વીવીપી એન્જિનિયરીંગ કોલેજના છાત્રો દ્વારા દિવ્યાંગોે માટે અધત્તન પ્રોજેકટ  બનાવ્યો

વી.વી.પી એન્જીનીયરીંગ કોલેજના ઈલેકટ્રોનીકસ એન્ડ કોમ્યુનિકેશન વિભાગનાં પાંચમાં સેમેસ્ટરના વિદ્યાર્થીઓ દ્વારા મીની પ્રોજેકટ વિષયનાં ભાગ રૂપે સમાજને ખુબજ ઉપયોગી નિવડે તેમજ દિવ્યાંગલોકોના જીવન વધુ સરળ અને સુગમ બનાવે તેવા હાર્ડવેર અને અને સોફટવેરનો સમન્વય કરી અધતન પ્રોજેકટ બનાવાયા છે. અમુક ઉત્કુષ્ટ કહી શકાય તેવા પ્રોજેકટમાં લેઝર કાઉન્ટર, જેસ્ચર ક્ધટ્રોલ કાર, ઓગ્મેન્ટેડ ઓર્થરોપોડ, પી.ઓ.વી.એલ.ઈ.ડી.તેમજ સાઈન ટુ સ્પીય ક્ધવર્ટરનો સમાવેશ થાય છે. લેઝન કાઉન્ટર દ્વારા ઈલેકટ્રોનીકલી લેઝરનું બીમ કટ થાય અને પસાર થતા વ્યકિતની ગણતરી કરી શકાય છે.ગણતરી માટે કેલ્કયુલેટરનો ઉપયોગ કરવામાં આવેલ છે. આની ફયુચર  એપ્લીકેશન તરીકે અંદર આવતા અને બહાર નીકળતા વ્યકિતઓની સંખ્યા ગણી જો કોઈ રૂમમાં (કે કોઈ જગ્યાએ) કોઈ પર વ્યકિત હાજર નથી  તો ઓટોમેટિક લાઈટ -પંખા બંધ થઈ જાય તેવી  ગોઠવણ કરી શકાય છે.જેસ્ચર ક્ધટ્રોલ કારમાં એક હાથમાં પહેરેલું  ટ્રાન્સમીટર હોય છે.અને કારમાં રીસીવર હોય છે.ટ્રાન્સમીટર દ્વારા બદલાતા જેસ્ચર પ્રમાણે કાર ફોરવર્ડ (આગળ),રીવર્સ (પાછળ),લેફટ (ડાબે) અને રાઈટ (જમણે) ફેરવી શકાય છે. આની મુખ્ય એપ્લીકેશન તરીકે ભવિષ્યમાં એવી વ્હીલચેર ડીઝાઈન કરી શકાય જે દિવ્યાંગ લોકોને હલન-ચલન કરવામાં  આર્શીવાદ રૂપ સાબિત થઈ શકે છે.

ઓગ્મેન્ટેડ ઓર્થરોપોડ એક સેલ્ફ બેલેન્સીંગ રોબોટ છે જે મનુષ્યની શારીરિક સંતુલન પ્રકિયાની પ્રતિકૃતિ છે. આ રોબોટની રચના માટે ટાયરનો ઉપયોગ કરવામાં આવેલ છે. જેને મોટર દ્વારા સંતુલિત કરવામાં આવે છે. જાયરોસ્કોપ સેન્સર દ્વારા રોબોટ આપમેળે જ પોતાને સંતુલિત કરે છે. આનો મહત્તમ ઉપયોગ બીમાર લોકોને દવા આપવામાં, વસ્તુઓ આપવામાં અને સર્વ કરવાની એપ્લિકેશન માટે થઈ શકશે.પી.ઓ.વી.એલ.ઈ.ડી.નામક પ્રોજેકટમાં દ્રષ્ટિ સાતત્યના નિયમનો ઉપયોગ કરી એલ.ઈ.ડી.ની સ્ટ્રીપ  પર જોઈતા શબ્દને કે વાકયને ડિસપ્લે થઈ શકે  તેવી જોગવાઈ છે.સાઈન ટુ સ્પીચ ક્ધવર્ટર પ્રોજેકટમાં બહેરા/મુંગા વ્યકિત દ્વારા ફકત આંગળીઓનો  ઉપયોગ કરી જનરેટ કરેલ સાઈનનું સ્પીચમાં રૂપાંતર થાય છે.જેના કારણે ભવિષ્યમાં તેમને અભિવ્યકત કરવામાં ખુબ સરળતા રહેશે અને તેમની મુશ્કેલીમાં ઘટાડો થશે.

આ તમામ પ્રોજેકટસના ડેવલોપમેન્ટમાં ઈ.સી.વિભાગના સેમેસ્ટર પાંચના વિદ્યાર્થીઓ શૈલેશ શુકલ, સાર્થ વડગામા, કૃતિકા ખખ્ખર, આદિત્ય ઠાકર,  મનીષ નેભાણી, ધવલ જોષી, પ્રો.અંજુ વાસદેવાણી, પ્રો.નિર્મલ ભાલાણી, પ્રો.રવીન સરધારાએ ભારે જહેમત ઉઠાવી હતી જે માટે  સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઈ મહેતા, ટ્રસ્ટીઓ કૌશિકભાઈ શુકલ, ડો.સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણિયાર તેમજ સંસ્થાનાં આચાર્ય ડો.જયેશ દેશકરે અભિનંદન પાઠવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.