Abtak Media Google News
  • પૈસાના ડખ્ખામાં મિત્રના હાથે હત્યા
  • પૈસાની લેતી-દેતીમાં હથોડાના ઘા મારી મિત્રની હત્યા નિપજાવનાર બે શખ્સ ઝડપાયા

સુરતમાં ગત તા. 15 મેના રોજ પુણાગામ કોહિનૂર ટેક્સટાઈલ માર્કેટ- 2 સામે આવેલા કચરાના ઢગલાં પરથી કોથળામાંથી પુરૂષનો મૃતદેહ એક યુવકને મળ્યો હતો. યુવકે કોથળામાં મૃતદેહ જોતા તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. તેથી પોલીસ ઘટના સ્થળ પર આવીને તપાસ ચાલુ કરી હતી. જેમાં મૃતક યુવકના માથામાં અને આખા શરીરે ઇજાના નિશાન દેખાયા હતા. સમગ્ર મામલે તપાસનો ધમધમાટ ચાલુ કરતા હત્યારાઓને પોલીસે શોધી કાઢ્યા હતા. આરોપીની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે, 1.55 લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા. તેથી કારખાનામાં માથામાં હથોડીના ઘા મારીને પતાવી દીધો હતો અને કોથળામાં મૃતદેહ ભરીને ફેંકી આવ્યા હતા.

સામાન્ય રીતે ગાળગાળી મામલે, જુના મનદુ:ખને કારણે કે પછી પ્રેમ પ્રકરણ કે આડા સંબંધો કે પછી જમીન કે જગ્યાઓના મામલે હત્યાનો ઘટના વારંવાર બનતી રહે છે. અમુક કિસ્સાઓમાં તો મર્ડર થયા બાદ પોલીસને મિસ્ટ્રી ઉકેલવા ભારે મહેનત કરવી પડતી હોય છે. કંઇક આવી જ એક મર્ડર મિસ્ટ્રીનો ભેદ ખુલતાં ખળભળાટ મચી ગયો છે. થોડા સમય પહેલા હત્યા કરી ફેંકી દેવાયેલી લાશનો ભેદ ઉકેલાયો છે. જેમાં ઉછીના લેવયોલા સાડા ત્રણ લાખ રૂપિયાની ઉઘરાણી મામલે માથાકુટ થતાં એમ્બ્રોડરીના કારખાનેદારે એક શખ્સને હથોડીના અધધધધ પંચાવન ઘા મારી ક્રુરતાથી ઢાળી દઇ પોતાના કારીગરની મદદથી લાશને કોથળામાં પેક કરી ફેંકી દીધી હતી.

