• હિઝબુલ્લાહના 1600 ટાર્ગેટોને ઇઝરાયેલે નિશાન બનાવીને નષ્ટ કરી દીધા, સામા પક્ષે હિઝબુલ્લાહે પણ રોકેટ મારો કર્યો, પણ ડિફેન્સ સિસ્ટમે તમામ હુમલા રોકી દીધા

ઇઝરાયેલે લેબનોનમાં હિઝબુલ્લાહના 1600 ટાર્ગેટોને નિશાન બનાવીને નષ્ટ કરી દીધા છે.  લેબનોનમાં આખી રાત બોમ્બ ફેંકવામાં આવ્યા છે.  હુમલામાં અત્યાર સુધીમાં 500  લોકોના મોત થયા છે.  ઈઝરાયેલે ચેતવણી આપી છે કે હિઝબુલ્લાહ વિરુદ્ધ ઝડપી હુમલા કરવામાં આવશે.  આવી સ્થિતિમાં, લેબનીઝ નાગરિકોને તે વિસ્તારો ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે જ્યાં હિઝબુલ્લાહ શસ્ત્રો છુપાવી રહ્યો હોવાની આશંકા છે.  આઇડીએફનો દાવો છે કે લેબનોનમાં ઘરોમાં એક હજાર કિલો વજન ધરાવતા ભારે રોકેટ મળી આવ્યા છે.

જો કે, ઇઝરાયેલની કાર્યવાહીનો જવાબ આપવા માટે, હિઝબુલ્લાએ પણ આગેવાની લીધી છે અને ઉત્તર ઇઝરાયેલમાં 200 રોકેટ છોડ્યા છે.  જ્યારે હિઝબુલ્લાએ મોડી રાત્રે હુમલો કર્યો, ત્યારે હૈફા, અફુલા, નાઝરેથ અને ઉત્તર ઇઝરાયેલના અન્ય શહેરોમાં રોકેટ સાયરન વાગવા લાગ્યા.  હિઝબુલ્લાએ આખી રાત રોકેટ છોડ્યા હતા.  હિઝબુલ્લાએ કહ્યું કે, અમે ઈઝરાયેલના ઘણા સૈન્ય મથકો અને એરપોર્ટને નિશાન બનાવ્યા છે.   ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ  એ જણાવ્યું હતું કે, મોટાભાગના રોકેટને અમારી આયર્ન ડોમ ડિફેન્સ સિસ્ટમ દ્વારા અટકાવવામાં આવ્યા હતા અને તેમાં કોઈ જાનહાનિ કે નુકસાનની જાણ થઈ નથી.

હકીકતમાં, ગયા વર્ષે 7 ઓક્ટોબરે પેલેસ્ટિનિયન હમાસના લડવૈયાઓ અચાનક ઇઝરાયેલમાં ઘૂસી ગયા હતા અને હુમલો કર્યો હતો.  આ હુમલામાં સેંકડો લોકો માર્યા ગયા હતા.  લગભગ 250 ઇઝરાયેલ નાગરિકોને હમાસના લડવૈયાઓએ ગાઝામાં બંધક બનાવ્યા હતા.  જે બાદ ઈઝરાયેલે ગાઝા પર હુમલો કર્યો અને હમાસના છેલ્લા ફાઈટરને મારીને જ યુદ્ધ સમાપ્ત કરવાની જાહેરાત કરી.

સોમવારે 2006 પછી પ્રથમ વખત લેબનોનમાં સંઘર્ષનો સૌથી ભયંકર દિવસ જોવા મળ્યો.  ઈઝરાયેલના હુમલામાં 500 લોકો માર્યા ગયા હતા.  જેમાં 35 બાળકો અને 58 મહિલાઓનો સમાવેશ થાય છે.  જ્યારે 1,645 લોકો ઘાયલ થયા હતા.  લેબનીઝ અધિકારીઓએ જણાવ્યું હતું કે 2006ના ઇઝરાયેલ-હિઝબુલ્લા યુદ્ધ બાદ આ સૌથી ઘાતક હુમલો હતો.  ઇઝરાયેલી સેનાએ દક્ષિણ અને પૂર્વી લેબનોનના રહેવાસીઓને હિઝબુલ્લાહ સામે હવાઈ હુમલા પહેલા તેમના ઘર ખાલી કરવા ચેતવણી આપી હતી.  એલર્ટ બાદ હજારો લોકો દક્ષિણ લેબનોનથી બેરૂત તરફ ભાગી જતા જોવા મળ્યા હતા.  અનેક ગામો અને શહેરો ખાલી પડી ગયા છે.  2006 પછી અહીં સૌથી વધુ સ્થળાંતર જોવા મળ્યું હતું.  દક્ષિણના બંદર શહેર સિડોનથી બૈરુત તરફ જતા મુખ્ય ધોરીમાર્ગ વાહનોથી જામ થઈ ગયો હતો.

લેબનોનમાં તમામ નાગરિકોને ઘર છોડી દેવા નેતન્યાહુની અપીલ

આ પહેલા ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ એક સંદેશ જારી કર્યો છે. તેમણે લેબનીઝ નાગરિકોને આ ચેતવણીને ગંભીરતાથી લેવા વિનંતી કરી. તેઓએ તમામ નાગરિકોને ઘર છોડી દેવા અપીલ કરી કહ્યું કે એકવાર અમારું ઓપરેશન સમાપ્ત થઈ જાય, તમે સુરક્ષિત રીતે ઘરે પાછા આવી શકો છો, ઇઝરાયેલના સૈન્ય પ્રવક્તા રીઅર એડમિરલ ડેનિયલ હગારીએ કહ્યું હતું કે, સેના હિઝબુલ્લાને લેબનોનની સરહદોમાંથી બહાર કાઢવા માટે જે જરૂરી હશે તે કરશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.