લાંબી લડાઈ બાદ ફેસબુક અને ‘ન્યૂઝ કોર્પ’એ ઓસ્ટ્રેલિયામાં ન્યૂઝ માટે પૈસા ચૂકવવા માટે એક નવો કરાર જાહેર કર્યો. ઓસ્ટ્રેલિયાની સંસદે લગભગ ત્રણ અઠવાડિયા પહેલા એક કાયદો પસાર કર્યો હતો, જે અંતર્ગત ડિજિટલ કંપનીઓ માટે ન્યૂઝ બતાવવા માટે ચૂકવણી કરવી ફરજિયાત બની ગઈ છે.
‘ન્યૂઝ કોર્પ’ અમેરિકા, બ્રિટેન અને ઓસ્ટ્રેલિયામાં વિશેષ રૂપે ન્યૂઝ આપે છે, તેમાં કહેવામાં આવ્યું છે કે તેણે ફેસબુક સાથે ઘણા વર્ષો માટે એક કરાર કર્યા છે. આ કરાર ગયા મહિને ગૂગલ સાથે થયેલા કરાર સમાન જ છે.
ફેસબુક તાજેતરમાં પેમેન્ટ ન્યૂઝ કંપનીઓને તેમની લિંક શેર કરવાના મુદ્દે ઓસ્ટ્રેલિયાને ‘અનફ્રેન્ડ’ કર્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે સરકારના સૂચિત કાયદાએ આ પ્લેટફોર્મ અને ન્યૂઝ પબ્લિશર્સ વચ્ચેના સંબંધોને ‘ખોટી રીતે’ સમજ્યા છે.
ફેસબુક તરફથી પોતાના પ્લેટફોર્મ પર ન્યૂઝ પર પ્રતિબંધ મુકવાને લઈને વિવાદ થયો હતો પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન કડક નિવેદનો બાદ સોશિયલ મીડિયાની દિગ્ગજ કંપનીએ કહ્યું હતું કે, તે ઓસ્ટ્રેલિયન ન્યૂઝ વિવાદિત પ્રતિબંધ હટાવશે અને સ્થાનિક મીડિયા કંપનીઓને કન્ટેન્ટ માટે ચૂકવણી કરશે. બાકી આ ઐતિહાસિક કાયદા અંગેના છેલ્લા કરાર બાદ આ બધું બન્યું છે.