વિગતો પર નજર કરીએ તો અમરેલીના બાબરાના ઇમરાન કુરેશી પાસેથી સાડા ત્રણ લાખ રૂપિયા ઉછીના લઇ જતીન ખોખરીયાએ સુરત આવી કારખાનું શરૂ કર્યું હતું. પરંતુ ઈમરાને સમય પહેલા સુરત આવી ઉઘરાણી કરી જતીનને ગોંધી રાખતા રકમ પરત કરી હતી. ત્યારબાદ ફરીવાર જતીને દોઢ લાખ ઉછીના લીધા તેની પણ ઇમરાન સમય પહેલા ઉઘરાણી કરવા કારખાને આવતા જતીનને ગુસ્સો ચડ્યો હતો અને તેણે ક્રુરતાથી ઈમરાનની હત્યા કરી હતી અને કારીગરની મદદથી લાશ પેક કરી ફેંકી દીધી હતી.ચોંકાવનારી ચર્ચા જગાવનારી આ ઘટનાની વિગતો પર નજર કરીએ તો સુરતના પુણાની અયોધ્યા ટેક્સટાઇલ માર્કેટ નજીક પ્લાસ્ટિકના કચરાના ઢગલામાંથી મળી આવેલી અજાણ્યા યુવાનની હત્યા થયેલી લાશ મળી આવવાની ઘટનામાં ક્રાઇમ બ્રાંચે ગણતરીના કલાકોમાં મૃતકની ઓળખ કરવાની સાથે હત્યારા એવા લેણદાર એમ્બ્રોઇડરી કારખાનેદાર સહિત બેની ધરપકડ કરી છે. પુણા-સારોલી રોડ સ્થિત અયોધ્યા ટેક્સટાઇલ માર્કેટ નજીક રોડની સાઈડમાં પ્લાસ્ટિકના કચરાના ઢગલામાંથી ગત બપોરે અજાણ્યા યુવાનની હત્યા કરી મીણીયા કોથળા અને બ્લેન્કેટમાં બાંધીને ફેંકી દેવાયેલી લાશ મળી આવી હતી. આ ઘટનામાં ક્રાઈમ બ્રાંચે 100 પોલીસ જવાનની બાર ટીમ બનાવી ફોટોના આધારે તપાસ કરતા હત્યાનો ભોગ બનનાર ઈમરાન ગુલાબભાઈ કુરેશી (ઉ.વ. 35 રહે. બાબરા ગામ, અમરોલી) હોવાનું અને તેની હત્યા તેના હમવતની મિત્ર જતીન ગોરધન ખોખરીયા (ઉ.વ. 28 રહે. ક્રિષ્નાપાર્ક, છેલ્લી શેરી, સીમાડા અને મુળ. ખોખરીયા, અમરપરા, તા. બાબરા. અમરેલી)એ કર્યાનું બહાર આવ્યું હતું.

પૈસાની જરૂર પડતા ઇમરાન પાસેથી લીધા’તા રૂ. 1.55 લાખ

ત્યારબાદ પોલીસે જતીનની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે દોઢ-બે વર્ષ અગાઉ ઇમરાન પાસેથી એક વર્ષની મુદ્દતે ઉછીના રૂ. 3.55 લાખ લઇ સુરત આવ્યો હતો અને આંજણાના જયનારાયણ ઇન્ડસ્ટ્રીયમાં એમ્બ્રોઇડરી કારખાનું શરૂ કર્યું હતું. પરંતુ વર્ષ પહેલા જ ઈમરાને ઉઘરાણી શરૂ કરી ગાળાગાળી અને માર મારતો હતો. ઉપરાંત સુરતથી અપહરણ કરી બે દિવસ વતનમાં લઈ જઈ ગોંધી રાખ્યો હતો. જેથી તેને રૂ. 3.55 લાખ ચુકવી દીધા હતા પરંતુ પુન: પૈસાની જરૂર પડતા 20 દિવસ માટે રૂ. 1.5પ લાખ લીધા હતા.

મુદ્દત પૂર્વે પૈસાની ઉઘરાણી કરતા ગુસ્સે ભરાયેલા મિત્રએ ખૂન કરી નાખ્યું

મુદ્દતની વીસ દિવસ પહેલા જ ઈમરાને ઉઘરાણી શરૂ કરી 13મી મેના રોજ કારખાનામાં આવી આજે બાર વાગ્યા પહેલા પૈસા જોઈએ એમ કહી ઝઘડો કર્યો હતો. જેથી જતીને ઈમરાનના માથામાં હથોડીના ઉપરાછાપરી પંચાવન ઘા મારી હત્યા કર્યા બાદ રાતના સમયે વિશ્વાસું કારીગર જીતેન્દ્ર ધર્મરાજ ગૌતમ (ઉ.વ. 32 રહે. રાજીવનગર ઝુંપડપટ્ટી, કાપોદ્રા અને મુળ. સુરવા, મિશિલપુર, પ્રતાપગઢ, યુ.પી) સાથે મળી લાશ પેક કરી ભાડાની કારમાં લઈ જઈ ફેંકી દીધી હતી. પોલીસે જતીન અને જીતેન્દ્રની ઘરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.