તમામનાં કનેકશન અમદાવાદ: મવડી મેઈન રોડ પર શ્રીનાથજી સોસાયટીમાં માતા-પુત્ર, રેલનગરમાં નાથદ્વારા સોસાયટીમાં યુવતી, ૮૦ ફૂટ રોડ પર આંબેડકરનગરમાં આધેડ અને નાણાવટી ચોકમાં સતાધાર પાર્કમાં યુવાન કોરોના સંક્રમિત: શહેરમાં કોરોનાનો આંક ૯૩એ પહોંચ્યો: ૬૦ ઘરોમાં રહેતા ૨૬૧ લોકોને ક્ધટેઇનમેન્ટ કરાયા

રાજકોટમાં કાળમુખા કોરોનાએ હવે શહેરભરમાં ઘાતક પગપેસારો કર્યો છે. અમદાવાદથી રાજકોટ આવી રહેલા લોકો શહેરને કોરોનાનાં કાળચક્રમાં ધકેલી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. શહેરનાં અલગ-અલગ વિસ્તારોમાં આજે એક સાથે કોરોનાનાં પાંચ પોઝીટીવ કેસો મળી આવતા આરોગ્યતંત્રમાં ભારે દોડધામ મચી જવા પામી છે. શહેરીજનોમાં પણ જબરો ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. આ પાંચેય પોઝીટીવ દર્દીનું કનેકશન અમદાવાદ સાથે હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત અમદાવાદ ફરજ પર ગયેલા સિવિલ હોસ્પિટલનાં મહિલા તબીબ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. શહેરમાં કોરોનાનો આંક ૯૩એ પહોંચી ગયો છે.

આ અંગે કોર્પોરેશનની આરોગ્ય શાખાનાં સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે શહેરનાં અલગ-અલગ વિસ્તારોમાંથી કોરોનાનાં પાંચ પોઝીટીવ કેસ મળી આવ્યા છે. આ સાથે કોરોનાના કુલ દર્દીની સંખ્યા ૯૩એ પહોંચી જવા પામી છે જે પૈકી ૮૦ દર્દીઓને રજા આપી દેવામાં આવી છે અને જયારે ૯ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ૪ વ્યકિતઓનો કોરોનાએ ભોગ લીધો છે. શહેરનાં રેલનગર વિસ્તારમાં નાથદ્વારા સોસાયટી-૧માં શિવશકિતકૃપા મકાનમાં રહેતા ૨૯ વર્ષીય યામીનીબેન ચાવડાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તેઓ ગત ૩૦મી મેના રોજ અમદાવાદથી રાજકોટ આવ્યા હતા. આ ઉપરાંત શહેરનાં ૮૦ ફુટ રોડ પર આજી વસાહત પાસે આંબેડકરનગરમાં ૫૫ વર્ષીય આધેડ સોમાભાઈ રાઠોડ જે પાંચમી જુનનાં રોજ અમદાવાદથી રાજકોટ આવ્યા હતા તેઓનો કોરોના રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે. ૧૫૦ ફુટ રીંગ રોડ પર નાણાવટી ચોક પાસે સતાધાર પાર્કનાં ૩૦ વર્ષીય યુવાન રોહિતભાઈ ડઢાણીયાનો પણ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તેઓ અમદાવાદથી અમરેલી ગયા હતા અને ત્યાંથી ૨જી જુનનાં રોજ રાજકોટ આવ્યા હતા. આ ઉપરાંત શહેરનાં મવડી મેઈન રોડ પર શ્રીનાથજી સોસાયટી શેરી નં.૭માં રહેતા પાંચ વર્ષના મલ્હાર નિરવભાઈ પરમાર નામના બાળકનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે તેની માતા ડિમ્પલબેન નિરવભાઈ પરમારનો રીપોર્ટ પણ આજે પોઝીટીવ આવ્યો છે. તેમના સાસુ અમદાવાદ રહે છે. તેમનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા આ બંને માતા-પુત્ર કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

