દીકરાનું ઘર – દ્વારા સતત છઠ્ઠા વર્ષે પિતાની છત્રછાયા ગુમાવેલ જરૂરીયાતમંદ ગરીબ પરિવારની સમુહ લગ્નોત્સવ વહાલુડીના વિવાહનું જાજરમાન આયોજન રાજકોટની ભાગોળે આવેલ વિશ્વા પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું હતું . આ લગ્નોત્સવમા આ વર્ષે 25 દીકરીઓ કે જેના જીવનમાંથી પિતા સમાન મેઘધનુષરૂપી રંગો ઈશ્વરે છીનવી લીધા છે તેવી દીકરીઓના જીવનમા દામ્પત્ય જીવનના સુખની રંગોળી કરવાનું સુખ અને સૌભાગ્ય આપવામા નિમિત્ત બનવાનો આ મંગલકારી પ્રસંગ ધામ – ધુમથી જાજરમાન રીતે શાહી ઠાઠ – માઠથી ઉજવાઈ જતા ટીમ દીકરાનું ઘર દ્વારા ધન્યતાની લાગણી અનુભવી હતી .
બપોરે 3 વાગ્યે જાન આગમન સાથે આ પ્રસંગનો શુભારંભ થયો હતો સંસ્થા પરિવાર દ્વારા બધી જાન અને દીકરીઓના પરિવારનું આનંદ અને ઉમળકાથી સ્વાગત અને અભિવાદન કરવામા આવ્યુ હતું . દીકરી અને જાનૈયાના પરિવારમાટે ચા – નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી . સાંજે 6 વાગ્યે રાષ્ટ્રધ્વજ ફરકાવી સમુહમાં રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું .
25 દીકરીઓને 250થી વધુ ચીજવસ્તુ આપી દરેક દીકરીઓને અપાયો સમૃધ્ધ કરિયાવર
મનસુખભાઈ પાણ પરિવારના સહ યજમાનપદે યોજાયેલા આ પ્રસંગમાં ધરમશીભાઈ સિતાપરા પરિવાર દ્વારા દરેક દીકરીઓને 1-1 તોલા સોનાની ભેંટ અપાઇ
દીકરાનું ઘર – પરિવાર આયોજિત આ લગ્નોત્સવમા સમગ્ર લગ્ન પરિસરને રંગ બે રંગી લાઈટો અને ફુલોથી શણગાર કરવામા આવ્યો હતો . લગ્ન પરિસરમા શ્રીનાથજી ભગવાનના અન્નકુટ દર્શન અને રાધા – ક્રુષ્ણની પ્રતીક્રુતિ અને હિડોળા દર્શન રાખવામા આવ્યા હતા . આ ઉપરાંત દીકરીઓને આપવામાં આવેલ 250 થી વધુ ચીજ વસ્તુઓનો ફર્નિચર ,
સોના -ચાંદીના દાગીના કપડાં , વાસણ અને ફર્નિચર, ફ્રિજ, સિલાઈ મશીન ની સાથે અનાજ અને કરીયાણા ની ચીજ – વસ્તુઓ સહિતનો સમૃદ્ધ કરિયાવર પણ જોવા માટે રાખવામાં રાખવામાં આવ્યા હતો 25 એ 25 દીકરીઓના લગ્ન મંડપને પણ વિશિષ્ટ અને કલાત્મક રીતે સુશોભિત કરવામાં આવ્યા હતા લગ્ન મંડપમા દીકરીઓના હસ્ત મેળાપ વખતે આતશબાજી કરવામાં આવી હતી આ દ્રશ્ય જાણે તમામ સૌભાગ્યશાળી દીકરીઓ ઉપર આકાશમાંથી જાણે 33 કરોડ દેવી દેવતાઓ પુષ્પ વર્ષા કરી અમુલખ આશીર્વાદ વરસાવતા હોય તેવું દિવ્ય અને અલૌકિક વાતાવરણ આકાર પામ્યું હતું અને હાજર સર્વે મહેમાનો અને મહાનુભાવોની આંખોમાંથી હર્ષની લાગણીઓ વહેવા લાગી હતી અને સૌએ આ પ્રસંગને તાળીઓથી વધાવી લીધો હતો .
