લાંબા સમયથી ગુજરાત સરકારના કર્મચારીઓ મોંઘવારી ભથ્થુ વધારવા માટે માંગ કરી રહ્યાં હતા. ત્યારે આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકા વધારો કરવાની જાહેરાત કરી છે. 9.61 લાખથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને આ મોંઘવારી ભથ્થાનો લાભ મળશે.

સરકારી કર્મચારીઓને 9 ટકાના દરે મોંઘવારી ભથ્થું મળશે. 4, 50, 509 પેન્શનરને પણ લાભ મળશે તથા 9, 61, 638 વર્તમાન કર્મચારીઓને લાભ મળશે.

પહેલી જુલાઈ 2018થી એરિયર્સ પણ આપવામાં આવશે. સરકારના નિર્ણયનો અમલ આવતીકાલથી લાગુ કરવામાં આવશે. એક સાથે રોકડમાં એરિયર્સ મળશે. માર્ચ મહિનાના પગારમાં એક સાથે એરિયર્સ મળશે. જેમાં રાજ્ય સરકાર પર વાર્ષિક રૂ.771 કરોડ ભારણ વધશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.