મારી પાસે સમય નથી તમે અંતિમ ક્રિયા કરી નાંખો મને ફોટા મોકલી દેજો: પુત્રના શબ્દોથી સેવાભાવીઓ હતપ્રત: સુરેન્દ્રનગરનો કિસ્સો
હાલમાં જાણે ઘોર કલયુગ શરૂ થઈ ગયા હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે તે સમયમાં સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં આશરે સાત દિવસ પહેલા મુસ્લિમ ફકીર નું મોત નિપજવા પામ્યું હતું ત્યારે જે વિસ્તારમાં મોત નિપજયુ ત્યાંથી તેમણે ગાંધી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા અને તેમના વંશજો વારસોની શોધખોળ શરૂ કરવામાં આવી હતી ત્યારે તેવા સમય માં ચાર દિવસ સુધી કોલ્ડ સ્ટોરેજમાં ડેડબોડીને રાખવામાં આવી હતી.
ત્યારે ગાંધી હોસ્પિટલના ડોક્ટરો તથા નર્સિંગ સ્ટાફને આ બાબતની જાણકારી થતા કે આ વૃદ્ધ પોતે અંકલેશ્વર ભરૂચ ના હોવાનું જાણવા મળતા અને મુસ્લિમ હોવાનું જાણવા મળતા તાત્કાલિકપણે મુસ્લિમ આગેવાન સાદીકભાઈ નો સંપર્ક સાધવામાં આવ્યો હતો ત્યારે સાદીકભાઈ તાત્કાલિક ધોરણે ગાંધી હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને તેમના પરિવારજનો સાથે તાત્કાલિક વાતચીત હાથ ધરી હતી.
જેમાં મૃત્યુ પામેલા વૃદ્ધ ના પુત્ર સાથે વાતચીત કરવામાં આવતા તે પુત્ર ની વાસ્તવિકતા નજરે પડી હતી જાણે ઘોર કળિયુગ નો કિસ્સો હૃદય કંપી જાય તેવી વાતચીત થવા પામી હતી. તે સમયમાં સાદીકભાઈ નામ સેવાભાવી દ્વારા તેમના પુત્ર સાથે વાતચીત કરવામાં આવતા તેમના પુત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમારા પિતા સાથે અમારે કોઈ લેવાદેવા નથી અને તેમના અંતિમ ક્રિયા કરવા માટે અમારી પાસે સમય પણ નથી તમે તમારી રીતે અંતિમ ક્રિયા કરી અને અમોને ખાલી ફોટા મોકલી આપજો તેમ કહી અને પુત્ર દ્વારા ફોન કાપી નાખવામાં આવ્યો હતો.
ત્યારે આ વાત અંકલેશ્વર ગામ ના અબ્દુલ ભાઈ મલેક કે જેમનું બિનવારસી મૃત્યુ નિપજયું છે તેમના પુત્ર સાથે અંકલેશ્વર ગામમાં વસવાટ કરનાર પુત્ર સાથે વાત કરવામાં આવી હતી ત્યારે ઉલ્લેખનીય છે કે તે પોતે સંજય નગર ત્રણ રસ્તા પાસે અંકલેશ્વર ભરૂચ માં વસવાટ કરી રહ્યા છે તેમની સાથે વાતચીત કરવામાં આવી હતી પરંતુ પુત્ર એટલો બધો કેવો વ્યસ્ત છે કે તેને પોતાના પિતાની અંતિમ ક્રિયાની ના પાડી દીધી.
ત્યારે આ જવાબ સાંભળી અને જે ગાંધી હોસ્પિટલ લેવા આવ્યો પહોંચ્યા હતા તેમના હદય કંપી જવા પામ્યા હતા. ત્યારે આ વૃદ્ધ મુસ્લિમ હોવાથી તેમની દફનવિધિ રતનપર ના કબ્રસ્તાન ખાતે કરવામાં આવી છે ત્યારે ઉલ્લેખનીય છે કે સેવાભાવીઓ દ્વારા તેમની અંતિમક્રિયા કરવામાં આવી છે તમામ પ્રકારનો ખર્ચ પણ આ સેવાભાવીઓ દ્વારા ઉપાડી લેવામાં આવ્યો છે.
ત્યારે વૃદ્ધની દફનવિધિ કરવા માટે સાદીકભાઈ ઇસ્માઇલ ભાઈ પટેલ સુલેમાન ભાઈ મુસાભાઇ રુસ્તમ ભાઈ અશરફ ભાઈ વોરા તથા શહેર કાજી હાજી હનીફ બાપુ તથા મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા અને હિન્દુ સમાજના સેવાભાવી યુવકો દ્વારા આ વૃદ્ધની અંતિમ ક્રિયા દફનવિધિ રતનપર કબ્રસ્તાન ખાતે કરવામાં આવી છે.