દીકરાનું ઘર – પરિવાર દ્વારા આમંત્રિત મહેમાનો માટે સતત અવિરત ચા – પાણી માટે કાઠિયાવાડી કસુંબોની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ દીકરી અને જાનૈયા પરિવાર , આમંત્રિત મહેમાનો , કાર્યકર્તા પરિવાર અને વિશિષ્ઠ અતિથિઓ એમ ક્યાંય અવ્યવસ્થાના સર્જાય તેવી ઉમદા ભોજન વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
યુવાનો માટે સેલ્ફી પોઇન્ટ પણ બનાવવામા આવ્યો હતો. પ્રસંગને અનુરૂપ લગ્ન ગીતોની રમઝટ અને ફટાણાના ગાન વચ્ચે શ્લોકોના પઠન, દેવતાઓનુ પુજન અને હવનની વેદીમાં આહુતિઓ સહિતની હિંદુ ધર્મ પ્રમાણે સંપુર્ણ વૈદિક અને શાસ્ત્રોકત વિધિ કરાવવામા આવી હતી .આજના આ લગ્નોત્સવ પૂર્વે ગણપતિજી પુજન અને મંડપ મુહુર્ત કરવામાં આવ્યું હતું તેમજ દીકરીઓને કરિયાવર સ્વરૂપે આપવામાં આવનાર 250 થી વસ્તુઓનું આણુ દર્શન અને દાંડિયા રાસની સાથે દીકરીઓ ઉપરના એક લાગણી સભર કાર્યક્રમ નું આયોજન પણ કરવામાં આવ્યુ હતું . રાજકોટ શહેરના મેટોડાનાં જાણીતાં ઉધોગપતિશ્રી શ્રી ધરમશીભાઈ સિતાપરા પરિવાર દ્વારા આ લગ્નોત્સવની તમામ 25 દીકરીઓને 1-1 તોલા સોનાની ભેંટ પણ આપવામાં આવી છે . સંસ્થા દ્વારા તમામ દીકરીઓને મહેંદી મુકવાની અને લગ્નોત્સવ વખતે દુલ્હન સ્વરૂપ તૈયાર કરવા બ્યુટી પાર્લર સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી . બહારગામથી આવતી દીકરીઓના ઉતારા માટે હોટલની વ્યવસ્થા પણ કરવામાં આવી છે .
દીકરાનું ઘર પરિવારને કુલ 138 દીકરીઓના માતા – પિતા અને પરિવાર બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયુ છે . આ ઉપરાંત અગાઉ યોજાયેલ પાંચસમુહ લગ્નની કુલ 113 દીકરીઓને પણ આ લગ્નોત્સવમા ખાસ આમંત્રણ આપવામાં આવ્યુ હતું અને એ દરેક દીકરીઓને સ્મૃતિરૂપ શીખ સેંટ પણ સંસ્થા દ્વારા આપવામા આવી હતી . લગ્નોત્સવ પરિસરમા એમ્બ્યુલન્સ , ફાયર ફાઈટર અને મેડિકલ ઇમરજન્સી માટે નિષ્ણાત ડોક્ટરોની ટીમ પણ ઉપસ્થિત રાખવામાં આવી હતી સાથો- સાથ સમગ્ર પ્રસંગને રૂપિયા 1 કરોડની વીમા રાશીથી સુરક્ષિત પણ કરવામાં આવ્યો હતો . દીકરાનું ઘર પરિવારના દરેક કાર્યકર્તાઓનું ટીમ વર્ક અને છેલ્લા છ માસથી વધુ સમયનું મીની માઈક્રો પ્લાનિંગ મુજબનું અદભૂત અને બેનમુન આયોજન જોઈ અને માણી સમગ્ર આમંત્રિત પરિવાર અને મહાનુભાવો પાસે અભિભૂત થવા સિવાય કોઈ શબ્દો જ રહ્યા ન હતા.
