શ્રી છ. શા. વિરાણી બહેરા મૂંગા શાળા રાજકોટ ખાતે ફરજ બજાવતા દિવ્યાંગ મૂક બધિર શિક્ષકો અશોકભાઈ કુકડીયાએ હેન્ડમેડ સેનેટાઈઝર સ્ટેન્ડ બનાવ્યું છે. માલતીબેન કુકડીયાએ વિવિધ પ્રકારના માસ્ક બનાવ્યા તથા હિરેનભાઈ પંડયાએ કોરોના મહામારી વિશે જાગૃતતા લાવવા માટેની વિડિયો કલીપ બનાવી છે. આ શિક્ષકોએ પોતાની આગવી સુઝબુઝ, ટીમ વર્ક અને આચાર્ય કશ્યપભાઈ પંચોલીના માર્ગદર્શન હેઠળ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓનો ઉપયોગ કરી આત્મનિર્ભરતા ચરીતાર્થ કરી છે. સંસ્થાના પ્રમુખ રજનીભાઈ જી. બાવીશી, માનદમંત્રી હસુભાઈ એલ. જોષી, ટ્રસ્ટીઓ અને વ્યવસ્થાપક મંડળના સભ્યઓને શુભેચ્છા પાઠવી છે. વધુમાં શાળાનાં આચાર્ય દ્વારા જણાવવામાં આવેલ કે જો કોઈએ પણ આ પ્રકારના સેનેટાઈઝર સ્ટેન્ડ કે વિવિધ પ્રકારના માસ્ક બનાવવાનો ઓર્ડર આપવા ઈચ્છતા હોય તો મો. ૯૪૨૬૪ ૪૯૦૧૨ આચાર્યનો સંપર્ક કરવો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.