દુનિયાના સૌથી શક્તિશાળી દેશ તરીકે ગણાતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વિટર એકાઉન્ટ થોડા સમય માટે બંધ થઇ ગયું હતું. આ દરમિયાન સર્ચ વખતે મેસેજ આવતો હતો કે થોડા સમય માટે આ એકાઉન્ટ ઉપલબ્ધ નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ થોડા સમય માટે ડીએક્ટિવ થઇ ગયું હતું પરંતુ થોડા સમય બાદ ફરી શરૂ થઇ ગયું હતું. જો કે ત્યારબાદ ટ્વિટર તરફથી નિવેદન આવ્યું હતું કે થોડા સમય પહેલા થયેલ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વિટર એકાઉન્ટ ટ્વિટરના કર્મચારીની ભુલના કારણે ડિએક્ટિવ થયું હતું.
એકાઉન્ટ અંદાજે 11 મિનીટ સુધી બંધ રહ્યું હતું, પરંતુ હવે ફરી શરૂ કરી દેવામાં આ્યું છે. આ ભૂલ કેવી રીતે થઇ તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દુનિયામાં ટ્વિટર પર ફોલો કરનાર નેતાઓમાંના એક છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વિટર પર 4 કરોડથી વધારે ફોલોઅર્સ છે. ટ્રમ્પ સતત સોશિયલ મિડીયા પર ટ્વિટ કરતાં હોય છે, પછી તે કોઇ સાથેની મુલાકાત હોય કે ઉત્તર કોરિયાને લઇને કરવામાં આવેલી મજાક.