પ્રથમ હપ્તો જુલાઈથી નવેમ્બર સુધીમાં બીજો હપ્તો, ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધીમાં અને ત્રીજો હપ્તો માર્ચથી મેં સુધીમાં ચૂકવી દેવાશે: રાજય સરકારની સ્પષ્ટતા
રાજય સરકાર દ્વારા કર્મચારીઓ અને પેન્શનરોનાં મોંઘવારી ભથ્થામાં આઠ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. મોંઘવારી ભથ્થાની એરિયર્સની રકમ ત્રણ હપ્તામાં ચૂકવી દેવામાં આવશે હપ્તા કયારે ચૂકવાશે તેની સ્પષ્ટતા સરકાર દ્વારા એક પરિપત્ર દ્વારા કરાય છે.
રાજ્ય સરકારના કર્મચારી/પેન્શનરોને સાતમા પગારપંચ મુજબ તા.1-07-2022 ની અસરથી 38 % તેમજ તા.1 01-2023 ની અસરથી 42% પ્રમાણે મોંઘવારી ભથ્થુ આપવાનું નકકી
રાજ્ય સરકારના કર્મચારી/પેન્શનરોને છઠ્ઠા પગારપંચ મુજબ તા:1-7 -2022 થી 212% અને તા.1-1-2013 થી 221 % પ્રમાણે મોંઘવારી ભથ્થુ આપવાનું નકકી કરાયું
જુલાઇ -2022 થી મે -2023 સુધીના મોંઘવારી ભથ્થાના એરીયર્સની રકમ ત્રણ હપ્તામાં (1) પ્રથમ હપ્તો જુન માસના પગાર સાથે (પેઈડ ઈન જુલાઈ) ( 2) બીજો હતો ઓગષ્ટ માસના પગાર સાથે (પેઇડ ઇન સપ્ટેમ્બર) (3) ત્રીજો હપ્તો ઓક્ટોમ્બર માસના પગાર (પેઇડ ઇન નવેમ્બર ) સાથે રોકડમાં ચુકવવા ઠરાવ કરાયો છે.
જુલાઇ -2022 થી મે -2023 સુધીના મોંઘવારી ભથ્થાના એરીયર્સની રકમ ત્રણ હપ્તામાં ચુકવણી કરવા અન્વયે સંબંધિત હપ્તામાં કયા સમયગાળાનુ એરીયર્સ ચુકવવુ તે અંગે કેટલીક કચેરીઓ દ્વારા માર્ગદર્શન માંગવામાં આવેલ છે. આ બાબત ધ્યાને લઈ જરૂરી સૂચના બહાર પાડવા અંગેની બાબત વિચારણા હેઠળ હતી. જેથી પુખ્ત વિચારણાને અંતે જુલાઇ -2022 થી મે -2023 સુધીના મોંઘવારી ભથ્થાના એરીયર્સ ચુકવવા સ્પષ્ટતા કરાય છે.
નાણા વિભાગના બંને ઠરાવ મુજબ મોંઘવારી ભથ્થાના જુલાઈ 2022 થી મે 2023 ના સમયગળાના એરીયર્સનું ચૂકવણું કરવા માટે ત્રણ હપ્તામાં ચુૂકવણું કરવા માટે 1. પ્રથમ હપ્તો: જુલાઈ 2022 થી નવે. 2022 સુધી, બીજો હપ્તો: ડીસેમ્બર 2022થી ફેબ્રુ. 2023 સુધી અને ત્રીજો હપ્તો: માર્ચ 2023 થી મે 2023 સુધીમાં ફકવી દેવાશે.