દીકરાનું ઘર આયોજિત માણવા અને જાણવા લાયક વ્હાલુડીના વિવાહ -6 ના આ જાજરમાન લગ્નોત્સવમા દીકરાનું ઘર મા નિવાસ કરતા તમામ વડીલ માવતરો , દાતાઓ – શુભેચ્છકો , સાધુ -સંતો સહિત તેમજ તમામ રાજકીય પક્ષોના આગેવાનો તથા હોદ્દેદારો , રાજકોટ શહેરની વિવિધ કચેરીઓના ટોચના અધિકારીઓ , સહકારી ક્ષેત્રના અગ્રણીઓ , સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદાધિકારીઓ અને અધ્યાપકઓ તેમજ સંલગ્ન કોલેજો અને શાળાઓના સંચાલકો સહિત તમામ અધિકારી અને પદાધિકારીઓ , સેવા અને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ , વ્યાપારિક અગ્રણીઓ , ખ્યાતનામ ડોકટરો, અન્જિનિયરો, મોટા ગજાના બિલ્ડરો, આર્કિટેક, તમામ ક્ષેત્રના શ્રેષ્ઠીઓ અને લબ્ધ પ્રતિષ્ઠિત મહાનુભાવો ખુબ જ મોટી સંખ્યામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નવ પરિણીત દંપતિઓને આશીર્વાદ અને સુખમય અને મંગલમય જીવનની શુભકામનાઓ પાઠવી હતી.
દીકરાનું ઘર – વૃધાશ્રમના મુકેશ દોશી , સુનિલ વોરા, નલિન તન્ના, અનુપમ દોશી, કિરીટ આૌજાની સાથો સાથ આ પ્રસંગના મુખ્ય યજમાન પાણ પરિવાર મનસુખભાઈ પાણ, અરવિંદભાઈ પાણ , ચિરાગભાઈ પણ અને ડો . અનિલભાઇ પટેલ અને ધરમશીભાઈ સિતાપરા પરિવાર સહિત દીકરાનું ઘર પરિવારની કોર કમિટીના મૌલેશભાઈ ઉકાણી , હસુભાઈ રાચ્છ , શિવલાલભાઈ આદ્રૌજા , વલ્લભભાઈ સતાણી , પ્રતાપભાઈ પટેલ, ડો.નિદત્ત બારોટ, વસંતભાઈ ગાદેશા , સુનિલ મહેતા , હરેશભાઈ પરસાણા , પ્રગ્નેશ પટેલ , પ્રવિણ હાપલિયા , ગૌરાંગ ઠક્કર , દિપકભાઈ જલુ , રાકેશ ભાલાળા , હરેન મહેતા અશ્વિનભાઈ પટેલ, કિરીટભાઈ પટેલ, ઉપેન મોદી , સહિત દીકરાનું ઘરની 200 થી વધુ ભાઈઓ – બહેનોની કાર્યકર્તાની ટીમ, યશવંતભાઈ જોષી, ફાલ્ગુનીબેન કલ્યાણી , ગીતાબેન વોરા અને શ્રીમતી આર.ડી .ગારડી કોલેજ ઑફ એજ્યુકેશન -હરિપર ( પાળ ) ના શૈલેષ દવે સહિત સમગ્ર સ્ટાફ પરિવાર અને બી.એડ્.ના વિદ્યાર્થીઓએ આ સમગ્ર પ્રસંગને દીપાવવા છેલ્લા 3 માસથી વધુ સમયથી દિવસ અને રાત સખત પરિશ્રમ અને જહેમત ઉઠાવી હતી.
