સેન્ટ્રલ વેલ્યુ એડેડ ટેકસ ક્રેડિટ મામલે ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો
જીએસટીની કલમ ૧૪૦ની સબ કલમ-૩ ને કાઢી નાખવાનો નિર્ણય
જીએસટીની અમલવારી પહેલા ખરીદાયેલા માલમાં ફર્સ્ટ સ્ટેજ ડિલરને ક્રેડિટનો અધિકાર
ગુજરાત હાઈકોર્ટે ગુડઝ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી) એકટમાં ડિલરોને પ્રથમ તબકકે સેન્ટર વેલ્યુ એડેટ ક્રેડીટ માટેના કેટલાક નિયમો હટાવવાનો હુકમ કર્યો છે. જીએસટી અમલમાં આવ્યા પહેલા માલ-સામાનના સ્ટોક ઉપરનો સેન્ટ્રલ વેલ્યુ એડેટ એકટ મુદ્દે હાઈકોર્ટમાં જંગ છેડાઈ હતી.
હાઈકોર્ટે આ કેસમાં નોંધયું છે કે, પ્રથમ તબકકે ડિલરોને ક્રેડીટનો અધિકાર સરકાર છીનવી શકે નહીં. કેન્દ્ર સરકારે પણ સેન્ટ્રલ વેલ્યુ એડેડ ટેકસ ક્રેડીટ મામલે ડિલરોના હકક ઉપર કોઈ સીમા લગાવી નથી. આ ચુકાદો ફિલકો રેડ સેન્ટર લીમીટેડ દ્વારા કરાયેલી પીટીશનના અનુસંધાને આવ્યો છે.
ન્યાયાધીશ અકિલ કુરેશી અને બી.એન.કારીયાની ખંડપીઠે જીએસટી એકટની કલમ ૧૪૦ની સબ કલમ-૩ને ગેરબંધારણીય ગણાવી કાઢી નાખી છે. સેન્ટર વેલ્યુ એડેડ ટેકસ ક્રેડીટ માટે સરકારનો નનૈયો કોઈ કારણ નથી. આ કેસમાં પેઢીએ દલીલ કરી હતી કે, તેઓ જે ક્ષેત્રમાં છે.
ત્યાં ઈન્ડસ્ટ્રીયલ સામાન લાંબાગાળે સોલ્ડ ઓવર થાય છે. આ સ્ટોક લાંબા સમય પહેલા ખરીદેલો હતો પરંતુ જીએસટીની અમલવારી બાદ પેઢી ક્રેડીટ ઈનપુટ મેળવી શકે તેમ નથી. અગાઉ આ ક્રેડીટ ઈનપુટ સેન્ટર વેલ્યુ એડેડ ટેકસ એટલે કે વેટમાં મળતુ હતું.
સુત્રોના કહ્યા મુજબ તા.૧ જુલાઈ ૨૦૧૬ બાદના ઈનવોઈસ ધરાવતા કોઈ સામાનની એકસાઈઝ ઉપર ઈનપુટ ક્રેડિટનો દાવો ફર્સ્ટ ડિલર કરી શકે નહીં. કેન્દ્ર સરકારે મુકેલી સમયમર્યાદા પરિસ્થિતિ મુજબની રહે છે જો કોઈ સંસ્થા સાચી રીતે આ ક્રેડીટનો દાવો કરે તો એ મળી શકે છે. જીએસટીની અમલવારી પહેલા ખરીદાયેલા સામાનમાં ફર્સ્ટ ડિલરને ક્રેડીટ ન મળે તે મામલાનો હાઈકોર્ટે છેદ ઉઠાવી દીધો છે.