જુનાગઢ ભકત કવિ નરસિંહ મહેતા યુનિ. ના ઉપકુલપતિની મુદત પુરી થવામાં છે ત્યારે યુનિ.ની ત્રણ ફેકલ્ટીના ડીનની ચુંટણી જાહેર થતા તેનો વિરોધ ઉઠયો હતો વિરોધ બાદ ચુંટણી રદ થતાં તેનો જશ ખાટવા ધારાસભ્ય મેદાને પડતા પ્રઘ્યાપકોના વર્તુળમાં આશ્ચર્ય સાથે રમુજની લાગણી પ્રવર્તી જવા પામી હતી.
આ અંગે આધારભૂત સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર જુનાગઢની ભકત કવિ નરસિંહ મહેતા યુનિ.ના ઉપકુલપતિ ડો. જે.પી. મૈયાણીની મુદત પુરી થવામાં છે. દરમિયાન યુનિ.ના ૩ ફેકલ્ટીના ડીનની ચુંટણી જાહેર કરવામાં આવી છે. તેથી તેનો વિરોધ ઉઠયો છે. પરીણામે આ ચુંટણી રદ કરાઇ છે.
ચુંટણી રદ કરાયા બાદ ધારાસભ્ય ભીખાભાઇ જોષીએ એવો દાવો કર્યો છે કે પોતાની આ મામલે રાજયપાલને એવી રજુઆત છે કે આ ચુંટણી ઓડીનન્સ બન્યા પછી કરવાની પણ હજુ ઓર્ડીનન્સ બ્ન્યો નથી છતાં મંજુરીની અપેક્ષાએ ચુંટણીનું જાહેરનામુ બહાર પાડી દીધું છે. વની ચુંટણીમાં માત્ર ભવનના અઘ્યાપકો જ મતદાન અને ઉમેદવાર થાય તેવી જોગવાઇ કરી અન્ય યુનિ.માં ડીન અને અધરપેન ડીનની ચુંટણી સાથે યોજાય છે. તેમાં સંલગ્ન કોલેજના આચાર્યો બોર્ડ ઓફ સ્ટડીના ચેરમેનો, અધરપેન ચેરમેન, સેનેટ સભ્યો, સિન્ડીકેટ સભ્યો, તેમના મતદારો હોય છે. અને ઉમેદવારી પણ નોંધાવી શકે છે. આ બાબત ભકતકવિ નરસિંહ મહેતા યુનિ.માં શકય બનવા દીધી નથી જે અન્યાય કર્તા છે ડો. જે.પી. મૈયાણીએ જણાવ્યું છે કે કોઇ ધારાસભ્યની રજુઆત આવી નથી. અઘ્યાપક સમુદાયે એવી રજુઆત કરી હતી કે અમને હજુ મતદારયાદીમાં વિવાદ છે. અને અમારે સ્ટેમ્યુટની સ્પષ્ટતા મેળવ્યા બાદ ચુંટણી યોજવી જોઇએ આથી અમે ચુંટણી રદ કરી છે હકીકતે ઓર્ડિનન્સની જે કથિત વાતો છે એ ઓર્ડીનેન્સ તો હજુ બન્યા જ નથી આથી સ્ટેમ્યુટની જોગાવઇ પ્રમાણે ચુંટણી કરવાની થતી હોયછે એ વાતની તેઓને ખબર જ નથી જો મારી મુદત પુરી થવામાં હોય એવા હું ચુંટણીની પ્રક્રિયા ન કરું તો ખોટો મેસેજ જાય આપી મે ચુંટણીની પ્રક્રીયા શકુ કરી હતી.