પ્રાથમીક સુવિધાથી વંચિત લાચાર અને નિ:સહાય આદિવાસી પરિવારોની આંતરડી ઠારી ડીસીપી મનોહરસિંહજીએ દિવાળીના તહેવારની કરાવી અનુભુતિ
નર્મદા જિલ્લાના ગરીબ બાળકોને મીઠાઇ અને ફટાકડાનું વિતરણ કર્યુ
જયાં સુધી ગરીબો માટે તમારા હ્રદયમાં તોફાન નથી ઉઠતું મૃત્યુની નજીક સળવળી રહેલા આ તમારા ગરીબ દેશ બાંધવો માટે તમારું હદય ઉભરાઇ નહિ ત્યાં સુધી તમે જીવિત નથી.
તેવા સ્વામી વિવેકાનંદના આદેશને અનુસરતા રાજકોટના કર્તવ્ય અને પ્રમાણિક ડીસીપી ઝોન-ર મનોહરસિંહજી જાડેજાએ નર્મદા જીલ્લાના અતિ પછાત અને નિ:સહાય પરિવારના બાળકોને મીઠાઇ ખવડાવી ફટાકડાનું વિતરણ કરી ગરીબ બાળકોના જીવનમાં રોશની લાવી અનોખી રીતે દિવાળીની ઉજવણી કરી છે.
ધ્રોલ નજીકના જાબીડા ગામના વતની અને ગરીબો માટે હ્રદયમાં અનહદ લાગણી ધરાવતા નાયબ પોલીસ કમિશ્નર મનોહરસિંહજી જાડેજા દિવાળીના તહેવારોમાં પોલીસની કામગીરીમાં સતત વ્યસ્ત રહેતા હોવા છતાં નર્મદા જીલ્લાના પછાત ગ્રામ્ય વિસ્તારના બાળકો ખુશ થાય તે રીતે દિવાળી ઉજવણી કરી ખરા અર્થમાં પ્રજાના પાલનહાર બન્યા છે.