બેંગ્લોરે સતત ત્રીજો મેચ કબ્જે કરીને ટેબલમાં પહેંલા સ્થાને પહોંચ્યું

આઈપીએલ 2021ની 10મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે ચેન્નાઈમાં રમાઈ હતી. જેમાં બેંગ્લોરનો 38 રને વિજય થયો હતો. બેંગ્લોરે આ સાથે સળંગ ત્રીજો વિજય સિઝનમાં મેળવ્યો છે.  કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ગ્લેન મેક્સવેલ અને ડિવિલીયર્સે ધમાકેદાર અર્ધશતક ફટકાર્યા હતા. બેંગ્લોરે 20 ઓવરના અંતે 4 વિકેટ ગુમાવીને 204 રન ખડક્યા હતા. જેની સામે કલકત્તાએ 8 વિકેટે 166 રન કર્યા હતા. કાયલ જેમીસને 3 અને હર્ષલ પટેલે 2 વિકેટ ઝડપી હતી.

બેંગ્લોરને ત્રીજા મેચમાં મળેલી જિતનો શ્રેય ચોક્કસ ક્રિકેટની દુનિયામાં 360 ડીગ્રી પ્લેયર તરીકે ઓળખાતા ડિવિલિયર્સને જાય છે. ડિવિલિયર્સે 76રનની ઇનિંગ રમીને કોલકતા સામે પહાડ જેવો લક્ષ્યાંક મુક્યો અને કોલકાતા આ કપરા ચઢાણ પૂર્ણ કરી શક્યું નહીં પરિણામે બેંગલોરને જીત તો મળી જ સાથોસાથ બેંગ્લોર પોઇન્ટ ટેબલમાં સૌથી આગળ પણ નીકળી ગયું છે.

કોલકાતાના બેટિંગ લાઈનની જો વાત કરવામાં આવે તો મોટા પડકાર સામે શરુઆતથી જ આક્રમક રમત રમવી કલકત્તાએ શરુ કરી હતી. પરંતુ નિયમિત અંતરે વિકેટને લઈને કલકત્તાને જીતની રાહ આસાન થઈ શકી નહોતી. શુભમન ગીલની વિકેટના રુપમાં જ બીજી ઓવરમાં 23 રનના સ્કોર પર જ પ્રથમ વિકેટ ગુમાવી હતી. તેણે 9 બોલમાં 23 રન કર્યા હતા. રાહુલ ત્રિપાઠી 57 રનના સ્કોર પર બીજી વિકેટના રુપે આઉટ થયો હતો. તેણે 20 બોલમાં 25 રન કર્યા હતા. નિતીશ રાણા 11 બોલમાં 18 રન કરી આઉટ થયો હતો. દિનેશ કાર્તિક ચોથી વિકેટના સ્વરુપે આઉટ થયો હતો, તેને 2 રન જ જોડ્યા હતા. ઈયોન મોર્ગને લડત આપતી રમત રમી હતી, પરંતુ તે પણ 23 બોલમાં 29 રન કરીને વિકેટ ગુમાવી બેસતા કલકત્તાની મુશ્કેલી વધી ચુકી હતી. શાકિબ અલ હસન 25 બોલમાં 26 રન આપીને આઉટ થયો હતો. આંદ્રે રસેલે અંતમાં ઝડપી રમત દર્શાવી હતી. તેણે 20 બોલમાં 2 છગ્ગા અને 3 ચોગ્ગા સાથે 31 રન કર્યા હતા તે હર્ષલના બોલ પર ક્લીન બોલ્ડ થયો હતો.

સામે બેંગલોરની બોલિંગ લાઈનની જો વાત કરવામાં આવે તો યુઝવેન્દ્ર ચહલે 4 ઓવર કરીને 34 રન આપી 2 વિકેટ ઝડપી હતી. કાય્લ જેમિસને 3 ઓવર કરીને 3 વિકેટ ઝડપી હતી. તેણે 41 રન આપ્યા હતા. હર્ષલ પટેલે 4 ઓવર કરી 13 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. વોશિંગ્ટન સુંદરે 4 ઓવર કરીને 33 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. ગ્લેન મેક્સવેલે 2 ઓવર કરીને 24 રન કર્યા આપ્યા હતા. મંહમદ સિરાજે 3 ઓવર કરીને 17 રન આપ્યા હતા.રોયલ ચેલેન્જર્સની બેટિંગ પ્રથમ નબળું પણ ડિવિલિયર્સ અને મેક્સવેલના આવ્યા બાદ ખૂબ જ જોરદાર રહી હતી. બેંગ્લોરની શરુઆત આમ તો ખરાબ રહી હતી. ટીમના કેપ્ટન વિરાટ કોહલી 6 બોલમાં 5 રન કરીને જ વરુણ ચક્રવર્તીનો શિકાર થતાં વિકેટ ગુમાવી બેઠો હતો. વન ડાઉન આવેલા રજત પાટીદાર પણ માત્ર એક જ રન કરીને ક્લીન બોલ્ડ થતાં 9 રનના સ્કોર પર જ બેંગ્લોર 2 વિકેટ ગુમાવી બેઠુ હતુ. જોકે બાદમાં ગ્લેન મેક્સવેલે પરિસ્થિતી સંભાળી હતી. દેવદત્ત પડીક્કલ 28 બોલમાં 25 રન કરીને આઉટ થયો હતો. ગ્લેન મેક્સવેલે ધમાકેદાર રમત રમી હતી, તેણે 49 બોલમાં 78 રન ફટકાર્યા હતા, આ દરમ્યાન તેણે 3 છગ્ગા અને 9 ચોગ્ગા લગાવ્યા હતા. એબી ડિવિલીયર્સે પણ શાનદાર રમત દર્શાવી હતી. તેણે મેક્સવેલ સાથે મળીને રમતને આગળ વધારી હતી. ડિવિલીયર્સે અણનમ 34 બોલમાં 76 રન ફટકાર્યા હતા. તેણે 3 છગ્ગા અને 9 ચોગ્ગા લગાવ્યા હતા. કાયલ જેમીશને 4 બોલમાં 11 રન કર્યા હતા.

ડિવિલિયર્સની ઝડપી અને અણનમ ઈનિંગએ બેંગ્લોરને મોટો સ્કોર આપ્યો. જે ચેઝ કરવો કોલકાતા માટે લોઢાના ચણા ચાવવા સમાન સાબિત થયું. બેંગ્લોરને મેચમાં વિજય મળ્યો અને પોઇન્ટ ટેબલમાં સૌથી આગળનું સ્થાન પણ મળ્યું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.