જામનગર મહાનગરપાલિકા તંત્રની મિલકત વેરામાં વીસ ટકા માફીના સરકારી આદેશની અમલવારીમાં ઘોર બેદરકારી થઈ રહી હોવાનું જાણવા મળે છે. જામનગરના જીઆઈડીસી શેડ હોલ્ડર્સ એસોસિએશનના પ્રમુખ જીવનભાઈ જાદવે મ્યુનિ. કમિશ્નરને પાઠવેલા વિસ્તૃત આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે મનપાના ડીજીટલ પોર્ટલમાં આજ દિવસ સુધી મિલકત વેરામાં ર૦ ટકા માફીની પ્રક્રિયા અપડેટ થઈ નથી. જેથી મિલકત ધારકોને આ રાહતનો લાભ મળતો ની. વૈશ્વિક મહામારી કોવિડ-૧૯ ની વિકટ પરિસ્થિતિમાં ગુજરાતની ર્આકિ પ્રગતિનો વેગ ધીમો ન પડે અને રાજ્યના વિકાસની ગતિ જળવાય રહે તે માટે વેપાર, ધંધા, ઉદ્યોગો અને સામાન્ય નાગરિકોને મદદરૃપ વા માટે સ્વરોજગારો, નાના વેપારીઓ, વ્યવસાયકારો, ખેડૂતો, મત્સ્ય પાલકો, શ્રમિકો, સુક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગકારો, ટ્રાન્સપોર્ટ વ્યવસાયકારો એવા રાજ્યના ર્અતંત્રના દરેક ઘટકને ચેતનવંતુ બનાવવા માટે ર્આકિ પગલા તા કેટલીક પ્રજાલક્ષી યોજનાઓને પુન:સ્વરૃપ આપવા ગુજરાતના મુખ્યમંત્રીના હુકમને અનુસરીને ગુજરાત રાજ્યના નાણા સચિવ દ્વારા ઠરાવ નંબર અપબ-૧૦ર૦ર૦-૧૦૮-૧૯પરર૪-ક તારીખ ૦પ-૦૬-ર૦ર૦ અંતર્ગત ગુજરાતની જનતા માટે ર્આકિ રાહતો જાહેર કરવામાં આવી છે.
આ ઠરાવ નંબર અપબ-૧૦ર૦ર૦-૧૦૮-૧૯પરર૪-ક તારીખ પ-૬-ર૦ર૦ ની પહેલી કોલમમાં વાણિજયક એકમોને વર્ષ-ર૦ર૦-ર૦ર૧ ના વાર્ષિક મિલકતવેરામાં ર૦ ટકા માફી આપવામાં આવશે એમ દર્શાવાયું છે. આ ઠરાવ તા. પ-૬-ર૦ર૦ના ગુજરાત રાજયના નાણા ખાતાના બજેટ પોર્ટલમાં પ્રસારિત કરવામાં આવ્યો છે, પણ જામનગર મહાનગરપાલિકા આ ઠરાવી અજાણ હશે તો હજુ સુધી જામનગર મહાનગરપાલિકાના મિલકતવેરાના પોર્ટલમાં ર૦ ટકા માફી અપડેટ થઈ નથી.
આ ઉપરાંત હાઉસ ટેક્સની પહોંચમાં માત્ર મિલકતધારકનું નામ જ દર્શાવાય છે, પૂરેપૂરૃં સરનામું દર્શાવાતું નથી. જેથી સરનામાના પુરવા તરીકે આ પહોંચ માન્ય ગણાતી નથી.
સિનિયર સિટીઝનોની એક વખત ખરાઈ થયા પછી તેની કાયમી નોંધ કોમ્પ્યુટરમાં કરી દીધા પછી દર વરસે ખરાઈ મટો ધક્કા ખવડાવવાની પ્રક્રિયા બંધ કરવાની જરૃર છે.
આ તમામ પ્રશ્નો અંગે એસો. દ્વારા રજૂઆત કરી તેનો પ્રક્રિયાનો વ્હેલી તકે અમલ કરી ઉકેલ લાવવા માંગણી કરવામાં આવી છે.