રાજકોટ પૂર્વમાં ભાજપને ફટકોને પડયો છે. કોંગ્રેસ ના નેતાઓ ગેલમાં આવી ગયા છે કારણ કે વિધાનસભા 68-માં કોળી સમાજનો હાથ હવે  કોંગ્રેસની સાથ છે. વોર્ડનં.6ના કોંગ્રેસ પ્રમુખ અને  કોળી સમાજ આગેવાન શૈલેષ સાકરીયાએ ઓપરેશન પાર પાડ્યું છે.

કોળી સમાજના 100 યુવાનો ભાજપનો ખેસ ઉતાર કોંગ્રેસનો હાથ પકડી લીધો છે.  100 ભાજપના કાર્યકરો સહીત 300 લોકો કોંગ્રેસમાં જોડાય છે.

IMG 20221130 WA0081

વિધાનસભા 68 વોર્ડ પ્રમુખ શૈલેષ સાકરીયાની આગેવાનીમાં કોળી સમાજના યુવા આગેવાન અને સમસ્ત કોળી સમાજના પ્રમુખ હિતેષ કોબીયા 300 યુવાઓ સાથે કોંગ્રેસમાં જોડાયા ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ ખેસ પહેરાવી સ્વાગત કર્યુ

પ્રવીણભાઈ સોરાણી, ભરતભાઈ મકવાણા, રાજૂભાઈ  ચાવડિયા, જગદીશભાઈ મોરી, શૈલેષ સાકરીયા, જેન્તીભાઇ સોરણી, નીતિનભાઈ વ્યાસ, જસભાઈ આહીર, વનરાજભાઈ આહીર, સહિતના સમગ્ર કાર્યક્રમમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.

IMG 20221130 WA0082

રાજકોટ:  ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ભાજપ કોંગ્રેસ અને આપ જીત મેળવવા પુરા પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે રાજકીય આલમમાં ખળભળાટ મચી જાય તેવા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ 68 વિધાનસભામાં એટલે કે રાજકોટ પુર્વમાં ભાજપને મોટો ફટકો પડી શકે તેમ છે. કારણકે ભાજપનો સાથ છોડીને કોળી સમાજના યુવા અગ્રણી અને સમસ્ત કોળી સમાજના પ્રમુખ હિતેષ કોબીયા 300 યુવાઓ સાથે કોંગ્રેસમાંં જોડાયા છે.

વિસ્તુત વિગત જોઇએ તો રાજકોટ પુર્વમાં ચૂંટણીના બે દિવસ પહેલા વોર્ડનં.6ના કોંગ્રેસ પ્રમુખ અને કોળી સમાજના આગેવાન શૈલેષ સાકરીયાએ એક સફળ ઓપરેશન પાર પાડ્યું છે.વિધાનસભા 68માં કોળી સમાજના 100 થી વધુ યુવાઓએ ભાજપનો ખેસ ઉતારીને કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા છે. તે તમામનું વિધાનસભા-68ના કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ ખેસ પહેરાવી સ્વાગત  કર્યુ હતું. કોળી સમાજના આગેવાનો કોંગ્રેસમાં જોડાતા ભાજપને જબરો ફટકો પડી શકે તેમ છે. સામાકાંઠે એટલે કે રાજકોટ પુર્વમાં કોળી સમાજના વધુ મતદારો છે. જે મત હવે કોંગ્રેસમાં પડશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.