આજે શહેરમાં એક સાથે કોરોનાનાં પાંચ પોઝીટીવ કેસો મળી આવતા આરોગ્ય શાખામાં દોડધામ મચી જવા પામી છે. નાણાવટી ચોકમાં સતાધાર પાર્ક-૩માં રહેતા અને માણાવદર તાલુકાનાં બુરુથી આવેલા રોહિતનો રીપોર્ટ પોઝીટીવ આવતા તેના સંપર્કમાં આવેલા બે લોકોને સમરસ હોસ્ટેલ ખાતે કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જયારે સતાધાર પાર્કમાં ૯ ઘરને કન્ટેન્મેન્ટ કરવામાં આવ્યા છે જેમાં ૩૫ લોકો વસવાટ કરી રહ્યા છે. મવડી મેઈન રોડ પર શ્રીનાથજી સોસાયટી શેરી નં.૭માં માતા અને પુત્રનાં કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેઓનાં બે સગાને સમરસ હોસ્ટેલ ખાતે કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે અને સોસાયટીનાં ૧૫ મકાનમાં ૭૩ લોકોને ક્ધટેન્મેન્ટ કરવામાં આવ્યા છે.

રેલનગરમાં નાથદ્વારા સોસાયટીમાં પણ પોઝીટીવ કેસ નોંધાતા દર્દીનાં સંપર્કમાં આવેલા તેના ૮ સગાને કવોરન્ટાઈન કરવામાં આવ્યા છે જયારે વિસ્તારમાં ૧૮ મકાનોમાં રહેતા ૭૭ લોકોને ક્ધટેન્મેન્ટ કરવામાં આવ્યા છે. આંબેડકર નગરમાં ૬ વય્ક્તિ ઓને કવોરોન્ટાઇન કરવામાં આવ્યા છે ત્યારે ૧૮ મકાનમાં રહેતા ૭૬ સભ્યોને ક્ધટેન્ટમેન કરાયા છે.આજે શહેરમાં પાંચ ઉપરાંત ગ્રામ્યમાં પણ એક કેસ નોંધાયો છે જેમાં અમદાવાદ ખાતે ફરજ પર ગયેલા રાજકોટ સિવિલ હોસ્પિટલનાં મહિલા તબીબનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેઓને ક્રાઈસ્ટ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી શહેરનાં ૯૩ દર્દીઓ નોંધાઈ ચુકયા છે જે પૈકી ૮૦ દર્દીઓને સાજા થતા રજા આપી દેવામાં આવી છે. હાલ ૯ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે અને ૪ દર્દીઓનાં મૃત્યુ નિપજયા છે.

અમદાવાદથી ફરજ બજાવી પરત આવેલા સિવિલ હોસ્પિટલના તબીબ કોરોનાની ઝપટે

અમદાવાદમાં કોરોનાની મહામારીને પહોંચી વળવા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી તબીબો દસ દિવસ ફરજ બજાવવા જતા હોય છે. ત્યારે અગાઉ સિવિલ હોસ્પિટલના મહિલા તબીબ ડો. સ્વાતિ મધુસુદન કોરનાની ઝપેટમાં આવી ગયા હતા.

ત્યારે દસ દિવસ પહેલા સિવિલ હોસ્પિટલમાંથી ગયેલા ૧૪ રેસિડેન્ટ તબીબની ટિમ માંથી વધુ એક મહિલા તબીબને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.

પીડિયું સિવિલ હોસ્પિટલમાં એનેસ્થેસિયાના ફર્સ્ટ યરમાં ફરજ બજાવતા ડો. સ્મિતા ઝાપડીયા દસ દિવસ પહેલા અમદાવાદ ખાતે કોરના વોરિયર્સની ફરજ બજાવવા ૧૪ તબીબની ટિમ સાથે ગયા બાદ ત્યાં તેઓને શરદી, ઉધરસ થતા તેમના સેમ્પલ મેળવામાં આવ્યા હતા. ગઈ કાલે ડો. સ્મિતા પોતાની ટિમ સાથે રાજકોટ પરત ફરતા હતા તે દરમિયાન રસ્તામાં જ અમદાવાદથી કોલ આવ્યો હતોને ડો.સ્મિતા ઝાપડીયાને કોરોના પોઝિટિવ હોવાનું જણાવ્યું હતું.

કોરોના વોરીયર્સ તરીકે ફરજ બજાવતા ડો.સ્મિતા ઝાપડીયાને રાજકોટ આવ્યાની સાથે જ પીડિયું સિવિલ હોસ્પિટલમાં આસોઈશોલેટ કરવામાં આવ્યા હતા. અને સાથે આવેલા અન્ય તબીબોને પણ ક્વોરેઇન્ટઇન કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.