પર્વાધિરાજ પર્યુષણ પર્વ ચાલી રહ્યા છે. જૈન સમુદાય તપ, જપ, આરાધના સાથે તપશ્ર્ચર્યા કરી છે. આ પવિત્ર દિવસોમાં જૈનો ભકિતભાવ પૂર્વક દેરાસરોમાં ભગવાનના અલૌકિક દર્શન કરી ધન્ય બની રહ્યા છે. શહેરનાં અલગ અલગ દેરાસરોમાં રોજે-રોજ મહાપ્રભુજીને અવનવા શણગાર કરાઈ રહ્યા છે. પર્યુષણ પર્વના ચોથા દિવસે જાગનાથ જૈન શ્ર્વેતાંબર મૂર્તિપૂજક સંઘમાં ભગવાનને ભવ્ય અંગરચના સાથે ભાવના કરવામાં આવી હતી. ભગવાન મહાવીરની ભકિતમાં અનેક ભાવિકો જોડાયા હતા ભકિત સંગીતનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત શહેરનાં સુપ્રસિધ્ધ નાગેશ્ર્વર દેરાસર (જામનગર રોડ) ખાતે પણ ભગવાનની આંગીના અલૌકિક દર્શન થયા હતા. પર્યુષણ પર્વમાં દેરાસર દરરોજ સાંજે રોશનીથી ઝળહળી રહ્યું છે. રૈયા રોડ ખાતે આવેલા વૈશાલીનગર દેરાસરમાં પણ ભગવાન મહાવીરને હિરા-માણેક જડીત લાખેણી આંગી કરવામાં આવી હતી. ફૂલોનો શણગાર પણ દિવ્ય શોભાયમાન બન્યો હતો. પર્યુષણ પર્વના પવિત્ર દિવસોમાં જૈનો દેરાસરમાં જઈ ભગવાનના દિવ્ય દર્શન કરી પવિત્ર બની રહ્યા છે.
Trending
- સાડી ઉદ્યોગનું પ્રદુષિત પાણી દરિયામાં છોડવાની યોજના સામે પોરબંદરવાસીઓનો વિરોધ
- સુરત-બેંગકોકની ફ્લાઇટ એટલે સુરતી ‘બેવડાઓ’ માટે મોજે દરીયા
- એક કરોડના કેટામાઈન ડ્રગ્સ સાથે દિલ્લી અને બેંગ્લોરથી ચાર શખ્સોની ધરપકડ
- સૌરાષ્ટ્ર-કચ્છમાં 11 સહિત રાજ્યમાં નવા 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરાશે
- રાજકોટમાં ડુંગળી ભરેલા વાહનોની 8 કી.મી. લાંબી લાઇન
- બોલીવુડની “ઝાકમઝોળ” ઝાંખી પડી રહી છે!!!
- અમદાવાદ : તાવના કેસમાં 43 ટકાનો વધારો
- બાયપાસ ચાર્જિંગ શું છે જાણો અહિ…