પતિના મોત બાદ પત્નીને દિયર સાથે થયો પ્રેમ
સમાજના ડરથી દિયર ના પાડતો રહ્યો પણ વિધવા પોલીસ મથકે પહોંચી દિયર સાથે ઘર સંસાર માંડયો
સમાજમાં અવનવા બનાવો બનતા રહે છે. પ્રેમને કોઇ જાતના બંધનો નડતા નથી પછી તે પત્નીનો પતિ સાથેનો હોય કે પતિના મિત્ર સાથેનો હોય કે દિયક કે અન્ય કોઇ સાથેનો હોઇ શકે છે અન્ય કોઇ સાથેનો હોઇ શકે છે. આવી જ એક વાત છે દિયર ભાભીના લગ્નની અને એ પણ પોલીસ મથકમાં સમાજના મેણાટોણાથી દિયર ભાભીને મહિલા પોલીસ મથકમાં લગ્ન કરવાની ફરજ પડી હતી.
આ કિસ્સો છે બિહારના સીતામઢી વિસ્તારનો આ વિસ્તારમાં રહેતા રંજીતા તથા દિનેશ સાહનીના પાંચ વર્ષ પહેલા લગ્ન થયા હતા. ત્રણ વર્ષ અગાઉ દિનેશનું ઇલે. શોક લાગતા મોત થયું હતું. આથી રંજીતા એકલી જ રહેતી હતી. રંજીતને ધીરે ધીરે પોતાના દિયર સંતોષ સાથે પ્રેમ થયો અને એ આગળ વધતો ગયો અને તેની ખબર તેના પરિવાર તથા સાસરીયા સહિત સમસ્ત ગામ અને સમાજને જાણ થઇ સમાજને જાણ થતાં સમાજના દબાણ અને ડરના કારણે સંતોષ લગ્ન કરવા ઇન્કાર કરતો રહ્યો.બાદમાં રંજીતા પોતાના પ્રેમ અખંડ રાખવા મહિલા પોલીસ સ્ટેશને પહોંચી અને પોલીસે મામલો હાથમાં લેતા બન્ને પરિવારોની સંમતિથી દિયર ભાભીના પોલીસ મથકમાં જ લગ્ન કરવામાં આવ્યા અને નવદંપતિએ મહિલા પોલીસ મથકમાં હાજર પોલીસ કર્મચારીઓને આશીર્વાદ લઇ પોતાનો સુખી સંસાર આગળ ધપાવ્યો હતો.લગ્નના વર્ષો પછી રંજીતા ખુશ દેખાઇ અને ફરી પાછા સૌભાગ્યવંતી બનતા તેના સાસરીયાવાળા પણ ફૂલ્યા સમાતા ન હતા તમોએ જણાવીએ કે રંજીતાને પહેલા પતિ સાથે ના લગ્ન જીવન દરમિયાન એક બાળક પણ છે.