એક સપ્તાહ પૂર્વે સર્વેસર ચોકમાં સરા જાહેર બિલ્ડર પર હુમલો કર્યો હતો
શહેરના સર્વેશ્વર ચોકમાં મયુરસિંહ રાણા પર અને તેના સાગરીતે પાઇપ વડે જીવલેણ હુમલો કરવાના ગુનામાં લોકસાહિત્યકાર દેવાયત ખવડે કરેલી આગોતરા જામીન અરજીમાં મુદત પડી છે. જેમાં સરકાર પક્ષે પોલીસે સોગંધનામું રજૂ કર્યું છે. જે આગોતરા જામીન અરજીની તા 17ને શનિવારે સુનાવણી હાથ ધરવામાં આવશે.
આ કેસની હકીકત મુજબ શહેરમાં યાજ્ઞિક રોડ પર આવેલા સર્વેશ્વર ચોકમાં જૂની અદાવતનો ખાર રાખી મયુરસિંહ સંપતસિંહ રાણા નામનો યુવાન પોતાની ઓફિસેથી ઘરે જવા નીકળ્યો હતો ત્યારે તેની ગાડી પાસે પહોંચતા જ નંબર પ્લેટ વગરની કારમાં ધસી આવેલા લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને તેના સાગરીતે કારમાંથી ઉતરી મયુરસિંહ રાણા ઉપર પાઇપ વડે જીવલેણ હુમલો કરી માર માર્યો હતો.
બાદમાં હુમલાખોર દેવાયત ખવડ અને તેના સાગરીતો કાર લઈ નાસી છૂટ્યા હતા. હુમલામાં ઘવાયેલા મયુરસિંહ રાણાએ એ ડિવિઝન પોલીસ મથકમાં લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને તેના સાગરીત વિરુદ્ધ હત્યાની કોશિશ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો જે ગુનામાં નાસતા ફરતા હુમલાખોર લોકસાહિત્યકાર દેવાયત ખવડે પોલીસ પકડથી બચવા રાજકોટની કોર્ટમાં પોતાના એડવોકેટ કે.સી.વ્યાસ મારફતે આગોતરા જામીન અરજી દાખલ કરી કરી હતી. જે આગોતરા જામીન અરજી સુનાવણીમાં તારીખ પડી છે.
જેમાં સરકાર પક્ષે એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ કે.એન. ભુકણે કોર્ટમાં સોગંધનામું રજૂ કર્યું છે. જે આગોતરા જામીન અરજીની 17 મીએ સુનાવણી હાથ ધરવામાં આવશે. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ મુકેશ પીપળીયા રોકાયા છે.આ કેસમાં દેવાયત ખવડ તરફે રાજકોટના ખ્યાતનામ એડવોકેટ કે.સી. વ્યાસ રોકાયા છે.