એરા, એથેન્કિસ અને માઈનમાં વિવિધ ડિઝાઈનનો ખજાનો ખુલ્યો
માલાબાર શો-રૂમ રાજકોટ ખાતે આર્ટટ્રિસ્ટી બ્રાન્ડેડ જવેલરી શોનું બીજુ એકઝીબીશન કરાયું. આ એકઝીબીશનમાં માલાબારની ત્રણ સબ બ્રાન્ડ એરા, એથેન્કિસ, માઈનમાં વિવિધ જવેલરીની નવી ડિઝાઈન સાથે લોન્ચ કરવામાં આવી. એરામાં અનકટ અને પાલકી ડિઝાઈન જેમાં બધા ડિઝાઈનર પીસ આવી જાય છે.
એથેન્કિસની અંદર એનટિક જવેલરી અને કુંદનૂ વર્ક છે.
બ્રેન્ડશીપ માઈન ડાયમંડની સ્પેશ્યાલીટી છે. આ એકઝીબીશનમાં રાજકોટનાં મેયર બીનાબેન આચાર્ય અને ગુજરાત એસો મહિલા મોરચાના અધ્યક્ષ ભાનુબેન બાબરીયા ઉપસ્થિત રહ્યા હતા અને માલાબારના ગ્રાહકો બહોળી સંખ્યામાં હાજરી આપી હતી.
વિજયભાઈએ અબતક સાથેની વાતચીત કરતા જણાવ્યું હતું કે, આર્ટટ્રિસ્ટી બ્રાન્ડેડ જવેલરી શોમાં આ વખતે માલાબારની ત્રણ સબ બ્રાન્ડ જેવી કે એરા, માઈના, એથેન્કિસ તેમાં ભવ્ય ડિઝાઈનવાળી જવેલરીનું એકઝીબીશન રાખ્યું છે. આ અમારું બીજુ એકઝીબીશન છે. પ્રથમ એકઝીબીશનમાં ગ્રાહકો દ્વારા ખુબ પ્રોત્સાહન મળ્યું અને અમારી જવેલરીની નવી ડિઝાઈનને સ્વીકારવામાં આવી હતી. અમારા ગ્રાહકોનો વિશ્ર્વાસ હરહંમેશ અમારી સાથે છે. આ ત્રણ સબ બ્રાન્ડમાં વિવિધ ડિઝાઈનની જવેલરી લોન્ચ કરવામાં આવી જેવી કે બ્રેન્ડશીપ માઈન જે આપણી ડાયમંડની સ્પેશ્યાલીટી છે. એરા જે આપણે અનકટ અને પોલકી જેને કહેવાય છે જેમાં આપણા ડિઝાઈનર પીસ બધાય છે. એથેન્કિસની અંદર આપણે એનટિક જવેલરી અને કુંદના વર્કવાળી હોય છે. આ જવેલરી સ્ત્રીઓની સુંદરતામાં વધુ નિખાર લાવે છે.
મેયર બીનાબેન આચાર્યએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, માલાબાર દ્વારા આર્ટટ્રિસ્ટી બ્રાન્ડેડ જવેલરી શોનું આયોજન કરવામાં આવ્યું જેમાં જવેલરીની વિવિધ ડિઝાઈન અને અનકટ ડાઈમંડની જવેલરી આ એકઝીબીશનમાં રાખવામાં આવી છે. ભારતમાં જવેલરીના આર્ટમાં નવી ડિઝાઈન લઈને આવ્યા છે. ખુબ જ કલાત્મક જવેલરીઓનું માલાબાર દ્વારા લોન્ચીંગ કરવામાં આવી છે. ગ્રાહકો માટે યોગ્ય વળતર આપી સોનાની એકસચેન્જ કરવું તેમજ સ્ટાફ દ્વારા આવેલા ગ્રાહકો સાથે ખુબ સારા સંબંધો કેળવાય તેવી રીતે કામ કરતા હોય છે ત્યારે આજે આ શોમાં ખુબ જ સારી બ્રાન્ડેડ જવેલરી લોન્ચ કરવામાં આવી છે.