- ગુજરાતની ગુડ ગવર્નન્સ ગાથામાં વધુ એક નવું સિમાચિહ્ન ઉમેરાયું
- 2009થી સતત ઈંજઘ પ્રમાણપત્ર મેળવવાનું ગૌરવ દેશમાં એકમાત્ર ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયને પ્રાપ્ત થયું
- તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2009માં ક્વોલિટી મેનેજમેન્ટના ઈંજઘ બેન્ચમાર્ક
- મેળવવાની પહેલની પરંપરા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં પણ જળવાઈ રહી
ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયને ઈંજઘ 9001:2015નું સર્ટિફિકેશન આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રી કાર્યાલયની ઉચ્ચકક્ષાની ગુણવત્તાયુક્ત, સમયબદ્ધ અને પ્રજાલક્ષી સુચારૂ કામગીરીને આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબ પ્રમાણિત કરતાં આ આઈ એસ ઓ 9001:2015 સર્ટિફિકેશન એનાયત કરવામાં આવ્યું છે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી તરીકે રાજ્યની વહીવટી કાર્યસંસ્કૃતિમાં ગુણાત્મક પરિવર્તન લાવવાની પ્રતિબદ્ધતા સાથે ગુણવત્તા અને કાર્યસિદ્ધિના ઉદ્દેશ્યથી મુખ્યમંત્રી કાર્યાલયને 2009માં આઈ એસ ઓ બેન્ચમાર્કની ક્વોલિટી ઉપર મૂક્યું હતું.
રાજ્ય શાસનના સર્વોચ્ચ કેન્દ્ર એવા મુખ્યમંત્રી કાર્યાલયને જાહેર સેવાઓના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ અને સાતત્યપૂર્ણ સુધારાઓ સાથેના સમયબદ્ધ કાર્ય આયોજન માટે આ આઈ એસ ઓ 9001:2015 સર્ટિફિકેશન પ્રથમવાર 2009માં એનાયત થયું .
નરેન્દ્રભાઈ મોદીએ પ્રસ્થાપિત કરેલી ગુડ ગવર્નન્સની આ સીમાચિહ્નરૂપ કામગીરીને ગુજરાતની પ્રશાસનિક વ્યવસ્થાએ સતત જાળવી રાખી છે. 2009 થી 2023 સુધી સળંગ પાંચ ત્રિવાર્ષિક આઈ એસ ઓ સર્ટિફિકેશન મેળવનારા દેશના એકમાત્ર રાજ્ય તરીકે ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયે આ વિશેષ ગૌરવસિદ્ધિ પ્રાપ્ત કરી છે.
આ સફળતાને પગલે મુખ્યમંત્રી કાર્યાલયને હાલ 2024 થી 2026 સુધીના સમયગાળા માટેની છઠ્ઠી સાયકલ માટે આ ઈંજઘ 9001:2015 સર્ટિફિકેશન એનાયત કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ આઈ એસ ઓ સર્ટિફિકેશન ટેક્નોક્રેટ ક્ધસલ્ટન્ટના ડિરેક્ટર ભાવિન વોરા તથા સર્ટિફાઇંગ એજન્સી-બ્યુરો વેરિટાસના અધિકારીઓ દ્વારા અર્પણ કરવામાં આવ્યું હતું.