત્વને પ્રાપ્ત નથી. આપણા પરિવારમાં દાદા-દાદી, મમ્મી-પપ્પા, ભાઇ-બહેન સાથે અંગત કુટુંબીજનોમાં મૃત્યુનો વિયોગ સૌને કઠણ લાગે છે. સૌથી દુ:ખ તો સાવનાનું બાળક મૃત્યુ પામે કે નાનકડા બાળકનાં માતા-પિતા મૃત્યુ પામે સૌનું કાળજું કંપી ઉઠે છે.
મૃત્યુ જેટલું મોટુ પૂર્ણવિરામ કોઇ નથી
શબ પર ફૂલ મુકીએ છીએ,
એ પહેલા
હ્રદય પર પથ્થર મુકવો પડે છે.
અને છેલ્લે છેલ્લે…..
મરણ તો આવે ત્યરે વાત,
અત્યારે તો જીવન સાથે જામતી મુલાકાત
ખીલવાનો આનંદ હોય છે,ખરવાની કોઇ યાદ નથી. – સુરેશ દલાલ