અમારી તમામ પ્રવૃત્તિઓને સમાજનો ટેકો મળ્યો:મુકેશભાઈ દોશી
દીકરાનું ઘર સંસ્થાના પ્રમુખ મુકેશભાઈ દોશીએ જાણવ્યું કે,સંસ્થાને 25 વર્ષ પૂર્ણ થયા તેના ખુશીના ભાગરૂપે 25 દીકરીઓના શાહી સમૂહ લગ્ન યોજયા છે.રાજકોટ શહેરના જાણીતા ઉદ્યોગપતિ અને અસંખ્ય વ્યવસાયમાં જેમના નામ છે એવા પાણ ગ્રુપના અરવિંદભાઈ પાણ અને મનસુખભાઈ પાણ તરફથી દીકરાનું ઘર વૃદ્ધાશ્રમના આ વખતના મુખ્ય યજમાન રહ્યા છે.રૂ.25 લાખની માતબાર રકમનું દાન તેઓ દ્વારા કરવામાં આવ્યું છે.અમારી તમામ પ્રવૃત્તિઓને સમાજનો ટેકો મળ્યો છે.દરેક દાતા ના સંયોગથી દીકરીઓને અઢી થી ત્રણ લાખનો કરિયાવર મળ્યો છે.દીકરીઓ પર ઈશ્વરના આશીર્વાદ વર્ષ્યા છે.દીકરાનું ઘર સંસ્થાના હંમેશા પ્રયાસો રહ્યા છે.સમાજને કંઈક નવું આપવા વહાલુડીના વિવાહમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી આવનારી પેઢીને રાષ્ટ્રભક્તિનું સિંચન કરવા હેતુઆ રાષ્ટ્રધ્વજ ફરકાવાનો નવો અભિગમ શરૂ કર્યો છે.
આનંદ અને હર્ષની લાગણીઓ અનુભવી હૃદયપૂર્વક આભાર:દીકરીઓ
વહાલુડીના વિવાહની દીકરીઓએ જણાવ્યું કે,દીકરાનું ઘર ટ્રસ્ટના મુકેશભાઈ દોશી અને તેમની ટીમ તથા વહાલુડીના વિવાહમાં સહભાગી બન્યા પાણ ગ્રુપ સહિતના તમામ વ્યક્તિઓ જેવ આ શાહી સમૂહ લગ્નોત્સવમાં જોડાઈ અમારા જાજરમાન લગ્ન યોજ્યા છે.તેમનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ હર્ષ અને આનંદની લાગણીઓ અનુભવાય રહી છે.દીકરીનો બાપ કરિયાવર કરે એથી પણ વધુ કરિયાવર સાથે અમારા લગ્ન કરવામાં આવી રહ્યા છે. વહાલુડીના વિવાહની ટીમ દ્વારા જે લગ્નોત્સવ યોજાય છે. એ દીકરીઓ માટે ખૂબ જ જરૂરી છે.દરેક સંસ્થા આમાંથી પ્રેરણા લે છે.
વહાલુડીના વિવાહના મુખ્ય યજમાન બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું: મુકેશભાઈ પાણ
પાણ ગ્રુપના મુકેશભાઈ પાણે જણાવ્યું કે,દીકરાનું ઘર સંસ્થાના કાર્યકર તરીકે અમે કાર્ય કરી રહ્યા છીએ.પિતા વિહોણ દીકરીઓને શોધી તેમના લગ્ન કરાવવાનું ટ્રસ્ટ દ્વારા અદભુત કાર્ય કરવામાં આવી રહ્યું છે. માત્ર લગ્ન નહીં પરંતુ દીકરીઓનું લગ્નજીવન પણ સારી રીતના ચાલે તેની પણ દેખરેખ કરે છે. અમારા ઘર આંગણે તમામ દીકરીઓના કંકુ પગલા નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેનો તમામ સિલ્વર હાઇટના રહેવાસીઓએ લાભ લીધો અને દીકરીઓનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.તમામ લોકો અંતરની લાગણીઓથી રડવા લાગ્યા આત્મીયતાના દ્રશ્યો સર્જાયા હતા.અમે ખૂબ ભાગ્યશાળી છીએ અમને આ અવસર મળ્યો હતો. મુકેશભાઈ દોશી અને દીકરાના ઘરના ટ્રસ્ટની ટીમનેને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.